ખોડો, ખરતા વાળાથી મળી જશે છુટકારો વાળ થઈ જશે કાળા, લાંબા અને જાડા, ઘરની આ વસ્તુથી કરો સદીઓ જુનો દેશી ઉપાય. 8 જ દિવસમાં મળશે પરિણામ…

જો તમારા વાળની લંબાઈ સારી નથી, તે પાતળા અને રફ છે તો તેને યોગ્ય સંભાળની જરૂર છે. પોતાના વાળને જાડા અને મજબુત બનાવવા માટે અહીં જણાવવામાં આવેલ ઓઈલનો ઉપયોગ તમે કરી શકો છો. થોડા જ દિવસોમાં તમારા વાળની સમસ્યા થઈ જશે ગાયબ.

આપણે એ વાત પુરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે, બજારમાં મળતા મોટાભાગના હેર ઓઈલ તમને સારું પરિણામ આપશે અને તેની અસર પણ તમને આ તેલની તુલનામાં જલ્દી જોવા મળશે. જો કે માત્ર 2 વસ્તુઓને બનાવીને તૈયાર કરવામાં આવતું આ તેલ થોડી જ મિનીટમાં બનીને તૈયાર થઈ જશે. ખાસ વાત એ છે કે, આ તેલ પૂરી રીતે ઓર્ગેનિક છે.

પાતળા વાળ ઠીક કરવા માટે : પાતળા વાળ દૂર કરીને તેને ફરીથી લાંબા અને જાડા બનાવવા માટે તમારે જે મેઝિકલ ઓઈલની જરૂર છે, તેને બનાવવાની રીત ખુબ જ સરળ છે. તમે માત્ર 10 મિનીટમાં જ 2 થી 3 મહિના સુધી ચાલે એટલું તેલ બનાવીને રાખી શકો છો. તમે એક સાથે વધુ તેલ બનાવીને પણ તેને સ્ટોર કરી શકો છો. કારણ કે આ તેલ જલ્દી ખરાબ નથી થતું.

તેલ બનાવવાની રીત અને સામગ્રી : 1 લીટર – સરસવનું તેલ,  1 નાનો કપ – મેથીના દાણા. આ બંને વસ્તુઓને મિક્સ કરીને ધીમા તાપે 5 થી 7 મિનીટ માટે ગરમ થવા દો અને તેલ ઠંડુ થઈ ગયા પછી તેન ગાળીને કોઈ બોટલમાં ભરીને સ્ટોર કરી લો.

આ તેલના ફાયદા : આ મેઝિકલ ઓઈલથી વાળને વિટામિન્સ અને આયરન મળે છે. જ્યારે મેથીના દાણામાં પ્રોટીન, ફોસ્ફરસ અને ઓમેગા-3 ફેટી એસિડની પ્રાપ્તિ થાય છે. આ બધા તત્વો વાળના પોષણ અને તેના બધા જ ભાગો રીપેર કરવામાં મદદ કરે છે. જેમ કે પ્રોટીન વાળની જડને મજબુતી આપે છે અને વાળની ઉપરની પરતની ચમક વધારે છે. મેથીમાં નિકોટીનીક એસિડ મળે છે, જે સ્કેલ્પની ક્લીનીંગ અને મૌશ્ચરાઈજેશનમાં મદદ કરે છે.

આ રીતે વાળમાં લગાવો તેલ : આ તેલનો ઉપયોગ કરવા માટે તમે કોશિશ કરો કે રાત્રે તેને વાળની જડમાં મસાજ કરો અને પછી વાળમાં દાંતિયો ફેરવી તેને બાંધી દો. ત્યાર પછી સવારે શેમ્પુ કરો. તેનાથી તમાર વાળ જલ્દી જ લાંબા અને જાડા થવાનું શરૂ કરી દેશે.

જો તમે રાત્રે આ તેલનો ઉપયોગ ન કરી શકો તો શેમ્પુ કરતા પહેલા 1 અથવા 2 કલાક તેલથી માલીશ કરો. પછી શેમ્પુ કરી લો. સારા અને જલ્દી પરિણામ માટે શરૂઆતમાં અઠવાડિયામાં 3 વખત આ તેલનો ઉપયોગ કરો. પછી તેને ઘટાડીને 2 વખત ઉપયોગ કરો.

ખોડા : મેથીના બીજ અને સરસવ તેને મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલ આ મેઝિકલ હેર ઓઈલ માથાથી ખોડોનો નાશ કરે છે. વાળનું રફ થવું, પાતળા થવા અને બેજાન થવાનું એક કારણ ખોડો પણ છે. કારણ કે તેના કારણે માથાની ત્વચા ખુલીને શ્વાસ નથી લઈ શકતી. ખોડો એ એક પ્રકારનો ફંગસ છે, જે વાળની જડને અંદરથી કમજોર કરે છે. મેથી અન સરસવ બંનેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે, જે ફંગસને સાફ કરવાનું કામ કરે છે અને વાળની જડ મજબુત બને છે.

આમ તમે આ મેઝિકલ હેર ઓઈલનો ઉપયોગ કરીને પોતાના વાળની દરેક સમસ્યાઓનું સમાધાન કરી શકો છો અને વાળને જાડા અને લાંબા પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment