બાળકોને વારંવાર થતી તાવ-શરદી, વાત્ત-કફની સમસ્યાનો 100% ઈલાજ, ઇમ્યુનિટી વધારીને મગજ પણ બનાવી દેશે કોમ્પ્યુટર જેવું. જાણો આ ઔષધીના અમુલ્ય ગુણો…

જાવિત્રીને ભારતીય ભોજનમાં મસાલાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, તે સ્વાદમાં તીખી અને સુગંધમાં કાળા મરી અને તજ જેવી હોય છે. ગરમ મસાલો બનાવવા માટે જાવિત્રીનો હંમેશા ઉપયોગ થાય છે. તેની તાસીર ગરમ હોય છે માટે તેનો ઉપયોગ કફને લગતી બીમારીઓમાં કરવામાં આવે છે. તે એન્ટી-વાઈરલ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી ડાયાબીટીસ ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામીન ઈ, સી, બી1, બી2 જેવા વિટામીન અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝીંક જેવા તત્વો રહેલા છે. પરંતુ આજે આપણે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી જાવંત્રી ફાયદા વિષે જાણીશું અને આયુર્વેદિક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી ઉપયોગ કરવાની રીત વિષે પણ જાણીશું.

બાળકો માટે ઉપયોગી જાવંત્રીના ફાયદા : 1) શરદી અને તાવમાં અકસીર ઈલાજ : જાવિત્રીની ગરમ તાસીરના કારણે શરદી-તાવમાં ખૂબ ઉપયોગી છે, તેમાં રહેલા એન્ટી-વાઈરલ અને એન્ટી-બેકટેરીયલ ગુણ બાળકને વાઈરલ રોગોથી બચાવે છે સાથે સાથે ઋતુગત બીમારીથી પણ રક્ષણ આપે છે. બાળકોને શરદી કે તાવમાં ઘી માં જાવંત્રી મેળવીને આપવાથી રાહત મળે છે, આના ઉપયોગથી તમે બાળકો માટે ઘરે જ કફ સીરપ બનાવી શકો છો.

2) બાળકોના મગજને તેજ બનાવે છે : આયુર્વેદમાં જાવિત્રીને બ્રેન બુસ્ટર માનવમાં આવે છે, તેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને મગજ ઝડપથી કામ કરે છે. આ માટે બાળકોના મગજની કાર્યક્ષમતા વધારવા માટે જાવિત્રી ઉપયોગી છે. આ એવા બાળકો માટે પણ ઉપયોગી છે જેમની એકાગ્રતા ઓછી છે. દૂધમાં જાવિત્રી મેળવીને પીવાથી બાળકની એકાગ્રતા અને મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જેનાથી બાળક ભણતરમાં પણ સારું બને છે.

3) બાળકોના પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે : જાવિત્રીને મધ સાથે મેળવીને બાળકોને ચટાડવાથી અથવા નાભી પર લગાવવાથી પેટનો દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. તેના કારણે બાળકોમાં કબજિયાત અને ગેસની સમસ્યા ઓછી થાય છે, એટલું જ નહી તેના કારણે બાળકોમાં પેટ સાફ આવે છે. બાળકોમાં ઝાડા અને પેટ ફૂલવાની સમસ્યામાં પણ જાવિત્રીને ગરમ કરીને ખવડાવી શકો છો.

4) ભૂખ વધારે છે : જો તમને લાગે છે તમારૂ બાળક બરાબર જમતું નથી અથવા ભૂખ ઓછી લાગે છે તો તમે તેને જાવિત્રી આપી શકો છો. તે બાળકની પાચનશકિત વધારે છે અને સાથે કબજિયાત અને એસીડીટીની સમસ્યાને દૂર કરે છે. આ રીતે તે બાળકની પાચનશકિતને વધારી ભૂખ વધારે છે.

5) દાંતના દુખાવમાં ફાયદાકારક છે : જાવિત્રીના એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેકટેરીયલ ગુણ બાળકોના દાંત આવતી વખતે થતા દુખાવાને તેમજ દાંતમાં સડાને દૂર કરે છે. બાળકોમાં દાંતનો દુખાવો દૂર કરવા સરસવના તેલમાં જાવિત્રી મેળવીને દાંત પર લગાવવાથી દુખાવો દૂર થાય છે.

6) રોગ પ્રતિકારકશકિત વધારે છે : જાવિત્રીના એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેકટેરીયલ ગુણ રોગપ્રતિકારક શકિત વધારે છે, તેને રેગ્યુલર ખોરાકમાં લેવાથી પાચનશકિત વધે છે તેમજ કફ બનતો અટકે છે. તેમાં રહેલું વિટામીન સી રોગપ્રતિકારક શકિત વધારી, ઋતુગત બીમારીથી રક્ષણ આપે છે.

7) વાત-કફને સંતુલિત કરે છે : આયુર્વેદના ત્રણ દોષમાં વાત દોષને મુખ્ય માનવામાં આવે છે, શરીરમાં કફ વધી જવાથી શરદી અને તાવ જેવી બીમારી થાય છે. વાત દોષને કારણે માનસિક અને હોર્મોનલ સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે. બાળકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે જાવિત્રીને પીસીને ઘી અથવા મધ સાથે મેળવીને આપવી જોઈએ.

8) અસ્થમાં માટે ફાયદાકારક છે : અસ્થમાંની સમસ્યાથી પીડિત બાળકો માટે જાવિત્રી ફાયદાકારક છે, જાવંત્રીના કારણે શ્વાસની સમસ્યા ઓછી થાય છે અને અસ્થમાના લક્ષણોમાં સુધારો થાય છે. આ માટે તમે બાળકને જાવિત્રીની ચા અથવા ઉકાળો બનાવી આપી શકો છો.

જાવિત્રી શિયાળાની ઋતુમાં વધુ ફાયદાકારક છે અને તેના દરરોજ સેવનથી બાળક બધી રીતે સ્વસ્થ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment