99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…

99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 99%  લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત.. 💁

મિત્રો જ્યારે વજન ઘટાડવાની અથવા તો ચરબી ઓછી કરવાની વાત આવે છે ત્યારે લીંબુ એક માત્ર એવું ફળ છે કે જેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુમાં વિટામીન સી અને સીટ્રીક એસિડની માત્રા વધારે હોય છે જે આપણી ત્વચા તેમજ પાચન સંબંધી ઘણી સમસ્યાઓ માટે લાભદાયી સાબિત થાય છે.

Image Source :

મિત્રો જ્યારે વજન વધી ગયો હોય ત્યારે લોકો તેવી સલાહ આપતા હોય છે કે રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ મિત્રો ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે સવારે ખાલી પેટ લીંબુ પાણીનું સેવન કરવાથી પણ વજનમાં કોઈ ઘડાટો નથી થતો અને ચરબી પણ હોય એટલી જ રહે છે. ઘણા લોકો લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવે છે તો ઘણા લોકો ચરબી ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરી તેનું સેવન કરતા હોય છે.

પરંતુ મિત્રો તમારી ચરબી ત્યાં સુધી નહિ ઘટે જ્યાં સુધી તમે તેનું સાચી રીતે સેવન નહિ કરો. તો ચાલો જાણીએ કે વજન ઘટાડવા લીંબુનું કંઈ રીતે સેવન કરવું જોઈએ જેથી લીંબુથી થતા દરેક ફાયદા આપણે મેળવી શકીએ અને વધેલી ચરબીને ઝડપથી ઘટાડી શકીએ.

Image Source :

પરંતુ મિત્રો સાચી રીત જાણતા પહેલા આપણે એવી સામાન્ય ભૂલોની વાત કરીએ જેને લોકો લીંબુ પાણી બનાવતી વખતે કરે છે. મિત્રો તમે જોયું હશે કે લોકો ગરમીમાં લીંબુ પાણી બનાવે ત્યારે તેમાં ખાંડ ઉમેરતા હોય છે. ખાંડ સ્વાદ તો વધારે છે પરંતુ તે લીંબુની અસર ઘટાડે છે જેથી વજન ઘટવાને બદલે વધે છે.

તમે ખાંડની જગ્યાએ મધ પણ ઉમેરી શકો પરંતુ તેના માટે પણ એક શરત છે કે તમારે ક્યારેય મધને ગરમ પાણીમાં મિક્સ ન કરવું જોઈએ. કારણ કે ગરમ પાણીમાં મધ ઉમેરી તેનું સેવન કરવાથી તેની આપણા શરીર પર ઉંધી અસર થાય છે. હંમેશા પાણીને થોડું ઠંડુ થવા દો નવશેકું થાય એટલું અને ત્યારબાદ તેમાં મધ ઉમેરવું જોઈએ. ત્યારબાદ તેમાં લીંબુ ઉમેરવું જોઈએ. એક વાત ખાસ યાદ રાખવી કે આ પાણી જો ઠંડુ થઇ જાય તો તેને પાછુ ગરમ કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.Image Source :

ચાલો હવે જાણીએ લીંબુનું સેવન કરવાની સાચી રીત જેથી તેનો વધારે ફાયદો ઉઠાવી શકો. તો મિત્રો ઘણા લોકોને નથી ખબર હોતી લીંબુના રસ કરતા તેની છાલમાં વધારે ગુણ હોય છે. લીંબુની છાલમાં દસ લીંબુના રસ જેટલા ગુણ હોય છે. પરંતુ વધારે પડતા લોકો લીંબુના રસને કાઢી તેની છાલને કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે લીંબુની છાલ વજન ઘટાદવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.

લીંબુની છાલનો ઉપયોગ કરવા હંમેશા એવા લીંબુ પસંદ કરો જેની છાલ જાડી હોય. હવે તમારે સૌપ્રથમ લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને છીણીને તેનું છીણ બનાવી લેવાનું છે. કારણ કે લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજનને ઝડપથી ઘટાડવા માટે મદદરૂપ નીવડે છે. મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે લીંબુને છીણતી વખતે કે તેની ઉપર જે પીળા રંગની પરત છે તેને જ છીણવાની છે સફેદ રંગની પરત હોય તેને છીણવાની નથી.Image Source :

લીંબુની ઉપરની પીળી પરતનું છીણ બનાવ્યા બાદ લગભગ 250 ml પાણીને ગરમ કરો. પાણી ગરમ થઇ જાય ત્યારબાદ તેને કોઈ ગ્લાસમાં કાઢી લો. ત્યારબાદ તે પાણીમાં આપણે જે લીંબુનું છીણ બનાવ્યું છે તેને ઉમેરી દો. ત્યારબાદ તેને બે થી ત્રણ મિનીટ સુધી ઢાંકીને રાખી દો જેથી તે થોડું ઠંડુ થઇ જાય.

ત્યારબાદ પાણી પી શકાય તેટલું ઠંડુ થઇ જાય ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દો અને ત્યારબાદ તેનું સવારે ખાલી પેટ  સેવન કરો. સ્વાદ માટે તમે તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો.

વજન ઘટાડવા માટે સામાન્ય રીતે લીંબુ પાણી પીવાને બદલે જો આ રીતે લીંબુની છાલ વાળું પાણીનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવામાં આવે તો તમને શરૂઆતના સાત દિવસમાં જ તમારા શરીરમાં તેની અસર જોવા મળશે. તમને પોતાને જ એવો અનુભવ થશે કે તમારું વજન અને ચરબી ખાસ કરીને પેટની ચરબી ઘટવા લાગ્યા છે. મિત્રો માત્ર આ જ સમસ્યા નહિ પરંતુ અન્ય સમસ્યાઓમાં પણ લાભદાયી થશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment