જો દરરોજ શાકમાં લસણનો ઉપયોગ કરો છો, તો જરૂર વાંચો આ ખાસ માહિતી…લગભગ 99% લોકો નહિ જાણતા હોય લસણનું આ રહસ્ય…

મિત્રો તમે જાણો છો તેમ લસણનું સેવન તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેના સેવનથી તમે અનેક બીમારીઓ જેવી કે હાઈ બીપી કે કેન્સર સામે પણ રક્ષણ મેળવી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરની બીમારીઓ દુર કરી શકે છે. તેમજ ખુબ જ ખતરનાક બીમારીઓ સામે પણ સુરક્ષા કવચ બની રહે છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન તમને નુકશાન પણ પહોંચાડી શકે છે. ચાલો તો આપણે લસણના સેવનમાં તમારે કેટલી સાવધાની રાખવાની જરૂર છે. 

લસણ ભારતીય રસોઈમાં સૌથી વધારે ઉપયોગમાં આવતા મસાલાઓ માંથી તે સ્ટ્રોંગ સુગંધ અને સ્ટ્રોંગ સ્વાદ માટે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમજ ઘણા લોકો તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હોય છે. પરંતુ એ વાત ઘણા અધ્યયનોમાં સાબિત થઈ છે કે, લસણ અમુક પ્રકારની ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવાની સાથે સાથે તેના પરિણામોને પણ કંટ્રોલમાં રાખે છે.આયુર્વેદથી લઈને મેડિકલ સાયન્સ જ્યાં એમ માને છે કે, લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, તો તેઓ એ વાતનું પણ સમર્થન કરે છે કે, લસણ ઘણા ફાયદાઓની સાથે નુકશાન પણ પહોંચાડે છે. એવામાં સારું એ જ છે કે, તમારે લસણના ફાયદા અને નુકશાનને જાણ્યા પછી જ તેનું સેવન શરૂ કરવું જોઈએ. 

લસણના ઔષધિય ગુણ:- નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલૉજી ઇન્ફોર્મેશનની સાઈટ પર પ્રકાશિત રિસર્ચ મુજબ, લસણમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ જોવા મળે છે. તેમાં એન્ટિ-ઓક્સિડેંટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-વાઇરલ જેવા ગુણો સમાવિષ્ટ છે.કેન્સરના જોખમને મટાડવા માટે ખાઓ લસણ:- લસણ એ કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. આથી લસણનું સેવન કેન્સર વિરોધી છે એમ કહી શકાય છે. લસણના ઔષધિય ગુણોને કારણે તે કેન્સરના જોખમને મટાડવા માટે સક્ષમ હોય છે. વાસ્તવમાં, લસણમાં એન્ટિ-કેન્સર ગુણ હોય છે. જે ગંભીર અને જીવલેણ કેન્સરથી લડવાનું કામ કરે છે અને તેના પરિણામોને કંટ્રોલ કરે છે.

હાઈ બીપીને કંટ્રોલ કરે છે લસણ:- જો તમારું હાઈ બીપી વધુ હોય તો તમારે તેને કંટ્રોલ કરવા માટે લસણનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું બીપી નોર્મલ રહી શકે છે. હાઈ બીપીને ઘટાડવા માટે લસણ ખાવું ફાયદાકારક હોય છે. એક અધ્યયન મુજબ, લસણમાં બાયોએક્ટિવ સલ્ફર યૌગિક, એસ-એલલિસ્સીસ્ટી હોય છે. તે 10 mmhg સિસ્ટોલિક પ્રેશર અને 8 mmhg ડાયલોસ્ટિક પ્રેશરને ઘટાડવાનું કામ કરે છે. તે સિવાય સલ્ફરની ઉણપથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય ત્યારે પણ લસણ બ્લડ પ્રેશરને સ્થિર કરવામાં મદદ કરે છે.પરંતુ તમને જણાવી દઈએ કે લસણથી ફાયદા જ નહિ, પરંતુ ઘણા નુકશાન પણ થાય છે તો ચાલો જાણીએ લસણના અમુક સાઈડ ઈફેક્ટ. 1) લસણ મોં કે શરીરમાંથી આવતી દુર્ગંધનું કારણ બની શકે છે.
2) કાચું લસણ ખાવામાં આવે તો, છાતીમાં બળતરા અને પેટ સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
3) સર્જરી થતાં પહેલા લસણનું સેવન વધારે પડતાં સ્ત્રાવનું કારણ બની શકે છે.
4) લસણથી એલર્જીની સમસ્યા થાય છે.

નુકશાન ઓછું કરવા માટે આમ કરો લસણનો ઉપયોગ:- બપોર અથવા રાત્રિના ભોજનમાં લસણનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાય, વેજીટેબલ સુપમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ લસણની પેસ્ટ બનાવીને પણ ભોજનમાં મિક્સ કરી શકાય છે. તેની સાથે જ ધ્યાન રાખવું કે, સીમિત માત્રામાં જ લસણ તમારા આહારમાં સમાવિષ્ટ થાય. જો દરરોજ ખાલી પેટ કાચી કે સૂકી લસણની કળીનું સેવન કરતાં હોય તો, પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આમ લસણ એ અનેક રીતે ફાયદાકારક છે તો તેના નુકશાન પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment