ચહેરાને ગોરો અને ગુલાબી નિખાર આપવા અજમાવો આ એક ઉપાય, ખીલ, દાગ દુર કરી ચહેરાને કરી દેશે એકદમ સાફ અને ચમકદાર….

આપણા દેશનું સ્વર્ગ એટલે કાશ્મીર અને જો પોતાની સુંદરતામાં વધારો કરવા માંગતા હો તો તમે કેટલીક કાશ્મીરી બ્યુટી ટીપ્સને અનુસરી શકો છો. આ ટીપ્સ તમને સુંદરતા વધારવામાં મદદ કરશે. સુંદર દેખાવું કોને ન ગમતું હોય છે. ચાલો તો આપણે કાશ્મીરી બ્યુટી ટીપ્સ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

કાશ્મીરને પોતાની સુંદર વાદીઓ માટે ઓળખવામાં આવે છે. કાશ્મીરી લોકોની સુંદરતા આમ પણ જગજાહેર જ છે. ખાસ કરીને અહીની છોકરીઓ પોતાની આકર્ષક સ્કીન અને ગુલાબી નિખાર માટે ખાસ ઓળખાય છે. આમ તો કાશ્મીરી વાતાવરણ અહીની રેહણીકરણી અને ખાણી-પીણી તેનું સૌથી મોટું કારણ છે પરંતુ અહીના લોકો પોતાની સ્કીન પર નિખાર જાળવી રાખવા માટે ઘણી પારંપારિક રીત અજમાવે છે. જો તમે પણ તમારી સ્કીન પર કાશ્મીરી ગ્લો જોવા માંગતા હોય તો, આ કાશ્મીરી બ્યુટિ ટિપ્સની મદદ લઈ શકો છો. અહીં અમે તમને અમુક પારંપારિક કાશ્મીરી સ્કીન કેયર ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. જેનો ઉપયોગ તમે તમારી સ્કિનને સુંદર બનાવવા માટે કરી શકો છો. આ રીત કેમિકલ ફ્રી અને સ્કીન માટે દરેક પ્રકારે ફાયદાકારક છે. 

કેસરથી નિખારો ત્વચા:- કેસર એ ત્વચા માટે સુંદરતા પ્રદાન કરવાનુ કામ કરે છે. તેનાથી ચહેરાની સુંદરમાં વધારો થાય છે. તેમજ ત્વચાને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે છે. કાશ્મીરી લોકો કેસર પ્રચુર માત્રામાં ઉપયોગમાં લે છે. કેસર સ્કિનને ગુલાબી નિખાર આપે છે. અને ફ્રી રેડિકલ્સથી સ્કિનને પ્રોટેક્ટ કરવામાં પણ મદદ કરે છે. કેસરમાં રહેલ એંટીઓક્સિડેંટ સ્કિનને લાંબા સમય સુધી જવાન બનાવી રાખવામા પણ મદદ કરે છે. તમે જો તેને દૂધમાં મિક્સ કરીને રૂથી ચહેરા પર લગાડો તો તમારા ચહેરા પર થોડા દિવસોમાં જ નિખાર દેખાવા લાગે છે. બદામથી બનાવો બેદાઘ ત્વચા:- જો તમે પોતાના ચહેરા પર કોઈપણ પ્રકારના ડાઘ દેખાવા ન માંગતા તો તમે તેના માટે બદામનો ઉપયોગ કરી શકો છો. બદામમાં પ્રોટીન, વિટામિન ઇ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર અને ફૉસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. જે સ્કીન અને સેલ્સને અંદરથી રીપેર કરે છે. તેમાં રહેલ વિટામિન ઇ ડાઘ-ધ્બ્બા દૂર કરવામાં મદદ કરે છે. તમે બદામને વાટીને મધ અને દૂધ સાથે મીક્સ કરી તેને સ્કીન પર લગાડી શકો છો. 

પિંપલ્સથી છુટકારો આપાવે છે કાશ્મીરી લસણ:- જે લોકોને ચહેરા પર ખીલની સમસ્યા છે તેના ઈલાજ માટે તે લોકો કાશ્મીરી લસણનો ઉપયોગ કરી શકે છે. તેનાથી ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કાશ્મીરી લસણમાં વિટામિન બી1, વિટામિન બી6, વિટામિન સી અને કોપર જોવા મળે છે જે સ્કીન્ન પર પિંપલ્સની સમસ્યા સરખી કરવામાં મદદ કરે છે. તે સ્કીન પરના વધારાના ઓઇલને સૂકવીને તેને પિંપલ ફ્રી બનાવે છે. 

યુથફૂલ સ્કીન માટે કહવા:- કહવા ઇમ્યુનિટી વધારવા અને સ્કીન પર ગુલાબી ગ્લો લાવવા માટે ખૂબ જ મદદ કરે છે. તેનાથી તમારી સ્કીન લાંબા સમય સુધી જવાન રહે છે અને હેલ્થી દેખાય છે. 

ડેડસ્કીન દૂર કરવા માટે અખરોટ:- અખરોટ મગજને તેજ કરવાથી સાથે ત્વચાને નિખાર આપવાનું કામ પણ કરે છે. અખરોટમાં રહેલ પોષક તત્વો તમારી ત્વચાને સુંદર અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. અખરોટમાં હેલ્થી ફૈટ, ફાઈબર, વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે જે સ્કીનને હેલ્થી બનાવે છે. તે માટે તમે અખરોટનો પાવડર લો અને તેમાં મધ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પરની ડેડસ્કીન દૂર કરવા માટે સ્ક્રબની જેમ ઉપયોગમાં લો. સ્કીનમાં નિખાર જોવા મળશે.  આમ તમે કાશ્મીરી યુવતી જેવી સુંદરતા અને નિખાર મેળવવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment