ઘડપણમાં ક્યારેય નહિ આવે પૈસાની તંગી, અને દર મહિને મળશે રોકડા 12 હાજર રૂપિયા… જાણો ઘડપણના લાકડીના ટેકા સમાન આ યોજનાની સંપૂર્ણ માહિતી….

મિત્રો તમે કદાચ એવી કોઈ યોજનામાં પોતાનું રોકાણ કરીને પોતાના પૈસા સેવ કરતા હશો. કોઈ પણ યોજનામાં પૈસાનું રોકાણ કરવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત થાય છે. જો કે દરેક લોકો નાની મોટી કોઈ પણ LIC ની સ્કીમમાં પોતાનું રોકાણ કરે છે. પરંતુ જો તમે પેન્શન યોજના માટે પોતાનું રોકાણ કરવા માંગતા હો, તો તમે LIC ની એક ખુબ ફાયદાકારક સ્કીમમાં ભાગ લઈ શકો છો.

ભારતમાં ભારતીય જીવન વીમા નિગમ એકમાત્ર સાર્વજનિક ક્ષેત્રની લાઈફ ઇન્શ્યોરન્સ કંપની છે. તે 2000 થી વધુ શાખાઓ અને 14 લાખથી વધુ એજન્ટોની સાથે ભારતની સૌથી મોટી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની છે. રોકાણ માટે ભારતીય જીવન વીમા નિગમ કરોડો ભારતીયોની પસંદ છે. સુરક્ષિત રોકાણ અને તેના પર સારું રિટર્ન આપતું હોવાથી કંપની દેશમાં ઘણી લોકપ્રિય બની છે.

60 વર્ષની ઉંમર પછી પેન્શનથી જોડાયેલી યોજનાઓ તો ઘણી છે, પરંતુ કેવું રહેશે જો તમને 40 ની ઉંમર પછી જ પેન્શન મળવાનું શરૂ થઈ જાય. એલઆઇસી એક આવી જ યોજના પોતાના ગ્રાહકો માટે ચલાવે છે. આ છે એલઆઇસીની સરળ પેન્શન યોજના. એલઆઇસી સરળ પેન્શન યોજનામાં તમે 40 ની ઉંમરથી પેન્શનનો લાભ લઈ શકો છો.

એકીકૃત કરવાની રહેશે રકમ : એલઆઇસીની આ પોલિસી લેવા માટે તમારે રોકાણ એકીકૃત કરવાનું હોય છે અને પછી તમને આખું જીવન પેન્શન મળી શકે છે. તેમજ પોલિસી ધારકના મૃત્યુ પછી તેના નૉમિનીને રોકાણની બધી જ રકમ પાછી આપવામાં આવે છે. જેટલા પેન્શનથી શરૂઆત થાય છે, તેટલું જ પેન્શન આખી જિંદગી મળતું રહે છે. આ યોજના માટે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 80 વર્ષની છે. આ સ્કીમને તમે એકલા કે, પતિ-પત્ની સાથે મળીને પણ લઈ શકો છો. પોલિસી ધારક આ પોલિસી શરૂ થયાના 6 મહિના પછી ગમે ત્યારે સરેંડર કરી શકે છે.

પેન્શન મેળવવાના ચાર વિકલ્પ છે : એલઆઈસી સરળ પેન્શન યોજનામાં પેન્શન મેળવવા માટે ચાર વિકલ્પ હોય છે. ગ્રાહક માસિક, ત્રિમાસિક અને છમાસિક અથવા વર્ષનું પેન્શન લઈ શકે છે. માસીક પેન્શન ઓછામાં ઓછું 1000 રૂપિયા, ત્રિમાસિક પેન્શન ઓછામાં ઓછું 3,000 રૂપિયા, છમાસિક પેન્શન ઓછામાં ઓછું 6,000 રૂપિયા અને વાર્ષિક પેન્શન ઓછામાં ઓછું 12,000 રુપિયાનું રહેશે. અહીં વધુમાં વધુ પેન્શન રકમની કોઈ મર્યાદા નથી. ઉદાહરણ માટે જો તમારી ઉંમર 42 વર્ષ છે અને તમે 30 લાખ રૂપિયાની એન્યુટી ખરીદો છો, તો તમને 12,388 રૂપિયા દર મહિને પેન્શનના રૂપમાં મળે છે.

લોનની પણ છે સુવિધા : આ યોજનામાં લોનની સુવિધા પણ મળે છે. ગ્રાહક યોજના શરૂ થયાના છ મહિના બાદ લોન માટે આવેદન કરી શકે છે. તેમજ જો તમને કોઈ બીમારીના ઈલાજ માટે પૈસાની જરૂર હોય, તો તમે પોલિસીમાં જમા પૈસા પણ પાછા કાઢી શકો છો. પોલિસી સરેંડર કરવાથી ગ્રાહકને બેસ પ્રાઇસના 95 ટકા ભાગ પાછો મળી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment