માત્ર એક ચમચી આ દાણા મટાડી દેશે ભલભલા રોગો, જાણી લો ઉપયોગમાં લેવાની રીત અને સાવધાની..

કલોંજીના બીજના માંથી તેલ પણ કાઢી શકાય છે. કલોંજીના તેલની અંદર બળતરા નિરોધી ગુણધર્મો, એન્ટિ-ઓક્સિડેંટ, એન્ટિ વાયરલ ગુણ અને કેટલાક પ્રકારના મિનરલ્સ પણ હાજર હોય છે, જે શરીરની કેટલીક સમસ્યાને દૂર કરે છે. તમને જણાવી દઈએ કે, કલોંજીનું તેલ વાળ ઊતરવાની સમસ્યા દૂર કરે છે અને સાથે જ સંધિવાના દુઃખાવાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજનો આ લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે, કલોંજીના તેલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને કેટલાક ફાયદાઓ થાય છે.

કલોંજીનું તેલ કોલેસ્ટ્રોલ માટે : તમને જણાવી દઈએ કે, જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યામાં છો, તો તમે બ્લેક સીડ ઓઇલ(કલોંજીનું તેલ)ના માધ્યમથી પણ આ સમસ્યાને દૂર કરી શકો છો. તેની અંદર ફેટી એસિડ હાજર હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય કલોંજીના તેલમાં ઓલિક એસિડ અને લિનોલેનિક હાજર હોય છે, જે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.સંધિવાની સમસ્યાને દૂર કરે છે કલોંજીનું તેલ : જો સંધિવાના દુઃખાવાની સમસ્યામાં છે, તો તમારે કલોંજીના તેલથી દુઃખાવાના એ લક્ષણોને દૂર કરી શકો છો. કલોંજીના તેલમાં 1 ચમચી મધ અને વિનેગરને મેળવવાનું છે. અને દિવસમાં 2 થી 3 વાર પ્રભાવિત જગ્યા પર લગાવવાનું છે. આવું કરવાથી સંધિવાના દુઃખાવાના લક્ષણો દૂર થાય છે.

પેટની સમસ્યા : જે પણ લોકોને પેટમાં દુઃખાવો, ગેસ, સોજા, અલ્સર, પેટમાં એઠન, પેટ ફૂલવું જેવી સમસ્યા થાય છે, તેને અમે જણાવી દઈએ કે કલોંજીનું તેલ આ સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. કલોંજીના તેલનું સેવન કરવાથી પેટની દરેક સમસ્યા દૂર થાય છે. જો કે તેનું સીમિત માત્રામાં સેવન કરવાનું જ્ઞાન હોવું એ ખુબ જ જરૂરી છે. તેવામાં તમારે તમારી ડાયટમાં શામિલ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.ત્વચા માટે ઉપયોગી છે કલોંજીનું તેલ : તમને જણાવી દઈએ કે ત્વચામાં ચેપ હોય કે પછી ડાગ-ધબ્બા, કલોંજીનું તેલ ત્વચાની દરેક સમસ્યાનો હલ કરે છે. ખાસ કરીને જે પણ લોકોને ખીલની સમસ્યા છે તે લોકો જો કલોંજીના તેલનો ઉપયોગ કરે છે, તો તે ખુબ જ સારું છે. જો કે તેનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લો.

વાળ માટે ફાયદાકારક છે કલોંજીનું તેલ : વાળના મૂળને મજબૂત બનાવવા માટે અને વાળને ઉતરતા રોકવા માટે કલોંજીના તેલનો ઉપયોગ કરી શકો છો. કલોંજીના તેલની અંદર એન્ટિ ફંગલ, એન્ટિ વાયરલ અને જીવાતનિરોધી ગુણ હોય છે. જે વાળને ઉતરતા રોકે છે અને સ્કેલ્પ હેલ્થનું ધ્યાન રાખે છે.યાદશક્તિ માટે કલોંજીનું તેલ : જે પણ લોકોને નબળી યાદશક્તિ હોય છે, તે કલોંજીના તેલનો ઉપયોગ યાદશક્તિને સુધારવા માટે કરે છે. જો તમે કલોંજીના તેલ સાથે ફુદીનાનાં પાનને ઉકાળો અને આ બંનેનાં મિશ્રણનું સેવન કરો. જો તમે આવું કરશો તો તમારી યાદશક્તિ તો વધશે પણ સાથે જ એકાગ્રતાની ક્ષમતામાં પણ વધારો થશે.

કલોંજી તેલનાં નુકશાન : જો કોઈ વ્યક્તિનું બ્લડ શુગર લેવલ ઓછું  હોય તો, તેણે કલોંજીનાં તેલનું સેવન ન કરવું જોઈએ. કલોંજીનું તેલ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તેવામાં ઓછા લોહીના દબાણ વાળા લોકોએ આનું સેવન ન કરવું જોઈએ.ગર્ભવતી સ્ત્રીઓએ અને સ્તનપાન કરાવતી સ્ત્રીએ કલોંજીનાં તેલનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લેવી જોઈએ. કેટલાક લોકોને કલોંજીનાં તેલથી એલર્જી હોય છે. એલર્જીમાં ઉબકા થવા, ઉલ્ટી થવી વગેરે લક્ષણ હોય શકે છે. તેમણે આ તેલનું સેવન ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment