વારંવાર થતો પેટનો દુઃખાવો નજરઅંદાજ ન કરતા, હોય શકે છે આંતરડાનું બ્લોકેજ, આ છે તેના લક્ષણો અને બચવાના ઉપાય…

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ કે કોઈને કોઈ સમસ્યાને લઈને પેટમાં દુઃખાવો થતો હોય છે. પેટમાં દુઃખાવો થવાના આમ તો ઘણા કારણો હોય છે. પરંતુ જો વારંવાર પેટમાં દુઃખાવો થવો એ આંતરડા બ્લોકેજ થવાના લક્ષણ હોય શકે છે. કેટલીક વાર ગેસ અથવા તો મળ ત્યાગ કરતી વખતે મુશ્કેલી થાય છે, જેને લોકો કબજિયાત માની લે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી કેટલીક વાર આંતરડામાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. જેને આંતરડા બ્લોકેજ પણ કહેવામાં આવે છે.

તેના કારણે ઘણી વાર ખોરાક અથવા તો પ્રવાહી પદાર્થો નાના આંતરડા અથવા મોટી આંતરડામાંથી પસાર થઈ શકતા નથી. આંતરડા બ્લોકેજ થવાના કારણે પેટમાં ઉતક અને રેસાદાર બેન્ડ થઈ જાય છે, જે સર્જરી પછી થાય છે.આંતરડા બ્લોકેજ થવાના લક્ષણો : આંતરડા બ્લોકેજના લક્ષણ છે, ગંભીર પેટમાં દુઃખાવો, જે દુઃખાવો વારંવાર થાય છે અને આપમેળે મટી પણ જાય, ભૂખ ઓછી લાગવી, કબજિયાત, ઉલ્ટી, ગેસ પાસ ન થવો, પેટમાં સોજો, પેટમાં એઠન, પેટમાં દુઃખાવો વગેરે જેવા લક્ષણોનો તમને અનુભવ થાય તો તરત જ તમારે સાવચેત થઈ જવું જોઈએ.

ઉલ્ટી અને દસ્ત એ અંદરના આંતરડાના શરૂઆતી લક્ષણો છે. જો તમે આ લક્ષણોને જાણી લ્યો, તો તમે જલ્દી તમારો ઉપચાર કરાવી શકો છો અને તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો. આ લક્ષણોમાં ઘણી વાર તમને તાવ પણ આવી શકે છે, જેથી તરત જ તમારે કોઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.આંતરડા બ્લોકેજ થવાથી થતા નુકશાન : આંતરડાની સમસ્યાના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં પ્રમુખ તો, નિર્જલીકરણ, ઇલેક્ટ્રોલાઇટ, અસંતુલન, આંતરડામાં ઉતકથી મૃત્યુ, પેટની અંદર ફોલ્લા, કિડની ખરાબ થવી, આંતરડામાં કાણું પડી જવું, તેના કારણે ચેપ લાગી શકે છે, સેપ્સિસ, રક્ત સંક્રમણ વગેરે પણ થઈ શકે છે.

ડોક્ટરને ક્યારે બતાવવું જોઈએ : આંતરડા બ્લોકેજ થવાથી કેટલાક ગંભીર પરિણામ આવી શકે છે, જેમ કે તમને પેટમાં અસહનીય દુઃખાવો થાય છે અથવા તો તમને આંતરડા બ્લોકેજ થવાના અન્ય લક્ષણો દેખાય છે તો તરત જ તમારે કોઈ નિષ્ણાંત પાસે તમારો ઈલાજ કરાવવો જોઈએ.આંતરડા બ્લોકેજથી રાહત મેળવવા માટે લેવાતો ખોરાક : જીવનશૈલીમાં અને આહારમાં બદલાવ કરીને તમે આંતરડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે થોડા નાના-નાના કોળિયા ખાવા જોઈએ, ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ, વધારે ફાઈબર વાળા પદાર્થોને ન ખાવા જોઈએ, જેવા કે કઠણ અનાજ અને નટ્સ.

કેફિનની માત્રાને ઓછી કરો, કારણ કે તેના કારણે તમને આંતરડામાં સમસ્યા થઈ શકે છે. અજમા અને  કઠોળની પરેજીને પાળો, ફળ અને શાકભાજીની છાલ કાઢીને ખાવા જોઈએ જેથી તે પચાવવામાં સરળ પડે છે. ખોરાક જ્યાં સુધી નરમ ન થાય ત્યાં સુધી તેને બાફો, નરમાશ વાળા પદાર્થોનું સેવન કરો.આંતરડા બ્લોકેજના ઘરેલું ઉપાયો : આપણી જીવનશૈલીમાં બદલાવ થવાથી પાચનશક્તિમાં પણ તેનો પ્રભાવ પડે છે. તેનાથી બચવા માટે વ્યાયામ કરો, હાઈડ્રેટેડ રહો, તણાવને ઓછું કરવાની કોશિશ કરો, ધ્રુમ્રપાન અને મદિરાનું સેવન ઓછું કરો અથવા તો બંધ કરો.

આ વાતને ધ્યાનમાં રાખો : જો તમને ઉપર બતાવેલ લક્ષણોનો અનુભવ થાય છે, તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે આ સમસ્યાનો ઉપાય જલ્દી નહીં કરો તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સિવાય તમારે તમારી ખાવા-પીવાની આદતમાં અને જીવનશૈલીમાં પણ સુધારો કરવો પડશે.

આમ મિત્રો જો તમને વારંવાર પેટમાં દુઃખાવો, ગેસ, કબજિયાત રહે છે તો તમારે તેનો સચોટ ઈલાજ કરાવવો જોઈએ. જેથી કરીને આ સમસ્યા ગંભીર બનતા પહેલા નિવારી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment