વર્ષો જૂની કબજિયાતને દુર કરી પેટ અને આંતરડાને કરી દેશે સાફ, કરો એક ગ્લાસ આનું સેવન… પગની એડીથી લઈ માથા સુધી શરીર રહેશે એકદમ ઠંડું…

મિત્રો કબજિયાત એક એવી વસ્તુ છે જે અનેક રોગોને જન્મ આપે છે. જયારે તમારા શરીરમાં ગંદકી ભેગી થાય છે. ત્યારે શરીરમાં અનેક રોગો થવા લાગે છે. આથી જ પેટ સાફ આવવું ખુબ જરૂરી છે. ઘણા લોકોને કબજિયાતની કાયમ માટેની તકલીફ રહેતી હોય છે. તેઓ સામાન્ય રીતે કોઈ દવાનું સેવન કરીને અથવા તો નાના મોટા ઘરેલું ઉપાય કરીને તેનાથી છુટકારો મેળવી લે છે. તો આજે અમે તમને એવા એક ઉપાયમાં ખસના મૂળનું પાણીથી કબજિયાતમાં કેવી રીતે રાહત મેળવી શકાય છે તેના વિશે જણાવશું.

ખુબ જ ધોમધખતો તાપ અને ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ દરમિયાન ચાલતી ગરમ હવાઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. દિવસેને દિવસે વધતું તાપમાન તમારી પાચનક્રિયા પર અસર કરી શકે છે. તે સિવાય વધતી ગરમીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધારે થવા લાગે છે, જે આગળ જતાં ઘણા પ્રકારની સમસ્યાઓ જેવી કે, કબજિયાત, ડાયેરિયા વગેરે પાચનથી જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. જે તમારા પાચનતંત્રને અસર કરી શકે છે.

ગરમીમાં કબજિયાતની સમસ્યા થવી એ સામાન્ય સમસ્યા છે. તેવામાં ગરમીમાં કબજિયાતની સમસ્યાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે કબજિયાતથી બચવા માંગો છો તો, આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકો છો. જી હા મિત્રો, જો તમે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો, આ ભીષણ ગરમીમાં ખસના મૂળના પાણીનો ઉપયોગ કરો. આ પાણીના ઉપયોગથી કબજિયાતની સાથે સાથે અન્ય સમસ્યાઓ જેવી કે, લૂ, ડાયેરિયા વગેરેથી પણ બચાવ કરી શકાય છે. આવો જાણીએ, ખસના મૂળનું પાણી કબજિયાતની સમસ્યામાં કંઈ રીતે લાભદાયી છે ?

ખસના મૂળનું પાણી શું છે ? : ખસને વેટિવર નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક સુગંધીદાર ઘાસનો ગુચ્છો હોય છે. ભારતમાં શિયાળમાં આ ઘાસનો ઘણા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલા ઔષધિય ગુણોને કારણે, આયુર્વેદમાં તેનો ખુબ વધારે ઉપયોગ કરવામાં આવે છે. ખસના ઉપયોગથી કબજિયાત, સોજો અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ મટાડવામાં મદદ મળે છે. ખસના મૂળનું પાણી ગરમીમાં ગરમ હવાઓના સંપર્કમાં આવવાથી થતી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ખસના મૂળનું પાણી તમારા પાચનને વધારો આપે છે સાથે જ તે પાચનતંત્રને સુરક્ષિત પણ રાખે છે.

કબજિયાતમાં કંઈ રીતે લાભદાયી છે ખસના મૂળનું પાણી : ખસના મૂળનું પાણી પીવાથી આંતરડામાં રહેલી ગંદકી દૂર થાય છે. સાથે જ તે આંતરડાના માર્ગને સાફ કરવામાં પણ તમારી મદદ કરે છે. તેનાથી તમારું પાચનતંત્ર હેલ્થી રહે છે, જેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓ મટાડવામાં મદદ મળે છે. આમ તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેવાથી તમારું પેટ સાફ થઈ જાય છે.

તે સિવાય તેમાં એન્ટીઓક્સિડેન્ટ અને ક્ષારીય ગુણ રહેલા હોય છે. જે ગરમીમાં પેટને ઠંડુ રાખવામા મદદ કરે છે. તેવામાં ખસના મૂળનું પાણી ગરમીમાં પીવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ખસના મૂળનું પાણી પીવાના અન્ય લાભ : 1 ) ખસના મૂળનું પાણી પીવાથી માથાનો દુખાવો અને સોજાની સમસ્યા દૂર થઈ શકે છે.
2 ) તે તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં ખસના મૂળનું પાણી પીવાથી મસ્તિષ્કનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જે તમારા મસ્તિષ્કને શાંત કરે છે.
3 ) ખસમા સુગંધ હોય છે જે તમારા સ્ટ્રેસને દૂર કરે છે.
4 ) આ સિવાય તે અનિંદ્રાની સમસ્યા પણ દૂર કરે છે.
5 ) ખસના મૂળના પાણીમાં શીતલક ગુણ હોય છે જે ગરમીમાં તમારા માટે લાભદાયી થઈ શકે છે.

ખસના મૂળનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે તેના સેવનથી શરીરને ઘણા લાભ થાય છે. કબજિયાતથી લઈને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ખસના મૂળનું પાણી મદદરૂપ બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment