હાઈ બ્લડ પ્રેશરના દર્દી હો તો સફરજન ખાતા પહેલા વાંચી લેજો આ લેખ, 99% લોકોને નથી ખબર હાઈ BP સફરજન ખાવું જોઈએ કે નહિ….

આપણે જાણીએ છીએ કે જયારે બ્લડ પ્રેશર ની તકલીફ વધી જાય છે ત્યારે જીવનું જોખમ ઘણું વધી જાય છે. આથી જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેઓ પોતાના ખાનપાનમાં પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. આથી જ આજે અમે તમને જો હાઈ બ્લડ પ્રેશર હોય તો તે લોકોએ સફરજન ખાવું જોઈએ કે નહિ. આથી જો તમે પણ સફરજન ને લઈને દુવિધામાં હોય તો આ લેખ તમારા મેટ ખુબ જ અગત્યનો છે. આથી અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

તમે સામાન્ય રીતે લોકોને સલાહ લેતા સાંભળ્યા હશે કે દરરોજ એક સફરજન જરૂરથી ખાવું જોઈએ, કારણ કે તે ગંભીર બીમારીઓના જોખમને ઘટાડીને તેના ઉપચાર અને બચાવમાં મદદ કરે છે. આપણે જ્યારે પણ થોડા બીમાર પડીએ છીએ કે, નબળાઈ અનુભવીએ છીએ તો ડોક્ટર તમને અમુક દવાઓ સાથે ડાયેટમાં સફરજન સમાવિષ્ટ કરવાની સલાહ આપે છે.

કારણ કે, તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી આવે છે, નબળાઈ દૂર થાય છે સાથે જ શરીરને પોષણ મળે છે. તે ખવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે, સાથે જ સ્વાસ્થ્ય માટે જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. સફરજન વિટામિન એ, બી, સી નો સારો સ્ત્રોત છે, સાથે જ તેમાં પોટેશિયમ, ફૉસ્ફરસ, મેંગેનીઝ જેવા જરૂરી વિટામીન્સ અને મિનરલ્સની સાથે જ એંટીઓક્સિડેંટ પણ રહેલા હોય છે.પરંતુ શું હાઇ બ્લડ પ્રેશરના રોગીઓએ સફરજન ખાવું જોઈએ? હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં આ દિવસોમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેનાથી પીડિત દર્દીને પોતાની જીવનશૈલી અને ખાણીપીણીમાં સુધારો કરવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામા મદદ મળે છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે ડોક્ટર ફળ અને શાકભાજીને ડાયેટમાં વધારે સમાવિષ્ટ કરવાની સલાહ આપે છે.

પરંતુ હાઇ બ્લડ પ્રેશરમાં સફરજન ખાવું જોઈએ કે નહીં, તેને લઈને લોકો ઘણા પરેશાન રહેતા હોય છે. લોકો ઘણી વખત પૂછતા હોય છે કે, સફરજન ખાવાથી બ્લડ પ્રેશર વધે છે કે ઘટે છે. આ વિષય પર વધુ જાણકારી માટે અમે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલ સાથે વાત કરી. આ લેખમાં અમે તમને તેના વિષે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.

શું હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ સફરજન ખાઈ શકે છે?:- ડાયેટિશિયન ની વાત માનીએ તો, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે અમુક વિટામિન અને મિનરલ્સ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં પોટેશિયમ અને એંટીઓક્સિડેંટ ખૂબ જ મહત્વના હોય છે. સફરજનમાં તેની ભરપૂર માત્રા હોય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, નિયમિત સફરજનનું સેવન કરવાથી ધમનીઓમાં પ્લાકના નિર્માણ અને કોલેસ્ટ્રોલને વધવાથી અટકાવવાની સાથે તેને ઘટાડવામાં મદદ મળે છે.જે હાઇ બ્લડ પ્રેશર માટે જવાબદાર પ્રમુક જોખમી કારણ છે. સાથે જ સફરજનમાં ઘૂલનશીલ ફાઈબર હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની સાથે જ હ્રદય રોગના જોખમને ઘટાડીને હ્રદયને સ્વસ્થ રાખવામા પણ મદદ કરી શકે છે. બ્લડ પ્રેશરના રોગીઓ માટે સફરજનનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. 

એક્સપર્ટ શું સલાહ આપે છે:- ડાયેટિશિયન ના મત મુજબ, તેમાં કોઈ શંકા નથી કે સફરજન ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. પરંતુ તે સિવાય તમારે જીવનશૈલીમાં અમુક બદલાવ કરવાની જરૂર છે. તમારે નિયમિત એકસરસાઈઝ કરવી જોઈએ, સાથે જ જંક, વધારે નમકીન, મસાલેદાર, તળેલું અને પ્રોસેસ્ડ ફૂડના સેવનથી દૂર રહેવું જોઈએ. સ્મોકિંગ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ. આમ સફરજન વિશેની તમારી સમસ્યાનું સમાધાન થઇ જશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment