રાત્રે મોડી કે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો કરો આ કામ, ફક્ત 5 જ મિનીટમાં આવશે ઘસઘસાટ નિંદર.. થાક સહિત શરીરની અનેક સમસ્યાઓથી મળશે છુટકારો…

આજના સમયમાં ઘણા લોકોને ઊંઘ ન આવવાની ફરિયાદ રહે છે. અને એવું કહેવાય છે આખા દિવસમાં સાતથી આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. જેથી કરીને બીજો દિવસ આપણો તાજગી ભર્યો રહે છે. પરંતુ હવે ઘણા લોકોને અનિંદ્રા,રાતમાં ઊંઘ ન આવવી, વારંવાર આંખ ખુલવી, ઊંઘ દરમિયાન બેચેની, જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનદાયક હોય છે.

સારી ઊંઘ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. જો તમે રાત્રે સારી રીતે ઊંઘી ન કરી શકો તો ઊંઘ પૂરી નથી થતી અને તેનાથી ન માત્ર પુરો દિવસ થાક નો અહેસાસ થાય છે પરંતુ તેનાથી અનેક સમસ્યાઓનું જોખમ પણ વધે છે. એક સારી અને પર્યાપ્ત ઊંઘ તમારામાં તાજગી અને ઉર્જાવાન બનાવે છે. ખરાબ ઊંઘ માટે તમારી જીવનશૈલીની ઘણી આદતો જવાબદાર હોઈ શકે છે. જે તમને ભરપૂર અને સારી ગુણવત્તા વાળી ઊંઘ લેતા અટકાવે છે. મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરેની સામે વધારે સમય વિતાવવો, એક્સરસાઇઝ ન કરવી, સંતુલિત આહાર ન લેવો અને રાત્રે મોડાથી ઊંઘવું ખરાબ ઊંઘના કેટલાક કારણો છે.હવે પ્રશ્ન એ થાય છે કે ઊંઘની ગુણવત્તામાં સુધાર કરવા માટે અનિંદ્રા, ખરાબ અને બેચેની જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે શું કરી શકો છો? ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે જીવનશૈલીમાં કેટલાક બદલાવ લાવીને અને સારી આદતોને દૈનિક જીવનમાં સામેલ કરીને તમે સ્વસ્થ ઊંઘ લઈ શકો છો. તો આજે અમે આ લેખના માધ્યમથી તમને એવા 10 બદલાવ જણાવવા જઈ રહ્યા છે જેનાથી સારી ઊંઘ આવશે. 

ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જીવનશૈલી માં બદલાવ:-

1) સવારનો થોડો સમય તાપમાં વિતાવો:- સારી ઊંઘ માટે એવો પ્રયત્ન કરવો કે તમારે દિવસની શરૂઆતમાં થોડો સમય તાપમાં વિતાવવો. આમ કરવાથી મગજમાં સેરોટોનીનના સ્તરમાં વધારો આપવામાં મદદ મળે છે અને શરીરને ઊર્જા મળે છે. 2) પગમાં ઘી થી માલિશ કરો:- જો રાત્રે સૂવાના 30 મિનિટ પહેલા તમે ઘીને ગરમ કરીને પગમાં અને પગના તળવાની માલીશ કરશો તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે.   

3) ડિનરમાં હાઈ પ્રોટીન ખોરાક લો:- આ ઊંઘની ગુણવત્તામાં સુધાર કરશે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સાથે જ હોર્મોન્સનું સંતુલન રાખે છે.4) સવારમાં બદામ ખાઓ:- સવારના સમયમાં આખી રાત પાણીમાં પલાળેલી ચારથી પાંચ બદામ જરૂર ખાઓ, કારણકે તેમાં ઝીંક, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ હોય છે જે ઊંઘમાં વધારો કરે છે. 

5) રાત્રે શક્કરિયા ખાઓ:- તમે સાંજે નાસ્તા ના રૂપમાં શક્કરિયા નું સેવન કરી શકો છો. આ શરીરમાં મેલાટોનીનના ઉત્પાદન ને ઉત્તેજિત કરે છે અને એનર્જી વધારે છે.

6) સવારમાં અંજીર ખાઓ:- તમે સવારમાં પલાળેલા કે સૂકા અંજીરનું સેવન કરી શકો છો. આ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે અને હોર્મોન્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.7) સાંજે ચા કે કોફી ન પીવી:- આમાં કેફિન હોય છે જે તમારી ઊંઘની ગુણવત્તા ને અસર કરે છે અને બેચેનીનુ ઊંઘનું કારણ બને છે.

8) એક્સરસાઇઝ કરો:- નિયમિત એક્સરસાઇઝ કરવાથી રાત્રિમાં સારી ઊંઘ લેવામાં મદદ મળે છે પરંતુ રાત્રે કે સુતા પહેલા એક્સરસાઇઝ કરવાથી બચવું. આ શરીરને શાંત અને ઊંઘની ગુણવત્તા ને સારી બનાવવામાં મદદ કરે છે.9) ઊંઘવાના ત્રણ કલાક પહેલા ડિનર કરો:- તમારે રાત્રે સૂવાના ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક પહેલા તમારું ડિનર કરી લેવું જોઈએ કારણ કે તેનાથી ભોજન નું પાચન અને ચયાપચન સરળતાથી થઈ જાય છે.

10) ડિનર બાદ કેમોમાઈલ ચા પીવો:- આનાથી ઊંઘમાં વધારો આપવાના અને સોજા ને ઘટાડવામાં મદદ મળે છે. તણાવ અને ચિંતા ની ભાવના ઓછી થાય છે, મન શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે. જીવન શૈલીમાં આ સરળ બદલાવો સાથે તમે અનિંદ્રા કે ઊંઘ ન આવવાની સમસ્યાથી સરળતાથી છૂટકારો મેળવી શકશો. તેથી સારી ઊંઘ લાવવા માટે આ બદલાવને તમારા જીવનનો હિસ્સો બનાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment