છાતી અને ગળામાં જામેલા જીદ્દી કફથી મફતમાં જ મેળવો છુટકારો, કરો ઘરમાં જ રહેલી આ બે વસ્તુનો ઉપયોગ… વગર દવાએ થશે કફનો નાશ…

મિત્રો જયારે આપણી છાતીમાં કફ જામી જાય છે ત્યારે તેને બહાર કાઢવા માટે અનેક પ્રયોગો કરવા પડે છે. તેમજ છાતીમાં જામેલ આ કફ તમારું સ્વાસ્થ્ય ખુબ જ ખરાબ કરી શકે છે. પણ જો તમને આ તકલીફ હોય તો તમે તેના ઈલાજ રૂપે ફટકડી અને મધનું મિશ્રણ અપનાવી શકો છો. તેનાથી છાતીમાં જામેલ કફ ફટાફટ બહાર નીકળી જાય છે. 

શરદી, તાવ ઉધરસ જેવી સમસ્યાઓથી આપણે વારંવાર પીડિત થતા હોઈએ છીએ. પણ તેના કારણે ગળામાં અને છાતીમાં કફ જામવાની સમસ્યા પણ થઇ જાય છે. જેના કારણે લોકોને ઘણી પરેશાની થાય છે. સાથે જ જો ઉધરસ આવવા પર કફની સમસ્યા બની રહેતી હોય તો તેનાથી ઘણા લોકોને ટીબી ની સમસ્યા પણ થઇ જાય છે. જો કે આ દરેક કિસ્સામાં નથી બનતું.પણ સતત ઉધરસ અને કફ કાઢવાના કારણે લોકોને ઘણી અસહજતા થાય છે. સાથે તેનાથી અન્ય લોકો પણ સંક્રમિત થઇ શકે છે. દવા લેવા છતાં પણ આ સમસ્યા ઘણો સમય રહે છે.આપણા માંથી ઘણા લોકો એ નથી જાણતા કે ફટકડી અને મધનું મિશ્રણ કફ માટે રામબાણ ઈલાજ છે. તે છાતીમાં જમા કફને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ગળાથી લઈને ફેફસાના સોજાને ઓછા કરવા અને ફેફસાના કાર્યને સારું બનાવવામાં મદદ કરે છે. બસ તમને તેના સેવનથી સાચી રીત ખબર હોવી જોઈએ. આ લેખમાં આપણે ફટકડી અને મધના મિશ્રણનું સેવન કરવાની રીત વિશે જાણીશું. 

1) કફ બહાર કાઢવા માટે ફટકડી અને મધ:- આયુર્વેદમાં ફટકડી અને મધ બંનેને કફ કાઢવા માટે ખુબ જ પ્રભાવી માનવામાં આવે છે. જયારે તમે મધની સાથે ફટકડીનું સેવન કરો છો તો તેનાથી ફેફસામાં જામેલ કફ ઢીલું કરવા અને બહાર કાઢવામાં મદદ મળે છે. તે કાળી ઉધરસમાં ખુબ જ અસરકારક છે. દિવસમાં બે વખત ફટકડી અને મધ મિક્સ કરીને ખાવાથી છાતીમાં જામેલ કફ જલ્ફી બહાર નીકળી જવામાં મદદ મળે છે2) કફ બહાર કાઢવા માટે ફટકડી અને મધનું સેવન:- છાતીમાં જામેલ કફ બહાર કાઢવા માટે ફટકડી અને મધનું સેવન ખુબ જ સરળ છે. આ માટે તમારે બસ 1-2 ચમચી મધમાં 1-2 ચમચી ફટકડીનો પાવડર સારી રીતે મિક્સ કરીને, તેનું સીધું સેવન કરવાનું છે. તમે ઈચ્છો તો નવશેકા ગરમ પાણીમાં ફટકડી અને મધ મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. 

આ મિશ્રણને તમારે નિયમિત રૂપે દિવસમાં 2-3 થી વખત સેવન કરવાનું છે. તમે સવારે ખાલી પેટ અને ભોજન કર્યા પછી 30 મિનીટ પછી આ મધ અને ફટકડીના મિશ્રણનું સેવન કરી શકો છો. તેનાથી તમને કફ બહાર કાઢવામાં ખુબ જ મદદ મળે છે.અને છાતીમાં જામેલ કફ જલ્દી બહાર નીકળી જાય છે. આમ મધ અને ફટકડીનું મિશ્રણ કફ માટે રામબાણ ઈલાજ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment