જાંબુડા ખાધા પછી ક્યારેય ન કરતા આ વસ્તુનું સેવન, નહિ તો શરીરમાં થશે ખતરનાક અસરો… જાંબુડા ખાતા પહેલા એકવાર જરૂર જાણો…

જાંબુડા ખાધા પછી ક્યારેય ન કરતા આ વસ્તુનું સેવન, નહિ તો શરીરમાં થશે ખતરનાક અસરો… જાંબુડા ખાતા પહેલા એકવાર જરૂર જાણો…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ જાંબુ એ પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. તેના સેવનથી તમને અનેક બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીમાં જાંબુના ઠળિયાનો ઔષધી રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પણ અમુક ફળ એવા પણ હોય છે જેની સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ શકે છે. આવું જ કઈક જાંબુ સાથે પણ છે તેની સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ નહિ તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પોષક તત્વોથી ભરપૂર જાંબુડા સુપરફૂડની જેમ કામ કરે છે, પરંતુ ધ્યાન રહે કે અમુક વસ્તુની સાથે તેને ભૂલથી પણ ખાવું ન જોઈએ. જાણો ખાવાની સાચી રીત. 

જાંબુડાનું સેવન સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એનીમિયામાં હિમોગ્લોબિન વધારવાથી લઈને હાર્ટ માટે અને ડાયઝેશનથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં તેનું સેવન ફાયદાકારક છે. પરંતુ ઘણી વખત ખોટી રીતે જાંબુડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ઊંધી અસર થઈ શકે છે. જો આ સિઝનમાં જાંબુડા તમારી પસંદગીનું ફળ છે, તો જાણો તેને ખાવાની સાચી રીત.

ખાલી પેટ જાંબુડા ખાવાથી પણ તમને નુકશાન થઈ શકે છે. બીજી બાજુ, જાંબુડા સ્વાદમાં ખાટા હોય છે, તો સવારે ઉઠતાં જ પહેલી વસ્તુ જાંબુડા ખાવા એસિડિટી અને પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. જાંબુડાનું સેવન ડાઇઝેશનમાં મદદ કરે છે માટે તેને જમ્યા પછી જ ખાવા જોઈએ. 

1) ખાધા પછી તરત પાણી ન પીવું:- જાંબુડા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ. તેનાથી ડાયેરિયા અને અપચા જેવી ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સારું રહેશે કે જાંબુડા ખાધા પછી 30 થી 40 મિનિટ પછી પાણી પીઓ.

2) હળદર વાળી વસ્તુઓ ના ખાવી:- જાંબુડા ખાધા પછી એવા ફૂડ ન ખાવા જેમાં હળદર હોય, તે તમને નુકસાન પહોંચાડી શકે છે. જાંબુડા અને હળદરનું એક સાથે સેવન કરવાથી તે બંને વસ્તુઓ રીએક્ટ કરી શકે છે અને તેનાથી પેટથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જાંબુડાનું સેવન કરો છો તો, તેના 30 મિનિટ પછી જ હળદર વાળી કોઈ વસ્તુ ખાવી. 

3) ડેરી પ્રોડક્ટસનું સેવન ન કરવું:- જાંબુડા પછી દૂધ પીવું કે ડેરી પ્રોડક્ટસ ખાવી પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી ગેસ, અપચો અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જાંબુડાના પૂરા ફાયદાઓ મળે તે માટે, જાંબુડા ખાધા પછી તરત દૂધ ન પીવું જોઈએ.4) અથાણાં ન ખાવા:- જાંબુડાના સેવન પછી અથાણું ન ખાવું જોઈએ. આ બંને વસ્તુઓ શરીરમાં જઈને રીએક્ટ કરી શકે છે અને પેટથી જોડાયેલી સમસ્યાઓ ઊભી કરી શકે છે. 

5) જાંબુડા ખાવાનો સાચો સમય:- જાંબુડાનું સેવન વેઇટ લોસમાં મદદ કરી શકે છે સાથે જ તેમાં રહેલ એંટીઓક્સિડેંટ કોન્ટેન્ટના કારણે તેને ખાવું સ્કીન માટે ફાયદાકારક છે. પરંતુ જાંબુડા ખાવાના તમને પૂરા ફાયદા મળે તે માટે, તેને ખાવાનો સાચો સમય પણ તમારે જાણી લેવો જોઈએ. એક્સપર્ટ મુજબ, તેને દિવસના કોઈ પણ સમયે ખાવા, પરંતુ ખાલી પેટ નહીં. જમ્યા પછી તેનું સેવન સરખું રહે છે. તે મેટાબોલીજ્મ બુસ્ટ કરે છે અને પાચન ક્રિયામાં મદદ કરે છે. 

જાંબુડા ખાધા પછી તેના ઠળિયા સ્ટોર કરી લેવા અને તેનો પાવડર બનાવી લેવો. ડાયાબિટીસના દર્દીઓ માટે તેના ઠળિયાના પાવડરનું સેવન ફાયદાકારક રહે છે. આમ જાંબુ સાથે દૂધ, પાણી, અથાણું, વગેરે ન ખાવું જોઈએ નહિ તો તમને પેટ સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. ગેસ, એસીડીટી, અપચો નો સામનો કરવો પડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!