ફક્ત એક મુઠ્ઠી મફતમાં મળતી આ વસ્તુનું સેવન, શરીરમાં થવા લાગશે આશ્ચર્યજનક ફાયદાઓ…

મિત્રો તમે માર્કેટમાં કદાચ બોર જોતા જ હશો. તેમજ તેને જોઈને ખાવાનું મન પણ થાય છે. જો કે બોર એ સ્વાસ્થ્યવર્ધક છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. કદાચ તમારા મનમાં એવો સવાલ હશે કે શા કારણે બોરનું સેવન કરવું જોઈએ. ચાલો તો તમારા આ સવાલનો જવાબ આજે અમે તમને આપી દઈએ.

ખાટા-મીઠા બોર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. નાનપણમાં સ્કૂલમાં રજા પડ્યા પછી બધાએ મીઠા-મરચાં વાળા ખાટા-મીઠા બોર ખાધા જ હશે. તમારા મનમાં પણ બોરને લઈને ઘણી બધી સોનેરી યાદો જોડાયેલી હશે. જો કે, બાળપણમાં તો આપણે બોર ખાતા સમયે તેના ફાયદાઓ વિશે ખબર ન હતી. જો તમને બોરના હેલ્થી બેનિફિટ વિશે ખબર ન હોય તો આજે તમે તેના વિશે જાણી શકો છો. વાસ્તવમાં તેમણે તેના ઘણા ફાયદાઓ વિશે જણાવ્યું છે.

બોરના તેના ઘણા ફાયદાઓ વિશે વાત કરીએ તો તેના સેવનથી અનેક વિટામિન્સ અને મિનરલ્સ શરીરને મળી રહે છે. શું આ ઋતુમાં તમે બોર ખાઈ રહ્યા છો ? તેમાં સંતરાથી વધુ વિટામિન સી રહેલું હોય છે. સાથે જ તે રસી દૂર કરવામાં સક્ષમ છે. આટલું જ નહીં ચમકતી ત્વચા માટે પણ તે રામબાણ ઈલાજ છે. આ સિવાય જે બાળકો જલ્દી જલ્દી બીમાર પડતાં હોય તેમણે પણ તેનું સેવન કરવું જોઈએ. તો આવો આ આર્ટીકલ પરથી જાણીએ કે બોરના સેવનથી તમે તમારા પરિવારને અને પોતાને કેવી રીતે હેલ્થી રાખી શકો છો. બોર શરીરને અનેક રીતે પોષણ પૂરું પાડી શકે છે.

બોર ખાવાના ફાયદા : બોર એક એવું ફળ છે જેને તમે ગમે ત્યારે ગમે તે રીતે ખાઈ શકો છો. કોઈકને તેને મીઠા-મરચાં સાથે ખાવાનું ગમે તો કોઈક તેને એમ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.

1 ) ચમકદાર સ્કીન : જો તમારી સ્કીન રૂખી છે ચમકહીન છે તો તમારા માટે બોરનું સેવન ખુબ જ ગુણકારી માની શકાય છે. જો તમે ગ્લોઇંગ સ્કીન મેળવવા ઇચ્છો છો તો બોરનું સેવન જરૂરથી કરવું જોઈએ. વાસ્તવમાં તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેંટ સારા પ્રમાણમાં જોવા મળે છે, જેની મદદથી તમે ચહેરા પર દેખાતા નિશાનને રોકી શકો છો. આટલું જ નહીં, બોરમાં જોવા મળતું વિટામિન સી ચહેરા પર પ્રાકૃતિક નિખાર લાવવામાં મદદ કરે છે.

2 ) સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે : જો તમારી ઈમ્યુન સીસ્ટમ નબળી છે તો તમે બોરનું સેવન કરીને મજબુત બનાવી શકો છો. જો દરરોજ શિયાળામાં તમે બોરનું સેવન કરો છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. વાસ્તવમાં વિટામિન સી સિવાય બોરમાં વિટામિન બી-12 અને વિટામિન એ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેંટ આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. માટે જ, જે બાળકો જલ્દી બીમાર પડે છે તેમના બોર ખાવાની સલાહ આપવામાં આવે છે.

3 ) ડેંડ્રફથી મેળવો છૂટકારો : જો તમને વાળને લગતી કોઈ તકલીફ છે તો તમે બોરનું સેવન કરીને તે તકલીફ દુર કરી શકો છો. માથામાં ખોડો થાવો એ શિયાળામાં લગભગ દરેક લોકોની મોટી પરેશાની છે. જો તમને શિયાળામાં ડેંડ્રફની તકલીફ થતી હોય તો તમારે બોરનું સેવન જરૂરથી કરવું જોઈએ. બોરમાં જરૂરી પ્રોટીન સિવાય વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ સારી માત્રામાં રહેલા હોય છે. જે વાળમાથી ડેંડ્રફ દૂર કરવાની સાથે તેને ઘાટા કરવામાં પણ મદદ કરે છે. સાથે જ જો તમે તમારા વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવવા માંગો છો તો રોજ 8 થી 10 બોરનું સેવન જરૂરથી કરવું જોઈએ. આશા છે કે બોરના સ્વાસ્થ્યકારી ફાયદાઓ વિશે જાણીને તમે તેનું સેવન કરવાનું જલ્દી જ શરૂ કરી લેશો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment