જાણો પ્રેગ્નેન્સીમાં મહિલાએ સ્કુટી ચલાવવી જોઈએ કે નહિ ? જો ચલાવે તો શું થાય ? 99% મહિલાઓ નથી જાણતી આ સાચી માહિતી…

મિત્રો ગર્ભાવસ્થામાં મહિલાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પણ આજના સમયમાં મહિલાઓ પોતાના દરેક શોખ પુરા કરવા માંગે છે. આથી તે આ સમય દરમિયાન પણ સ્કુટી ચલાવવાનું પસંદ કરે છે. પણ તમારો આ શોખ તમને ભારે પડી શકે છે. સાથે બાળકને પણ તેની અસર થઇ શકે છે. પ્રેગનેન્સી એક મુશ્કેલ સમય છે. જેમાં મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેની નાની એવી ભૂલ પણ માતા અને બાળકના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.

પ્રેગનેન્સીના પહેલા ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના ખુબ જ નાજુક હોય છે. કારણ કે શરૂઆતના ત્રણ મહિનામાં મિસકેરેજ થવાનું જોખમ રહે છે. જયારે છેલ્લા ત્રણ મહિનામાં પ્રી મેચ્યોર ડીલીવરીનું જોખમ રહે છે. આ સમયે ઘણી મહિલાઓ ઓફીસ જાય છે અને ઓફીસ જવા માટે સ્કુટી અથવા ટુ વ્હીલરની મદદ લે છે. જો કે ગર્ભવતી મહિલાને એ જાણ નથી હોતી કે તેણે ક્યાં મહિનાથી પરિવહન ના આ સાધનોનો ઉપયોગ કરવાનું બંધ કરવું.પ્રેગનેન્સી માં મહિલાઓએ સ્કુટર અથવા થ્રી વ્હીલરની જગ્યાએ પરિવહન ના વધુ સુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ટુ વ્હીલર જેમ કે મોટર બાઈક, સ્કુટર અથવા સ્કુટી, ઓટો રીક્ષા, કાર, ટ્રેન અથવા મેટ્રો ની તુલનામાં ઓછા સુરક્ષિત છે. આ સાધનોમાં મહિલાને ઈજા થવાની સંભાવના રહેલી છે. જો તમે પ્રેગનેન્ટ છો તો તમારે એ જાણી લેવું જોઈએ કે આ સમયે ટુ વ્હીલર ચલાવવું જોઈએ કે નહિ.

પ્રેગનેન્સીમાં સ્કુટી ચલાવવી યોગ્ય છે?:- સામાન્ય રીતે ડોક્ટર પ્રેગનેન્સીમાં સ્કુટર ચલાવવાની સલાહ નથી આપતા. પણ તમારે ચલાવવું જ છે તો એક વખત ડોક્ટર સાથે વાત કરી લો. બની શકે છે કે ડોક્ટર તમને પહેલા ત્રણ મહિનામાં સ્કુટર ચલાવવાની અનુમતિ દે. પણ બેબી બમ્પ દેખાવાનું શરુ થશે એટલે તમને સ્કુટર ચલાવવાની મનાઈ કરશે. ટુ વ્હીલર ચલાવવા અથવા તેના પર બેસવાની સલાહ પ્રેગનેન્સીમાં આપવામાં નથી આવતી. કારણ કે તેનાથી ગર્ભવતી મહિલાને પરેશાની થઇ શકે છે. શું કહે છે ડોક્ટર?:- એક્સપર્ટ જણાવે છે કે પ્રેગનેન્સીની શરૂઆતમાં સડક ના ખાડાઓ અથવા ઝટકાથી મિસકેરેજ નો ડર રહે છે. જયારે કોઈ દુર્ઘટના થાય છે તો પેટમાં રહેલ બાળકને નુકશાન થઇ શકે છે. જો તમારી પ્રેગનેન્સીમાં કોઈ સમસ્યા છે અથવા તમને બ્લીડીંગ પ્રોબ્લેમ છે અથવા થાક વધુ રહે છે તો તમે ટુ વ્હીલર ચલાવવાથી બચો. 

પ્રેગનેન્સીની શરૂઆતમાં:- પ્રેગનેન્સીની શરૂઆતમાં ઉલટી, ઉબકા, થાક અને ચક્કર આવવા ની સમસ્યા રહે છે. જેના કારણે તમને ડ્રાઈવિંગ કરતી વખતે સંતુલન બનાવી રાખવામાં પરેશાની રહે છે. ટુ વ્હીલર પર બેલેન્સ બનાવી રાખવા માટે શારીરિક બેલેન્સ રાખવું જરૂરી છે. અને સ્કુટી ચલાવવાથી તમને થાક લાગે છે.જયારે બેબી બમ્પ દેખાવા લાગે:- બેબી બમ્પ દેખાવા પર સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાય છે. તમારૂ શરીર પણ ડીલીવરી માટે રીલેક્સ થવા લાગે છે. આ વસ્તુઓને કારણે તમને સ્કુટી બેલેન્સ અને કંટ્રોલ કરવામાં મુશ્કેલી થાય છે. જયારે મોટા બેબી બમ્પ સાથે ટુ વ્હીલર પર બેસવું વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. તેમાં પડવાની શક્યતા વધુ રહેલી છે. 

શું કરવું?:- ડોક્ટર કહે છે કે પ્રેગ્નેન્સીમાં નાની મુસાફરી માટે કાર સલામત છે. બાળકને સ્કૂલ મુકવા જાવું હોય, પોતે ઓફીસ જાવું હોય, કાર ઉપયોગી થઇ શકે છે. આ સિવાય સાર્વજનિક પરિવહન નો પ્રયોગ કરો. અથવા સંભવ છે કે હોમ ડીલીવરી પર ભરોસો કરો. જેથી તમારે બહાર ઓછુ જવું પડે. આમ ગર્ભાવસ્થામાં તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે માતા અને બાળક બંને માટે ખુબ જ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment