મફતમાં મળતા ફક્ત એક મુઠ્ઠી આ પાંદડા વાળને ખરતા અટકાવી બનાવી દેશે એકદમ લાંબા અને મજબૂત… જાણો ઉપયોગની સરળ રીત

મિત્રો મીઠો લીમડો એ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી તેમજ તેના અન્ય રીતે ઉપયોગથી તમે અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. આમ જો તમને ખરતા વાળની પરેશાની છે અને માથાનો દુખાવો છે તો તેના માટે તમે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. 

મીઠા લીમડામાં ઘણા ગુણ હોય છે. તમે તમારા ઘરે ખાવા માટે અથવા વઘારમાં મીઠા લીમડાનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ શું તમને ખબર છે કે મીઠો લીમડો વાળના વિકાસ અને તેને ખરતા રોકવામાં પણ અસરકારક છે. સાથે જ તે તમારા સ્કેલ્પને પણ મજબૂત બનાવે છે. જેના કારણે તમારા વાળ ચમકદાર અને મજબૂત દેખાય છે. સાથે જ તેનાથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે. વાસ્તવમાં મીઠા લીમડામાં પ્રોટીન, વિટામિન, બીટા-કેરોટિન જેવા તત્વો જોવા મળે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સાથે જ તેમાં એંટીઓક્સિડેંટ, એન્ટિહિસ્ટામિનિક, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જેનાથી વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. મીઠા લીમડાના ઉપયોગથી વાળનું ખરવાનું અને તેની શુષ્કતા પણ દૂર થાય છે. આવો વિસ્તારથી જાણીએ કે મીઠો લીમડો વાળને ખરતા રોકવામાં અને માથાના દુખાવામાં કેવી રીતે ફાયદાકારક છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. 

વાળ માટે મીઠા લીમડાના ફાયદા 

ખરતા વાળ: મીઠા લીમડાના ઉપયોગથી તમે તમારા વાળને ખરતા રોકી શકો છો. પ્રોટીનની ઉણપને કારણે ક્વાશીઓરકોર અને મરાસ્મસ જેવી બીમારીઓને કારણે વાળ ખરવા લાગે છે અને પાતળા પણ થઈ જાય છે. મીઠા લીમડામાં પ્રોટીન અને બીટા-કેરોટિન જોવા મળે છે, જે વાળના મૂળને પર્યાપ્ત પોષણ આપે છે. તેની મદદથી વાળ લાંબા અને મજબૂત બની શકે છે. તેનાથી વાળનું ખરવાનું પણ બંધ થઈ શકે છે. 

ખરતા વાળ માટે ઉપયોગ : મીઠા લીમડાના ઉપયોગ માટે તમે એક બાઉલમાં મુઠ્ઠી જેટલો મીઠો લીમડો અને 3 મોટા ચમચા દહીં લો. મીઠા લીમડાને સરખી રીતે વાટીને તેને દહીં સાથે મિક્સ કરીને સરખી પેસ્ટ બનાવી લો. પછી આ હેયર માસ્કને પોતાના સ્કૈલ્પ અને વાળના મૂળમાં લગાડીને હળવા હાથે માલિશ કરવી. આ માસ્કને તમે લગભગ 30 મિનિટ સુધી લગાડો અને માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો. તેનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વખત કરી શકો છો. 

ડેંડ્રફથી છૂટકારો 

મીઠા લીમડામાં એન્ટિફંગલ અને એંટીઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે, જે સ્કૈલ્પને ડેંડ્રફ અને શુષ્કતાથી બચાવે છે. સાથે જ તેનાથી તમારા વાળના મૂળનો સોજો પણ ઘટે છે અને માથાના દુખાવામાં પણ રાહત મળે છે. 

ડેંડ્રફથી છૂટકારો માટે ઉપયોગ : મીઠા લીમડાનો ઉપયોગ કરવા માટે તમે એક ચમચી મીઠા લીમડાનું તેલ અને કપૂરના તેલના થોડા ટીપાં સરખી રીતે મિક્સ કરો. આ મિશ્રણથી હળવા હાથે તમારા માથામાં મસાજ કરો. ત્યાર પછી તમે શેમ્પુથી વાળ ધોઈ લો. તેનો ઉપયોગ મહિનામાં બે વખત નહાતા પહેલા કરી શકો છો. 

સ્કૈલ્પને સંક્રમણથી બચાવે છે 

સ્કૈલ્પમાં સંક્રમણને કારણે તમારા વાળ ઝડપથી ખરવા લાગે છે. સંક્રમણને કારણે તમારા સ્કૈલ્પમાં ઘા પણ થઈ શકે છે. મીઠા લીમડામાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળને ખરતા રોકવાની સાથે સાથે ચમકદાર પણ બનાવે છે. તેની મદદથી સ્કૈલ્પને સાફ પણ કરી શકાય છે અને સંક્રમણ માંથી પણ બચાવી શકાય છે. 

ઉપયોગ : સંક્રમણથી બચાવ માટે તમે એક ચમચી મીઠા લીમડાનું તેલ, એક ચમચી નારિયેળનું તેલ અને અડધી ચમચી કપૂરના તેલનું મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને હળવા હાથે તમારા સ્કૈલ્પ પર લગાડીને આરામથી માલિશ કરો. લગભગ 30 મિનિટ પછી તમે તમારા વાળને ધોઈ લો. તેનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો. 

વાળના વિકાસ માટે ફાયદાકારક 

મીઠા લીમડામાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પોષકતત્વો વાળના વિકાસ માટે જરૂરી હોય છે. તે વાળને મૂળમાંથી મજબૂત બનાવીને તેને વધવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી વાળ મુરજાયેલા પણ લાગતાં નથી. 

વાળના વિકાસ માટે ઉપયોગ : વાળના વિકાસ માટે એક મુઠ્ઠી મીઠા લીમડાના પાંદડા અને 3 ચમચી નારિયેળનું તેલ લઈને એક પેનમાં ગરમ કરો. તેલને ત્યાં સુધી ગરમ કરો, જ્યાં સુધી મીઠો લીમડો કાળો ન થઈ જાય. પછી તેલને ઠંડુ કરીને પોતાના વાળના મૂળમાં સરખી રીતે લગાડો અને પછી આંગળીઓની મદદથી ધીરે ધીરે મસાજ કરો. તેને 1 કલાક સુધી સ્કૈલ્પ પર લગાડીને રહેવા દો. અને પછી વાળને શેમ્પુથી ધોઈ લો. તેનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો. 

વાળને આપો ડીપ કંડિશનિંગ : વાળની શાઈન અને ગ્રોથ માટે તેમને ડીપ કંડિશનિંગની જરૂર રહે છે. મીઠા લીમડાના ઉપયોગથી વાળને મૂળ સુધી પોષણ મળે છે. સાથે જ બે મોઢા વાળા વાળથી પણ છૂટકારો મળે છે. 

ઉપયોગ : વાળને ડીપ કંડિશનિંગ આપવા માટે તમે મીઠા લીમડાના પાંદડા અને મેહંદીના પેસ્ટમાં થોડું નારિયેલનું તેલ અથવા ઈંડું મિક્સ કરીને વાળ માટે કંડિશનિંગ પેક તૈયાર કરી શકો છો. ત્યાર પછી આ હેયર માસ્કને સરખી રીતે સ્કૈલ્પ પર લગાડવું અને 30 મિનિટ પછી વાળ શેમ્પુથી ધોઈ લેવા. તેનાથી વાળ શાઈની દેખાય છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરવો.   

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment