સોના કરતા પણ મોંઘા છે આ બીજના ફાયદા, જેને તમે કચરામાં ફેંકી દો છો. પુરુષોની ગેમ તેવી કમજોરી દૂર કરી હાડકા અને ઇમ્યુનિટી કરી દેશે મજબૂત…

આંબલીને ખાઈને તેના બીજને આપણે ફેંકી દઈએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ બીજનો ઉપયોગ કરીને ઘરેલું સ્તરે અનેક રોગોથી બચી શકાય છે. આંબલીનો ઉપયોગ લગભગ દરેક લોકોના ઘરોમાં થતો હોય છે. વાનગીઓને ખાટી-મીઠી બનાવવા માટે આંબલીનો ઉપયોગ થાય છે. કોઈ લોકો તો આંબલીનું આમ જ સેવન કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આંબલીના જેટલા ફાયદા છે, તેટલા ફાયદા આંબલીના બીજના પણ છે. આંબલીના બીજથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. આંબલીના બીજથી આયુર્વેદિક દવા પણ બને છે.

આંબલીનું બીજ દેખાવમાં ખુબ જ નાનું હોય છે, પરંતુ સ્વાસ્થ્યને તે એટલો જ ફાયદો આપે છે. પરંતુ કેટલાક રાજ્યોમાં આંબલીને ખાધા પછી તેના બીજોને જમા કરવામાં આવે છે અને તેની આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે. આયુર્વેદિક હર્બલ ક્લિનિકના ડોક્ટર એમ. મુફિકની અનુસાર, આંબલીમાં મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ, મેગેનીઝ, આયરન અને કેલ્શિયમ જેવા તત્વો હાજર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ આંબલીના બીજના ફાયદા અને તેનો કંઈ રીતે ઉપયોગ (Tamarind Seed Uses)  કરવાનો છે. તો ચાલો જાણીએ આંબલીના બીજના ફાયદા (Imli Ke Beej Ke Fayde) :પુરુષોમાં થતી સમસ્યામાં રામબાણ : આંબલીના બીજ પુરુષોમાં થવા વાળી સમસ્યા શિધ્રપતનમાં સહાયક છે. આંબલી યૌન દુર્બળતાને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આવો જાણીએ શિધ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે આંબલીનો ઉપયોગ કંઈ રીતે કરવો. આ સમસ્યાને દૂર કરવા માટે આંબલીના બીજનું ચૂર્ણ તૈયાર કરવું.

આ માટે 250 ગ્રામ આંબલીના બીજને પાણીમાં 4 દિવસ સુધી પલાળી રાખવાના છે. 4 દિવસ પછી આંબલીના છોતરાંને ઉતારી લો અને પછી તેને સૂકવી લો. જ્યારે બીજ સુકાય જાય, તે પછી જેટલી માત્રામાં તમે બીજ લીધા છે, તેટલી જ માત્રામાં મિશ્રીને મેળવો અને મિશ્રી અને આંબલીના બીજને પીસી લો. પછી આ મિશ્રણમાં ગાયનું ઘી ઉમેરો. આ ચૂર્ણની ¼ ચમચી સવાર-સાંજ 2 વાર દૂધ સાથે લો. લગભગ દોઢ મહિના સુધી આંબલીના બીજનું આ રીતે સેવન કરો.દાંતોની સફેદી માટે : આંબલીના બીજથી દાંતમાં સફેદી આવે છે. આંબલીના બીજને સેકીને તેના છોતરાંને ઉતારી લો અને બીજને પીસી લો. તેનો પાવડર બનાવીને એક કન્ટેનરની અંદર સ્ટોર કરી લો. આ પાવડરને દરરોજ સવાર-સાંજ દાંતમાં ઘસો, આવું કરવાથી પીળા દાંત સફેદ થઈ જશે. જે લોકો તમાકુનું સેવન કરે છે, તેના દાંત પીળા પડી જાય છે, તે લોકોએ પણ આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ, આમ કરવાથી દાંત સાફ થઈ જશે.

ભોજનમાં પ્રોટીનની ગુણવતા : મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર આંબલીના બીજને ઘઉંના લોટમાં મેળવીને સેવન કરવામાં આવે છે. આ બીજ, ઘઉંના લોટમાં મળીને પ્રોટીનની ગુણવતાને વધારે છે. બીજું કે, આંબલીમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે, જે હાડકાં માટે ખુબ જ ફાયદાકારક છે.

બીજની ચટણી : આંબલીના બીજની ચટણી પણ બનાવી શકાય છે. આંબલીના બીજનો સ્વાદ થોડો તૂરો હોય છે, તેથી તેના બીજને તવૈયા(લોઢી) પર શેકીને, સ્વાદ અનુસાર મીઠું, મરચું મેળવી લો અને તમારી ચટણી તૈયાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં જોવામાં આવ્યું છે કે, છૂટક દુકાનદારો આંબલીના બીજની ચટણી બનાવીને વેંચે છે. જેને લોકો ખુબ જ ઉત્સાહથી ખાય છે.જેલી, જામ બનાવવા માટે : આંબલીના બીજનો ઉપયોગ જેલી, જામ બનાવવામાં પણ થાય છે.

ડાયાબિટીસના રોગી માટે : આંબલીના બીજમાં એન્ટિ ડાયબેટોજેનિક હોય છે, જે લોહીમાં રહેલ ખાંડના લેવલને ઓછું કરે છે. ડાયાબિટીસની સમસ્યા(Beneficial for diabetes patients) ત્યારે થાય છે, જ્યારે લોહીમાં ખાંડની માત્રા વધી જાય છે. આંબલીના બીજ તે માત્રાને ઓછી કરે છે. આંબલીના બીજનો પાવડર બનાવીને દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરો. લગભગ 3 મહિના સુધી આ પાવડરનું સેવન કરો.

ઇમ્યુનિટી વધારવામાં લાભકારી : આંબલીના બીજમાં પોલિસૈકરાઈડ અને જાયલોગ્લુકન હોય છે, આ ગુણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ(Helpful in increasing immunity)ને વધારે છે. આંબલીમાં વધારે માત્રામાં એન્ટિઓક્સિડેંટ હોય છે, જે શરીરમાં થવા વાળી તૂટ-ફૂટને પણ સારી કરે છે.ગાંઠમાં લાભકારી : આંબલીના બીજમાં એન્ટિ-અર્થરાઇટીસ અને એન્ટિઇમ્ફ્લેમેટર ગુણ હોય છે, જે ગાંઠના દુઃખાવામાં અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે, આંબલીના બીજના પાવડરને સવાર-સાંજ એક ચમચી ખાવ.

આંબલીના અન્ય ફાયદાઓ – ખાવામાં આંબલીનો ઉપયોગ : દક્ષિણ ભારતમાં આંબલીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. સાંભાર, પાણીપુરીનું પાણી બનાવવા માટે, તેમજ અનેક રેસિપી બનાવવા માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી તે રેસિપી ખાટી થઈ શકે. આંબલીમાં વિટામિન-સી હોય છે, તેથી તે જીવાણુઓથી લડવામાં સહાયક થાય છે.

આંબલી વાળને મજબૂત બનાવે છે : વાળને મજબૂત બનાવવા માટે અને વાળને ઉતરતા રોકવા માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમારે આંબલીને 10 મિનિટ સુધી પાણીમાં પલાળવી પડશે, આ પછી આંબલીના પાણી વડે માથા પર મસાજ કરો. હવે ગરમ પાણીમાં ટુવાલને પલાળીને તેમાં રહેલ પાણીને નીચવીને ટુવાલને અડધી કલાક સુધી માથા પર બાંધી લો. તેનાથી માથા પર ગરમાહટ મળશે. હવે અડધી કલાક પછી વાળને શેમ્પૂ વડે ધોઈ લો. આ કામ તમારે અઠવાડીયામાં 2 વાર કરવાનું છે. આવું કરવાથી વાળ મજબૂત થશે અને ઉતરશે પણ નહીં.સૂપ શરદીમાં મદદ કરે : આમ, તો આંબલીની તાસીર ઠંડી હોય છે, પરંતુ શિયાળામાં તેનું સૂપ બનાવીને પીવાથી શરદીને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પણ, આંબલીના સૂપથી ગળાનો દુઃખાવા પણ દૂર થાય છે. આંબલીનો સૂપ બનાવી તેની અંદર કાળા મરીનો પાવડર ઉમેરો અને તેનું સેવન કરો. ડોક્ટરનું કહેવું છે કે, આંબલીનો ઉપયોગ શિયાળામાં ઓછો કરવો જોઈએ.

બવાસીરથી મુક્તિ : આંબલી બવાસીરના દર્દીઓ માટે ખુબ જ લાભકારી છે. આ માટે તમારે એકથી દોઢ ચમચી આંબલીના પર્કનો રસ, એક ગ્લાસ દહીં, એક ચમચી આદું, એક ચમચી ધાણા પાવડર અને એક ચમચી દાડમને સારી રીતે મિક્સ કરી લો. હવે મિક્સ કર્યા પછી તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળાનું સેવન દરરોજ બપોરે જમ્યા પછી કરો.

ભૂખ વધે : આંબલી રેડ બ્લડ સેલ્સને વધારે છે, જેનાથી નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધે છે. આંબલી ભૂખ પણ વધારે છે. જે પણ લોકોને ભૂખ લાગતી નથી, તે લોકોએ આંબલીના રસમાં કાળા મરીનો પાવડર ઉમેરીને સેવન કરવું જોઈએ. તેનાથી ભૂખ ઉઘડે છે.આંબલીના બીજને કેટલાક રાજ્યોમાં ખાર્ધ પદાર્થોમાં ઉમેરીને સેવન કરવામાં આવે છે. આંબલીમાં મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ, મેગેનિજ અને આયરન જેવા પોષક તત્વો હોય છે. તેના બીજ, પાન અને પૂરી આંબલી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે, કોઈ પણ પદાર્થનું જો નિયંત્રિત સેવન કરવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે અને અનિયંત્રિત સેવન નુકશાન પહોંચાડે શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment