શરીરમાં આ વસ્તુ ની ખામી થતા જોવા મળે છે આ 5 સંકેત .. જડમૂળથી દૂર થશે આ તકલીફો કરો આ ઘરેલુ ઉપાય

વિટામિનની ખામીના કારણે આપણા વાળ ઉતરે છે અને ખોડો થાય છે. વિટામિન એ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ન મળવાથી આ સમસ્યા થતી હોય છે. હુષ્ટપુષ્ટ શરીર માટે વિટામિન ખુબ જરૂરી છે. વિટામિનની ખામીના કારણે ત્વચા તેમજ હાડકાનો દુઃખાવો થઈ શકે છે. વિટામિન બી 3, બી 2 અને બી 6 એ આપણા શરીર માટે જરૂરી છે. તો ચાલો તેના વિશે જાણીએ.

પોષક તત્વો ઓછા હોવાના કારણે ખોડાની સમસ્યા થઈ શકે છે, આવું વિટામિન બી 3, બી 2 અને બી 6ની ખામીના કારણે થાય છે. આથી તેનાથી બચવા માટે તમારે વિટામિન યુક્ત આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરવો જોઈએ. તેમજ યોગ્ય રીતે પોતાના શરીરનું સંતુલન જાળવવું જોઈએ.હેલ્દી રહેવા માટે શરીરમાં બધા પોષક તત્વો હોવા જરૂરી છે. સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોનું માનવું છે કે વિટામિનની ખામીના કારણે લોકો કેટલાક રોગોથી ઘેરાઈ શકે છે. આ કોઈ પણ ઉંમરના લોકોને ઘેરી શકે છે. આ માટે વિટામિન એ, બી, સી, ડી, ઇ, બી-કોમ્પલેસ અને કે ની જરૂર હોય છે. ફક્ત હેલ્દી થવા માટે જ નહિ પણ મગજને પણ ખુબ જ સક્રિય રાખવા માટે પણ યોગ્ય ખાન-પાન જરૂરી છે. જો ડાયટમાં યોગ્ય વિટામિન યુક્ત ખોરાક ન હોય તો વિટામિનની ખામી થઈ શકે છે. આ માટે તે જાણવું જરૂરી છે.

વિટામિનની ખામીના કારણે આંખ અને હાડકા નાજુક થવા લાગે છે. જ્યારે વિટામિન બી  ના બધા કોમ્પ્લેક્સ શરીરને હેલ્દી રાખવા માટે જરૂરી છે. ત્વચા અને મગજને સ્વસ્થ રાખવા માટે વિટામિનનું હોવું ખુબ જ જરૂરી છે. આની ખામીના કારણે ચરબી અને લોહીની ખામી પણ થઈ શકે છે.ત્યાં વિટામિન સી અને ડી એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક થાય છે. તેનાથી શરીરના બધા જ કામ સારા થાય છે. જ્યારે આની ખામીના કારણે થાક, પગમાં પીડા, નબળાઈ, અને હાડકા નાજુક થઈ શકે છે. વજન વધવાની પણ ફરિયાદ થઈ શકે છે. આ સિવાય વિટામિન ઇ એ સ્કીન માટે અને વાળ માટે ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે ક્યાં 5 લક્ષણોથી વિટામિનની ખામીથી થાય છે.

ખોડો : પોષક તત્વોની ખામીના કારણે ખોડાની સમસ્યા થઈ શકે છે. ફક્ત વાળમાં જ નહીં પણ ખોડો છાતી, ચહેરા અને પીઠ પર પણ જોવા મળે છે. આ વિટામિન બી3, બી2 અને બી6 ની ખામીથી થઈ શકે છે.

વાળ ઉતરવા : વિટામિનની ખામીના કારણે વાળ ઉતરવા એ એક સામાન્ય લક્ષણ છે. 50 વર્ષ પહેલા પણ કેટલાક લોકોને વાળ ઊતરવાની સમસ્યાથી પરેશાન થતા હતા. આની પાછળ વિટામિનની ખામી હોય શકે છે. બાયોટિન એ વિટામિન બી નું જ એક રૂપ છે. જે વાળનાં વિકાસ માટે જરૂરી છે. જ્યારે તેની ખામી શરીરમાં ઓછી થાય છે ત્યારે વાળ ઉતરવાના શરૂ થાય છે.આ પણ છે વિટામિનની ખામીનું લક્ષણ : શરીરમાં જો લાલ અને સફેદ રંગનાં દાણા નીકળે છે તો સચેત થઈ જાવ. આ દાણા ગાલ, હાથ અને જાંધ પર પણ નીકળી શકે છે. આ વિટામિન એ અને સી ની ખામીથી થઈ શકે છે. આ સિવાય મોં માં છાલા અને તૂટેલા નખ અથવા નાજુક નખ પણ આ ખામી તરફ ઈશારો કરે છે.

ક્યાં ફૂડથી દૂર કરીએ આ ખામી : વિટામિનની ખામીને દૂર કરવા હેલ્થી ડાયટને ફોલો કરવું જરૂરી છે. ઉગાવેલા અનાજ, મીટ, માછલી, ઈંડા, દૂધના ઉત્પાદન, દાળ, લીલી શાકભાજી, સૂખો મેવો અને સીડ્સમાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. આમ તમે યોગ્ય ડાયટ દ્વારા પોતાનામાં રહેલ વિવિધ વિટામીનની ખામીને પૂરી કરી શકો છો. તેમજ તંદુરસ્ત શરીર રાખી શકો છો. જે જીવન માટે ખુબ જરૂરી છે.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment