10 – 12 મહિનાના બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જાણો ક્યારેય શું ખવરાવવું, જાણો સંપૂર્ણ ડાઈટ ચાર્ટ.

બાળકના સર્વાંગી વિકાસ માટે તેના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે પોષક તત્વોની જરૂરિયાત હોય છે. ખાસ કરીને 6 મહિના બાદ બાળકોને માતાના દૂધ સિવાય અનેક પ્રકારના નકર પદાર્થ ખવડાવવાની વાત કહેવામાં આવી છે. તેનાથી બાળકની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે જેથી તે બીમાર નથી પડતું. સ્વાભાવિક વાત છે જ્યારે બાળકો ઓછા બીમાર પડશે તો તેમનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકશે. એવામાં નવી માતાને ખબર હોવી જોઈએ કે આખરે 12 મહિનાના એટલે કે એક વર્ષના બાળકને કેવા પૂરક આહાર આપવા જોઈએ. જેથી તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે.

પહેલી વાર માં બનેલી મહિલાઓએ 12 મહિનાના બાળકને શું ખવડાવવું જોઈએ તેના માટે ડાયટીશિયન અને ન્યુટ્રિશિયનનું કહેવું છે કે 10 થી 12 મહિના પછી નાના બાળકોનું પેટ માત્ર માતાના દૂધથી જ નથી ભરાતું. તેમને અનેક પ્રકારના નક્કર પદાર્થોનું સેવન પણ કરાવવું જોઈએ. આવો જાણીએ 12 મહિનાના બાળકનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ અને તેમાં શું શું સામેલ કરવું જોઈએ.1) વેજીટેબલ ખીચડી:- છ મહિના પછી બાળક કોઈપણ ખાવાને ચાવી નથી શકતું તેવામાં તમે તેના માટે સોફ્ટ અને મેશ ખાવાનું બનાવો. એક વર્ષના બાળકને તમે વેજીટેબલ ખીચડી ખવડાવી શકો છો તેને બાળક સરળતાથી ગળી શકે છે. સાથે જ આ ખૂબ જ હેલ્ધી પણ હોય છે. ખીચડીમાં પ્રોટીન, વિટામિન અને ખનીજ ઉપલબ્ધ હોય છે કે જે બાળકોના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

2) મેશ કરેલા બટાકા:- એક વર્ષના બાળક માટે મેશ કરેલા બટાકા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેને બાળકો ખૂબ જ સરળતાથી ખાઈ લે છે. બટાકામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ઉપલબ્ધ હોય છે, કે જે બાળકના વિકાસ માટે ખૂબ જ સારું હોય છે. બટાકાનું મેશ બનાવવા માટે બટાકાને બાફી લો ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લો અને તેને બાળકને ખવડાવો.3) સફરજન ની મીઠાઈ:- સારા સ્વાસ્થ્ય માટે સફરજનનું સેવન કરવું ખૂબ સારું માનવામાં આવે છે. એક વર્ષના બાળકને તમે સીધું સફરજન ખવડાવી નથી શકતા. તેવામાં તમે તેના ડાયટમાં સફરજનને સામેલ કરવા માટે સફરજન ની મીઠાઈ બનાવી શકો છો. તેને બનાવવા માટે સફરજન લો. તેની છાલ ઉતારીને ક્રશ કરી લો. હવે એક પેનમાં દૂધ ગરમ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ અને ક્રશ કરેલ સફરજન નાખીને સરસ રીતે ઉકાળી લો. જ્યારે એપલ પાઈ ઠંડુ થઈ જાય એટલે બાળકને ખવડાવો.

4) દાળ, ભાત અને દેશી ઘી:- એક વર્ષ સુધીના બાળકને તમે દાળ અને ભાત જરૂર ખવડાવો દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દાળ અને ભાતને ખવડાવવા માટે ચોખા અને દાળને પકવી લો. ત્યારબાદ દાળ અને ભાતમાં દેશી ઘી નાખીને સરસ રીતે મેશ કરી લો. હવે આ તમારા બાળકને ખવડાવો દેશી ઘી બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે.5) દૂધ:- છ મહિના પછી કેવળ માતાના દૂધથી બાળકનું પેટ નથી ભરાતું. એવામાં તમે બાળકને બહારનું દૂધ આપવાનું શરૂ કરો. સારા સ્વાસ્થ્ય માટે તમે બાળકને માત્ર સાદું દૂધ જ આપો.

આ બધા સિવાય તમે નાના બાળકોને કાકડી મગફળીની પેસ્ટ અને કેળાની પેસ્ટ આપી શકો છો. બાર મહિના પછી બાળકને કોઈપણ નક્કર આહાર આપતા પહેલા તેનો એક નાનો ભાગ આપવો. જો બાળક નાના ભાગને સારી રીતે ખાઈ શકે છે તો જ તેને રેગ્યુલર ડાયટમાં  શામેલ કરો 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment