પાણીમાં ઘોળી પિય લ્યો આ સામાન્ય પાંદડા, ઝડપથી અને પાણીની જેમ ઓગળી જશે શરીરની બધી ચરબી… શરીર થઈ જશે એકદમ પાતળું, ફિટ અને આકર્ષક….

મિત્રો આપણા શરીરમાં ચરબીનું જામવું એ દરેક લોકોની સમસ્યા બની ગઈ છે અને આથી જ આપણે વજન ઓછુ કરવા અથવા તો ચરબી ઓછી કરવા માટે જીમ અથવા તો ડાયેટિંગ કરીએ છીએ. પણ તેનાથી થોડો સમય સારું રહે છે. પણ જો તમે ખરેખર વજન ઓછુ કરવા માંગતા હો તો તમારે તેની માટે આ ઘરેલું ઈલાજ કરવો જોઈએ. જેમાં તમારે માત્ર અમુક પાંદડાઓ પાણીમાં ઓગાળીને પીવાના છે. ચાલો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. 

સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે, જે માત્ર તમારી સુંદરતા જ ઓછી નથી કરતું પરંતુ તેનાથી તમને ડાયાબિટીસ, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર અને ત્યાં સુધી કે કોરોના વાઇરસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકો માટે વજન ઘટાડવું એક મોટી સમસ્યા છે. 

વજન કેવી રીતે ઘટાડવો?:- સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે અમુક લોકો કેલેરીમાં કટૌતી કરીને, કઠોર વ્યાયામ કરીને અને ડાયટ કંટ્રોલ કરીને પણ વજન ઘટાડી શકતા નથી. જો તમે પણ એ લોકો માંથી જ હોય તો, તમે વજન ઘટાડવાના અમુક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.વજન ઘટાડવા માટે તમે તમારી આસપાસ અમુક પ્રકારના પાંદડાની મદદ લઈ શકો છો. અમુક પાંદડા છે જે, તમને તમારા રસોડામાં મળી શકે છે અને તે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ પાંદડા, તેના ઉપયોગો અને તેના ફાયદાઓ વિશે નીચે જણાવવામાં આવ્યું છે. 

1) વજન ઘટાડવા માટે કોથમરી:- કોથમરી ભારતીય રસોઈનું એક મહત્વપૂર્ણ તત્વ છે. તે માત્ર રસોઈને જ સ્વાદિષ્ટ નથી બનાવતી પરંતુ સાથે સાથે તેને રંગ પણ પ્રદાન કરે છે. કોથમરીમાં ઘણી માત્રામાં વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે અને તે મેટાબોલીજ્મ અને વજનને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ અસરકારક છે. કોથમરીમાં ફોલીક એસિડ, મેગ્નેશિયન અને વિટામિન બી ઘણી માત્રામાં જોવા મળે છે અને તેને સલાડ અને લીલી ચટણીના રૂપમાં ખાવામાં આવે છે.2) વજન ઘટાડવા માટે તુલસીના પાંદડા:- ભારતીય ઘરોમાં તુલસીના પાંદડાને પવિત્ર ગણવામાં આવે છે અને તે દરેક ઘરમાં જોવા મળે છે. આ છોડથી સ્વાસ્થ્યને અનેક અદ્ભુત ફાયદાઓ મળે છે. તુલસીને આહારના રૂપમાં લેવાની અનેક રીત છે અને તેમાં સરસ સ્વાદ પણ હોય છે. તુલસીની ચા તમારી દિનચર્યામાં સૌથી સ્વસ્થ પેય પદાર્થોમાંથી એક છે. અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સવારે પાણીમાં 5 થી 6 તુલસીના પાંદડા લેવાથી શરીરના ઝેરી તત્વો દૂર થાય છે અને મેટાબોલીજ્મ વધે છે. તે સિવાય તુલસી પ્રાકૃતિક રૂપથી પાચનશક્તિ પણ વધારે છે. 

3) વજન ઘટાડવા માટે પાલકના પાંદડા:- પાલક સૌથી સ્વસ્થ લીલા શાકભાજીઓ માંથી એક છે. તેમાં આયરન અને ફાઈબર ભરપૂર હોય છે. પાલકથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે. વજન ઘટાડવામાં મદદ મેળવવા માટે તમારા આહારમાં એક કપ પાલકને સમાવિષ્ટ કરી શકાય છે. પાલકનો ઉપયોગ વિભિન્ન શાકભાજીઓ અને ડ્રિંક તેમજ સ્મૂદીમાં કરી શકાય છે.4) વજન ઘટાડવા માટે લીમડાના પાંદડા:- લીમડાનો રસ પીવાથી અલગ-અલગ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડવામાં મદદ મળે છે. લીમડાના પાંદડાનો રસ લીમડાના તાજા પાંદડામાંથી કાઢવામાં આવે છે. લીમડાનો રસ નિયમિત રૂપથી પીવાથી મેટાબોલીજ્મ વધે છે અને વ્યક્તિનું પેટ સાફ રહે છે. લીમડો શરીરની ફૈટને કાપે છે, તેનાથી વજનને નિયંત્રણમાં રાખવામા મદદ મળે છે. 

5) વજન ઘટાડવા માટે મીઠો લીમડો:- મીઠો લીમડો દક્ષિણ ભારતની રસોઇની એક મહત્વપૂર્ણ સામગ્રી છે, જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તેમાં જોવા મળતા તત્વો શરીરની ફૈટ ઘટાડવા, મેટબોલિક રેટ વધારવા અને શરીરમાં ફૈટનું નિર્માણ ઘટાડવામાં ઉપયોગી બની રહે છે. તે લોહીને સાફ કરે છે અને ડાયાબિટીસનો ઈલાજ કરે છે. આમ આ પાંદડાઓના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા શરીરની વધારાની ચરબી ઓછી થાય છે. અને તમે ઝડપથી વજન ઓછો કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment