વ્રત ઉપવાસમાં ફળાહારમાં ખાઈ લો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, ભૂખ પણ નહિ લાગે અને આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી…

વ્રત ઉપવાસમાં ફળાહારમાં ખાઈ લો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, ભૂખ પણ નહિ લાગે અને આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી…

તહેવારની સિઝન હવે ચાલુ થઈ છે અને ધીમે-ધીમે શ્રાવણ પૂરો થયા પછી ગણપતિ ઉત્સવ, ત્યાર પછી નવરાત્રિ, દિવાળી અને અગિયારસ જેવા તહેવારો આવશે. આવા સમયે લોકો વ્રત, ઉપવાસ અને પૂજનમાં વધારે વ્યસ્ત રહે છે. અમુક લોકો તો એવા પણ હશે જે આખો દિવસ કંઈ પણ ખાતા નથી અને અમુક લોકો વ્રત ઉપવાસમાં ફળાહાર લેવાનું પસંદ કરે છે.

ભારતમાં વ્રત અને ઉપવાસને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેણે ઉપવાસ કે વ્રત કર્યા બાદ નબળાઈ આવી જતી હોય છે, જો તમને પણ આ સમસ્યા થાય છે તો ફળાહારમાં અમુક એવી ખાદ્ય વસ્તુઓને શામિલ કરી શકો છો. જેનાથી તમને આખો દિવસ એનર્જી મહેસુસ થશે. અમે જે ખાદ્ય વસ્તુઓ વિશે જણાવશું તે ફળાહારમાં ઉપયોગમાં લેવાટી ખાદ્ય વસ્તુઓ છે. પરંતુ લોકોને એ જાણ નથી હોતી કે એ કેટલી ઉર્જા આપે છે.

સાબુદાણા : ઉપવાસના સમયે કેમ સારા છે ? :- સાબુદાણામાં સ્ટાર્ચ વધારે હોવાના કારણે તે ઉપવાસ દરમિયાન તાકાત આપે છે. 100 ગ્રામ સાબુદાણામાં લગભગ 94 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 0.2 ગ્રામ પ્રોટીન, 0.5 ગ્રામ ડાયટરી ફાઇબર 100 mg કેલ્શિયમ, 1.2 mg આઇરન હોય છે.

શું ધ્યાનમાં રાખવું જોઈએ ? : સાબુદાણાની કોઈ પણ વાનગી તમે બનાવો ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે, તેમાં તેલનું પ્રમાણ ખુબ જ ઓછું હોવું જોઈએ. તેનું કારણ એ છે કે, સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી સાબુદાણા તેલને શોષી લે છે. તેમાં શક્તિ તો મળશે પરંતુ સાથે પેટ ફૂલવાની સમસ્યા અને આળસ પણ આવી શકે છે.

કટ્ટુનો લોટ : જો ઉપવાસના સમયે તમે માત્ર એક જ ટાઈમે ફળાહાર ખાવ છો, તો કટ્ટુના લોટને પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો. તે ભારતમાં બહુ ઓછા સ્થળોએ ઉગાડવામાં આવે છે. તે મોટાભાગે હિમાલયના વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણમાં નીલગિરિસ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં થાય છે. ભારતમાં તેનો ઉપયોગ ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી વાનગીઓ જ કરવામાં આવે છે.

કટ્ટુ ઉપવાસના સમયે કેમ છે સારું ? : કટ્ટુના લોટમાં ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરને સાફ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તે પ્રોટીન અને B-Complex વિટામિનથી ભરપૂર હોય છે, જે શરીરને તાકાત પણ આપે છે. એક સાંશોધન કહે છે કે, કટ્ટુના લોટનું સેવન બ્લડ ગ્લુકોઝ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ માટે ખુબ જ સારું છે. કટ્ટુના લોટની પૂરીઓ અને તળેલી વાનગીઓ વધારે પ્રખ્યાત છે, પરંતુ તેની વાનગીઓ વધારે પ્રમાણમાં ન ખાવી જોઈએ.

રાજગરો : જે લોકોને પોતાના આહારમાં પ્રોટીનની જરૂર હોય છે તેમણે રાજગરાનું સેવન કરવું જોઈએ.

ઉપવાસના સમયે કેમ છે સારું ? : રાજગરાનો છોડ એક પ્રકારના ફૂલ જેવો હોય છે. તાજેતરના સંશોધનને કારણે તેને અનાજની કેટેગરીમાં ઉમેરવામાં આવ્યું છે અને સુપર-ગ્રેન કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એક કપ રાજગરામાં 46 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 5 ગ્રામ ફાઇબર હોય છે. સાથે સાથે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ, આઇરન, ફોલેટ અને સેલેનિયમ જેવા મિનરલ્સ મોજૂદ હોય છે. વધુમાં તે ગ્લુટેન ફ્રી હોય છે જે તાકાત આપે છે અને વજન પણ વધારતો નથી.

કાળજી : મોટા ભાગના લોકો રાજગરાને ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેની સાથે વધુ ખાંડ ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી.

મખાના : જો તમને નાસ્તા જેવું કંઈ ખાવું ગમતું હોય, તો તમે મખાનાને દિવસમાં ચાર વાર ખાઈ શકો છો.

ઉપવાસના સમયે કેમ છે સારું ? : મખાના ખુબ જ હળવો નાસ્તો છે અને સંશોધન મુજબ તે લોહીમાં શુગર લેવલને સુધારવામાં મદદ કરી શકે છે. મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સાથે સાથે તેમાં કાર્બ્સ પણ હોય છે, જે તાકાત આપે છે. મખાનામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આઇરન હોય છે, આપણને તાકાત આપે છે.

કાળજી : મખાના તમને તાકાત આપે છે, પરંતુ તેની સાથે થોડો ભારે આહાર પણ લેવો જરૂરી છે. જેમ કે મખાનાની સાથે મગફળીનું સેવન કરો, જેથી તમારું પેટ થોડું ભરેલું રહે.

સૂકો મેવો : જો તમને મખાના હળવો નાસ્તો લાગે છે, તો તમારા માટે સૂકા મેવા ખાવા શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઉપવાસના સમયે કેમ છે સારું ? : સૂકા મેવાને સુપરફૂડ કહેવામાં આવે છે. જે પોષણ મૂલ્યમાં પણ ઉચ્ચ છે અને સાથે સાથે તાકાત પણ આપે છે. મિક્સ સૂકા મેવામાં વિટામિન, મિનરલ્સ, મેગ્નેશીયમ, પ્રોટીન આઇરન ભરપુર માત્રામાં હોય છે. અને તેમાં ઘણી વસ્તુઓ છે જે તેને સંપૂણ નાસ્તો બનાવે છે. સુકા મેવામાં અમુક માત્રામાં શુગર પણ હોય છે. જે દર્દીને માર્યાદિત પ્રમાણમાં ખાંડનું સેવન કરવાનું હોય છે તેમના માટે સુકા મેવાનું સેવન ગુણકારી સાબિત થાય છે.

કાળજી : સૂકા મેવા ખાવા વખતે આ ધ્યાનમાં રાખો કે તમે કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ વગેરે સમાન માત્રામાં મિક્સ કરો અને પછી તેનું સેવન કરો.

આ પાંચ વસ્તુઓ ઉપવાસના સમયે તમને તાકાત આપવામાં મદદરૂપ બને છે. જો કે લોકો સામોના ચોખા, ફળ, શાકભાજી, શિંગોડાના લોટની વાનગીઓ વગેરે ખાદ્ય વસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુ આ બધી વસ્તુઓની તુલનામાં આ પાંચ વસ્તુઓ શરીરને વધારે તાકાત આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!