ચોમાસાની ઋતુમાં તાવ, એલર્જી, પાચન સહીત અનેક બીમારીઓ રહેશે દુર, કરો ફક્ત આ એક દેશી ઉપચાર… દવાખાને જવાની નોબત નહિ આવે…

ભયંકર ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની ઋતુની આતુરતાથી રાહ જોવે છે. લોકોને લાગે છે કે વરસાદનો મહિનો જલ્દીથી આવે, જેનાથી તેઓ આ કાળઝાળ ગરમીથી થોડી રાહત મેળવી શકે અને આ ઋતુનો આનંદ પણ લઇ શકે. કેટલાક લોકો તો માત્ર ગરમીથી ઠંડક મેળવવા માટે જ વરસાદની રાહ જોતા હોય છે. પરંતુ સ્વાસ્થ્ય વર્ધક રહેવા માટે જરૂરી છે, ચોમાસામાં કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

જોકે ચોમાસું એકલું નથી આવતું પોતાની સાથે સંક્રમણ અને એલર્જી જેવી સમસ્યાઓ પણ લઈને આવે છે. આવું એટલા માટે કે ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી, ઠંડી અને ભીની ઋતુમાં બદલાઈ જાય છે. આ વિષે એક્સપર્ટ જણાવે છે કે, એ જરૂરી છે કે ચોમાસુ આવતા પહેલા જ તમે તમારી બોડીને ઋતુના બદલાવ પ્રમાણે તૈયાર કરી લો આથી તમે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન, એલર્જી અને બિમારીથી પોતાને બચાવવામાં સફળ થઈ શકો. તેના માટે એ જાણવું જરૂરી છે કે તમારે કઈ વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર છે.ચોમાસાની ઋતુ આવતા પહેલા આવી રીતે પોતાને કરો તૈયાર:-

1) કસરત જરૂર કરો:- ઉનાળાની કાળઝાળ ગરમીથી ભરેલી ઋતુનું વઘારે ઠંડી ઋતુમાં બદલાવ આવવા પર તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે અસર ન થાય, માટે જરૂરી છે કે તમે દરરોજ થોડી એક્સરસાઇઝ જરૂર કરો. આ તમારી શારીરિક ક્ષમતાને વધારવામાં મદદ કરશે, આનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થશે સાથે જ હૃદય પણ સારી રીતે કામ કરશે તેના માટે તમે વોકિંગ, સ્કેટિંગ સાયકલિંગ અને દોડવા જેવી એક્સરસાઇઝ તમારા ડેઇલી રૂટિનમાં સામેલ કરો. ડોક્ટરના પ્રમાણે સપ્તાહમાં તમે ઓછામાં ઓછા પાંચ દિવસ એક્સરસાઇઝ કરવાથી સ્વસ્થ જીવન જીવી શકો છો. 

2) હેલ્ધી ડાયટ લો:- ચોમાસું એ સૂક્ષ્મજીવોના વિકાસનો સમય છે, જેના કારણે ચેપ, એલર્જી અને વાયરલ તાવ જેવી સમસ્યાઓ ઝડપથી ફેલાય છે. આનાથી બચવા માટે જરૂરી છે કે તમે હેલ્ધી ડાયટ લો. તેના માટે તમે ખાવામાં તાજા ફળ, શાકભાજી, આખું અનાજ કઠોળ અને દાળ નો સમાવેશ કરો સાથે જ હળદર, આદું અને લસણને ડાયટનો ભાગ જરૂરથી બનાવો. પરંતુ સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ જરૂર તો છે જ સાથે મસાલાદાર, સ્ટ્રીટ અને ડબ્બા બંધ ભોજનને તથા દારૂ અને ધુમ્રપાનથી દૂર રહેવું જોઈએ. તેની સાથે જ જીવાણુથી છુટકારો મેળવવા માટે શાક ભાજીને ગરમ પાણીથી ધોવાનું ન ભૂલવું. જો તમને ઝાડા કે અપચાની સમસ્યા હોય તો ઓઆરએસનું પાણી બનાવીને પીવો. આ તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરશે.3) બોડીને હાયડ્રેટ રાખો:- બોડીને હાયડ્રેટ રાખવી પણ જરૂરી છે, તેના માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જેનાથી તમારી બોડીમાંથી વિષેલા પદાર્થો બહાર નીકળી શકે. પાણી સિવાય તમે આદુની ચા, ગ્રીન ટી અથવા કેમોમાઈલ ચા ની મદદ પણ લઈ શકો છો. હર્બલ ટી પેટ માટે સારી હોય છે અને શરીરમાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે. તેની સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કોફી, ચા અને સોડા જેવા પીણાનું સેવન ન કરો કારણ કે આનાથી બોડીમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે.

4) દિવસમાં બે વાર નાહવું:- ભેજ ના કારણે વધારે પરસેવો અને ગંદકીથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે વાર નાહવાની આદત રાખવી. આનાથી તમે ઇન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યાઓથી દૂર રહેવામાં સફળ રહેશો. કામ પરથી આવીને, ઓફિસ, સ્કૂલ, કોલેજથી આવ્યા બાદ નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો એ વધુ સારુ રહેશે. આનાથી તમે ઇન્ફેક્શન અને એલર્જીથી દૂર રહી શકશો, જેથી બીમાર થવાનું જોખમ ઘણું ઓછું થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment