વાસી રોટલીમાંથી ઘરે બનાવીલો આ ફેસ પેક, સ્કિન બની જશે એકદમ ચમકદાર અને ટાઈટ.. એકવાર લગાવી જુઓ પછી વારંવાર લગાવશો

મિત્રો તમે અનેક ફેસ પેક તેમજ સ્ક્રબનો ઉપયોગ પોતાના ચહેરાને ચમકદાર બનાવવા માટે કરતા હશો, તેમજ તેનાથી તમારી ત્વચામાં નિખાર આવે કે ન આવે પણ અમુક સમયે તમારી ત્વચા ખરાબ જરૂર થવા લાગે છે. આથી સારું છે કે તમે ઘરે જ કોઈ ફેસ પેક અથવા સ્ક્રબ બનાવીને તમારો ચહેરો સુંદર બનાવી શકો છો. વાસી રોટલીને ફેકી દેવી એ એક શહેરી લોકોની મજબૂરી બની ગઈ છે. જો કે તમે તમારા આખા પરિવારની ત્વચાની સંભાળ વાસી રોટલીથી રાખી શકો છો. વાસી રોટલીથી ફેસ પેક અને સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે.

વાસી રોટલી, એન્ટિઓક્સિડેન્ટ અને સેલેનિયનથી ભરપૂર હોય છે. તેથી જ, વાસી રોટલી તમારી ત્વચા માટે એક પોષ્ટિક આહાર છે. જો તમે વાસી રોટલીનું સેવન નથી કરી શકતા તો, તમે તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. વાસી રોટલીમાં સેલેનિયમ હોય છે, જે તમારી ત્વચાને કરચલીથી બચાવે છે અને ચુસ્ત સ્કીનની સમસ્યાને દૂર કરે છે.

વાસી રોટલીમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે ત્વચા માથી ખીલ ડાઘને દૂર કરે છે. જો તમને આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો, તમે એકવાર આ ટિપ્સને ફોલો કરીને જોઈ શકો છો. અમને તો વિશ્વાસ છે કે, તમે એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કર્યા પછી તમે આ ફેસ પેકના ફ્રેન્ડ થઈ જશો.

વાસી રોટલી ત્વચા માટે ખૂબ ગુણકારી છે : રોટલીમાં અલ્ફા અબ્યુર્ટિન હોય છે. જ્યારે રોટલી બનાવ્યા પછી 8-12 કલાક થઈ જાય છે, ત્યારે આમાં રહેલ અલ્ફા અબ્યુર્ટિન વધારે સક્રિય થઈ જાય છે અને આ ત્વચાની ઇલસ્ટિસિટી વધારવાનું કામ કરે છે. તેથી જ આ તમારી ત્વચાને ટાઈટ કરી દે છે એટ્લે કે કરચલીને દૂર કરે છે.

આ સિવાય આમાં રહેલ અબ્યુર્ટિન રોમ છિદ્રોને ટાઈટ કરે છે. આ ત્વચા પરથી ખીલને દૂર કરે છે અને મક્કમતા લાવે છે. એટલે કે, મોટા છિદ્રોને ટાઈટ કરે છે. અને તેનાથી તમારો ચહેરો જવાન અને સુંદર દેખાય છે.

મિશ્રણને માત્ર એક જ વાર તૈયાર કરો : સૌથી પહેલા તમે રોટલીને લઈને નાના-નાના ટુકડા કરી લો. ધ્યાન રાખો કે રોટી બે દિવસથી વધારે પહેલાની ન હોય અને તેમાં ફૂગ ન હોવી જોઇ. હવે રોટલી ના આ ટુકડાને મિકચરમાં પીસી લો. હવે આ પીસેલી રોટલીને એક જારમાં ભરીને ફ્રિજમાં રાખી દો. તેથી તમે આ રોટીનો ઉપયોગ બીજા-ત્રીજા દિવસે કરી શકો. આ સિવાય તમે આ રોટલી ને ફ્રિજમાં 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

ફેસ પેક બનાવવાની રીત અને સામગ્રી : 1 થી 2 કપ રોટલીનું ચૂર્ણ, અડધી ચમચી હળદર, 2 થી 3 ચમચી દહી.
આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે વાસી રોટલીથી બનાવેલ આ ફેસ પેક તૈયાર છે. તમે આ ફેસ પેકથી સ્ક્રબ અને પેક બંનેનો લાભ લઈ શકો છો.

આ માટે તમે પહેલા આ પેસ્ટને ચહેરા અને ગળા પર 4 મિનિટ સુધી લગાવીને સ્ક્રબ કરો અને પછી તેને ત્વચા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી ધોઈને સાફ કરી લો. તમે અઠવાડીયામાં 2 થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આમ જો તમે સ્કીનને ટાઈટ અને તંદુરસ્ત બનાવવા માંગતા હો તો તમે રોટલીમાંથી ફેસ પેક અને સ્ક્રબ બનાવી શકો છો. આ એક હોમમેડ ફેસ પેક હોવાથી તમને કોઇ આડ અસર પણ નહિ કરે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment