ચહેરાના બ્લેકહેડ્સથી કાયમ માટે મળી જશે છુટકારો, અપનાવો આ 5 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપાય.

મિત્રો કોઈ પણ સ્ત્રી હોય તેને સુંદર દેખાવું ખુબ જ પસંદ હોય છે. અને મહિલાઓ સુંદર દેખાવા માટે અનેક ઉપાયો પણ કરતી હોય છે. ક્યારેક કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરે છે, તો ક્યારેક મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે. પણ ઘણી વખત આ બધા ઉપાયો કરવા છતાં પણ કોઈ ફેર પડતો નથી. ચહેરાની સુંદરતા એ ખુબ જરૂરી છે. જ્યારે ચહેરા પર રહેલા બ્લેકહેડ્સ આ સુંદરતામાં દાગ લગાવે છે. આથી લોકો તેને દુર કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. પરંતુ ઘણી વાર એ બ્લેકહેડ્સ એટલા જિદ્દી હોય છે કે, ઘણા ઉપાય કરવા છતાં તેનાથી છુટકારો નથી મળતો. તો આજે અમે તમને તેના દેશી ઉપાય વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ઘણી વખત શરીરમાં રહેલ હોર્મોન્સમાં ફેરફાર થાય, બ્યુટી પ્રોડક્ટના વધુ પડતા ઉપયોગથી, ત્વચાની યોગ્ય દેખભાળ ન થવાથી, તણાવ અને બીજી ઘણી સમસ્યાના કારણે ચહેરા પર બ્લેકહેડ્સ થઈ જાય છે અને આ બ્લેકહેડ્સને દુર કરવા માટે ઘણી ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ઘણા એવા ઘરેલું ઉપચાર પણ છે જેના દ્વારા તમે બ્લેકહેડ્સને દુર કરી શકો છો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે ત્વચાના રોમ છિદ્રોમાં ગંદકી, અને તેલ જામી જાય છે તો બ્લેકહેડ્સ બનવા લાગે છે. આ બ્લેકહેડ્સ ત્વચાની સુંદરતા ખરાબ કરી દે છે. તેથી જ જો તમે બ્યુટી પ્રોડક્ટની જગ્યાએ નેચરલ રીતે તેને દુર કરશો તો તમને ઘણો ફાયદો થશે. ચાલો તો બ્લેકહેડ્સ દુર કરવાના આ ઉપાયો વિશે જાણી લઈએ.બેકિંગ સોડા : બેકિંગ સોડા એ ચહેરા પરના દાગ ઉપરાંત બ્લેકહેડ્સને પણ દુર કરે છે. આમ 2 ચમચી પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 15-29 મિનીટ લગાવી રાખો અને પછી થોડા ગરમ પાણીની ચહેરો ધોઈ નાખો. તમારો ચહેરો એકદમ ક્લીન થઈ જશે.

ગ્રીન-ટી : તમને જણાવી દઈએ કે, ગ્રીન-ટીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ડેડ સ્કીનને દુર કરે છે. અને બ્લેકહેડ્સને પણ દુર કરે છે. પાણીની અંદર સૂકાયેલ ગ્રીન-ટીના થોડા પાન નાખી તેની પેસ્ટ તૈયાર કરો. અને તેને બ્લેકહેડ્સ પર લગાવો. 15 મિનીટ પછી ચહેરો સાફ કરી નાખો. બ્લેકહેડ્સને આછો કરી નાખશે.ઈંડું : એવું માનવામાં આવે છે કે, ઈંડાનો સફેદ ભાગ બ્લેકહેડ્સ માટે ખુબ અસરકારક છે. પહેલા ઈંડાના સફેદ ભાગને મધમાં મિક્સ કરો. ચહેરા પર લગાવી તેને સુકાવા દો અને થોડા સમય પછી ચહેરો ધોઈ નાખો. તેનાથી બ્લેકહેડ્સ પણ દુર થશે અને ચહેરા પર ચમક પણ આવશે.

ટમેટા : ટમેટાની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે સ્કીન પરના બ્લેકહેડ્સને દુર કરે છે. સુતા પહેલા ચહેરા પર ટમેટાના પલ્પ લગાવો અને સવારે ઉઠીને ચહેરો ધોઈ નાખો. ચહેરા પર કંઈક અલગ જ ચમક આવી જશે અને બ્લેકહેડ્સ પણ ગાયબ થઈ જશે. તમારા ચહેરાની ત્વચા એકદમ ક્લીન થઈ જશે.તજનો પાઉડર : 1 ચમચી તજનો પાઉડરમાં લીંબુનો થોડો રસ ઉમેરો. તમે તેમાં થોડી હળદળ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો. તે રોમ છિદ્રોમાં દુર કરે છે અને ડેડ સ્કીન પણ દુર કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment