એક થાળીમાં જમતા પતિ-પત્ની જાણી લેજો આ ખાસ વાત, ભીષ્મ પિતામહ અનુસાર કોની સાથે કરવું જોઈએ ભોજન…. મોટાભાગના યુવાનો છે અજાણ…

મિત્રો તમે કદાચ એવી વાત સાંભળી હશે કે, પતિ-પત્ની એકસાથે એક થાળીમાં જમે તો પ્રેમ વધે છે. ખાસ કરીને જયારે નવા નવા લગ્ન થયા હોય તેમને આમ કહીને ચીડવવામાં આવે છે. પરંતુ આ વિશે શાસ્ત્રો શું કહે છે એ લગભગ લોકોને નથી ખબર. ઘણા લોકો એવું માને છે કે, એક થાળીમાં જમવા બેસવાથી નુકશાન થાય છે. જયારે કેટલાક એવું માને છે કે, તેનાથી પ્રેમ વધે છે. ચાલો તો આપણે જાણીએ મહાભારત અનુસાર ભોજન કેવું, કેમ અને કોની સાથે કરવું જોઈએ એ વિશે વિશેષ માહિતી…

આ પ્રકારના ભોજનથી દૂર રહેવું જોઈએ : સામાન્ય રીતે લોકો એવું માને છે કે, પતિ-પત્ની એક સાથે એક જ થાળીમાં જમે તો તેનાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે. આજકાલના સમયમાં એવું સામાન્ય રીતે થતું હોય છે કે, પ્રેમ દેખાડવા માટે મોટાભાગના પતિ-પત્ની એક જ થાળીમાં જમતા હોય છે. પરંતુ શું પતિ-પત્નીનું એક જ થાળીમાં જમવું ફાયદાકારક છે કે નુકસાનદાયક. વ્યાવહારિક દ્રષ્ટિએ તમે તેને જેવું વિચારો તે, પરંતુ મહાભારત આ વિષય પર કંઈક બીજું જ કહે છે. આવો જાણીએ મહાભારત મુજબ, પતિ-પત્ની માટે એક થાળીમાં સાથે જમવું ફાયદાકારક છે કે નહીં…

પાંડવો લે છે ભીષ્મ પિતામહ પાસેથી જ્ઞાન : મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે જ્ઞાનની પ્રાપ્તિ માટે પહોંચે છે. યુધિષ્ઠિર પિતામહ પાસે સારી રાજનીતિ કેવી રીતે કરવી અને રાજ્યની ઉન્નતિ કેવી રીતે થાય, તેના વિશે જ્ઞાન લેવા જાય છે. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ તેમણે ઘણી વસ્તુઓ વિશે જ્ઞાન આપે છે અને તે જ્ઞાનથી પોતાની આસપાસના લોકોની સમજ પણ વધારે છે. ભીષ્મ પિતામહ તેની સાથે જ ભોજન વિશે પણ જણાવે છે કે, કેવા પ્રકારની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ, જેનાથી વ્યક્તિમાં જ્ઞાન વધી શકે.

આવું ભોજન ગ્રહણ ન કરવું : ભીષ્મ પિતામહ જણાવે છે કે, જો કોઈ વ્યક્તિ ભોજનની થાળી ટપીને ગયું હોય તો તે પ્રકારના ભોજનને ગ્રહણ કરવાથી બચવું જોઈએ. કારણ કે, તે ભોજન કાદવ સમાન થઈ જાય છે. એવી થાળીમાં રહેલ ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. સારું થશે કે એ ભોજન જાનવરોને આપી દેવામાં આવે.

આવું ભોજન અમૃત સમાન છે : ભીષ્મ પિતામહે જણાવ્યું હતું કે, ભાઈઓએ હંમેશા સાથે જ ભોજન કરવું જોઈએ, એવી ભોજનની થાળી અમૃત સમાન ગણવામાં આવે છે. એવા ભોજનથી પરિવારની સમૃદ્ધિ થાય છે અને સ્વાસ્થ્યતો સારું રહે જ છે સાથે સાથે લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે. પાંડવો પણ હળીમળીને સાથે બેસીને ભોજન કરતાં હતા. જેનાથી આ લોકો વચ્ચે હંમેશા પ્રેમ બન્યો રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા આવ્યા.

આ પ્રકારના ભોજનથી થાય છે ધનની હાનિ : ભીષ્મ પિતામહે જણાવ્યું કે, ભોજનની થાળીમાં કોઈનો પગ આદિ જાય અથવા કોઈની ઠોકર વાગી જાય તો તે ભોજન જમવાને યોગ્ય રહેતું નથી આવું ભોજન ગ્રહણ કરવાથી બચવું જોઈએ. નહિતર દરિદ્રતાની આશંકા બની રહે છે. તેમ જ જો ખાતા સમયે ભોજન માંથી વાળ નીકળે તો તે દૂષિત થઈ જાય છે. આવું ભોજન કરવાથી વ્યક્તિને ધનની હાનિનો સામનો કરવો પડે છે.

આ માટે ન કરવું જોઈએ પતિ-પત્નીએ સાથે ભોજન : ભીષ્મ પિતામહે અંતમાં જણાવ્યું કે, પતિ-પત્નીનું એક થાળીમાં જમવું સારું ગણવામાં આવતું નથી. તે ભોજન વસ્તુ સમાન થઈ જાય છે કારણ કે પ્રેમ તમારી ઉપર વધારે હાવી થઈ જાય છે. જેના કારણે તમે દિવસ-દુનિયાથી બેખબર થઈ શકો છો અને પરિવારમાં લડાઈ-ઝઘડા થઈ શકે છે. કારણ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે. સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થઈ જાય છે. આ પ્રકારની વાતો મહાભારતના અનુશાશન પર્વમાં કરવામાં આવી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment