શું બીયરના સેવનથી કિડનીની પથરી નીકળી જાય ? એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવી સાચી હકીકત.. જાણીને વિશ્વાસ નહિ આવે..

કિડની સ્ટોન(પથરી)ની સમસ્યા આજકાલ જાણે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેનાથી પરેશાન મહિલાઓની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. આ સમસ્યામાં અતિશય દુઃખાવો થાય છે. કારણ કે કિડની સ્ટોનનો દુઃખાવો એટલો ભયાનક હોય છે કે, દુઃખાવા સમયે કંઈ નથી સમજાતું કે શું થઈ રહ્યું છે. આ સમસ્યામાં પેટથી લઈને પીઠ સુધી વિચિત્ર દુઃખાવો થાય છે. આ સમયે કંઈ સમજાતું નથી કે શું કરવું જોઈએ અને શું નહિ ? આ સમયે ઘણા લોકોની એવી રાય હોય છે કે બીયર પીવાથી કિડની સ્ટોન જલ્દી નીકળી જાય છે.

પણ આ વાતને લઈને ઘણા લોકોના મનમાં શંકા હોય છે કે શું સાચે જ બીયર પીવાથી કિડની સ્ટોન નીકળી જશે. આ સિવાય તમારા મનમાં એવા વિચારો પણ હશે કે ક્યું બીયર પીવું જોઈએ, અથવા કેટલા પ્રમાણમાં બીયર પીવું જોઈએ અથવા કેવી રીતે પીવું જોઈએ ? તેમજ બીયર પીવું જોઈએ કે નહિ ? તો આજે આ અવઢવ વિશે વિશેષ જાણકારી જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.કિડની સ્ટોનના કારણો :

કિડની સ્ટોન આપણી ખરાબ લાઈફસ્ટાઈલ, શરીરમાં પાણીની કમી, કસરતની કમી, ચા-કોફીનું વધુ સેવન, વધુ પડતું તળેલું ખાવું, વધુ પડતું સ્વીટ ખાવું, ઓછું પાણી પીવું, અને યુરીન વગેરેને રોકવાથી થાય છે. આ સિવાય સ્ટોન હોવાથી મુખ્ય કારણ શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોવું.

જ્યારે મીઠું અને અન્ય મિનરલ્સ એકબીજાના સંપર્કમાં આવે છે તો સ્ટોન બનવા લાગે છે. જેને કિડની સ્ટોન કહેવામાં આવે છે. એટલે કે કિડનીમાં પથરી કેલ્શિયમ, ઓક્સલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટથી બને છે. સ્ટોનની સમસ્યા દુઃખાવો આપવાની સાથે બીજી પણ ઘણી પરેશાની આપે છે. જેને દુર કરવી ખુબ મુશ્કેલ છે. પણ સ્ટોન નાના છે તો તેને યુરીન દ્વારા બહાર કાઢી શકાય છે.શું પથરીનો ઈલાજ બીયર છે ? :

આમ તો પથરીને ખત્મ કરવાની કોઈ ટ્રીટમેન્ટ નથી. પણ થોડા ઘરેલું ઉપાયોથી નાની સાઈઝની પથરી જરૂર કાઢી શકાય છે. આ માટે વધુને વધુ પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે. પણ મોટી પથરી માટે ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. ઘણા અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રેગુલર માત્રામાં બીયર પીવાથી સ્ટોનથી છુટકારો મેળવી શકાય છે.

પરંતુ શું સાચે જ આવું થઈ શકે છે ? આ વિશે એક્સપર્ટ જણાવે છે કે, ‘બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે. પણ ધ્યાન રાખવું કે બીયર barley(જઉં) થી બનેલ હોય અને તેને પીવાથી માત્ર નાની પથરી જ નીકળી શકે છે.’એક્સપર્ટની શું કહેવું છે :

બીયર પીવાથી diuresis થાય છે. તેનાથી યુરિનના સ્ત્રાવમાં વૃદ્ધિ થાય છે. તેનાથી કિડની પર દબાણ આવે છે અને યુરીનની સાથે સ્ટોન બહાર આવી જાય છે. આથી રેગ્યુલર તેનું સેવન કરવાથી નાની સાઈઝની પથરી બહાર કાઢવામાં ફાયદાકારક છે.

જો તમે કિડનીથી પરેશાન છો તો barley(જઉં) થી બનેલી બીયરનું સેવન કરો. પણ ધ્યાન રાખો કે તેનો વધુ ઉપયોગ પણ ન કરવો જોઈએ. કારણ કે એવું જોવામાં આવ્યું છે કે, જે મહિલાઓને લાંબા સમયથી કિડનીની સમસ્યા છે તે વધુ માત્રામાં બીયર પી લે છે. જેનાથી ઉલટું થઈ જાય છે. આથી અમે તમને એ નથી કહી રહ્યા કે બીયર પીવાથી કિડની સ્ટોન નીકળી જાય છે. આથી તેને લેતા પહેલા ડોકટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment