પેટની ચરબી સાથે શરીરની ગંદકી બહાર કાઢી 15 દિવસમાં ઘટાડી દેશે 5 કિલો વજન, અજમાવો વજન ઘટાડવાનું આ ખાસ સિક્રેટ… બની જશો એકદમ પાતળા અને સ્લિમ…

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. વિશેષ કરીને મહિલાઓને આ સમસ્યા વધુ પરેશાન કરે છે. મહિલાઓ પોતાના કામની વ્યસ્તતાને કારણે બહાર વર્કઆઉટ કરી શકતી નથી. ક્યારેક તો ખાન પાન પર પણ ધ્યાન નથી આપી શકાતું.

કેટલીક મહિલાઓ એવી પણ ફરિયાદ કરતી હોય છે કે, અમે તો ઘરે બધું જ કામ કરીએ છીએ છતાં વજન ઉતરતું નથી. પરંતુ વજન ઉતારવા માટે અમુક ખાસ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ ફોલો કરવાની જરૂર હોય છે. આમ ખાનપાન પર ધ્યાન ન આપવાના કારણે અને યોગ્ય સમયે એક્સરસાઇઝ ન કરવાથી પણ વજન વધી શકે છે.કેટલીક મહિલાઓ વજન ઘટાડવાની ઈચ્છાથી મોંઘા પ્રોડક્ટોનો પણ ઉપયોગ કરે છે કે, પછી વજન ઘટાડવા માટે અનેક પ્રકારના ઉપાયોને આજમાવે છે. પરંતુ ડોક્ટર પણ યોગ્ય આહાર અને યોગ્ય રીતે એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે.

પ્રખ્યાત ન્યુટ્રિશિયનનું કહેવું છે કે, જ્યારે તમે વેટ મેનેજમેન્ટ પર ધ્યાન આપતા હોવ ત્યારે તમારે એવો ખોરાક લેવાની જરૂર હોય છે જે પહેલા તમારા શરીરમાંથી ટોક્સિન્સને એટલે કે શરીરમાં જમાં થયેલા કચરાને બહાર કાઢે. તેની સાથે જ તમારે યોગ્ય સમય પર ફાઇબર અને પ્રોટીન યુક્ત આહાર લેવાની જરૂરત હોય છે. આ ડાયટ પ્લાનની મદદથી તમે તમારા વજનને ઘટાડવાની સાથે જ વેટ મેનેજ પણ કરી શકશો અને સંપૂર્ણ દિવસ દરમિયાન ઉર્જાવાન પણ રહેશો.1) અર્લી મોર્નિંગ આદુ અને વરીયાળીનું પાણી, સવારનો સમય 6 થી 7 ની વચ્ચે:- આદુનું પાણી શરીરમાં ચરબીને બાળે છે અને આદુની શરીરના વજન અને પેટની ચરબી પર મહત્વપૂર્ણ અસર થાય છે. તેથી સવારમાં ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી કરો અને તેમાં આદુને ક્રશ કરીને નાખો, ત્યાર બાદ પાણીને થોડીક વાર ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને ઠંડુ થવા દો અને તેનું સેવન કરો. તેના સિવાય તમે વરિયાળીનું પાણી પણ પિય શકો છો. આ તમારા પાચનતંત્રને મજબૂત કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

2) બ્રેકફાસ્ટ – પૌવા, સવારમાં 8:30 ની વચ્ચે:- પૌવા વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ બ્રેકફાસ્ટ છે. કારણ કે આમાં ભારે પ્રમાણમાં ફાઇબર હોય છે. ફાઇબર બાઉલ મુવમેન્ટ માટે ખુબ જ સારું હોય છે. સાથે જ આ વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે તેની સાથે પ્રોટીનની પૂર્તિ માટે તમારા ભોજનમાં 50 ગ્રામ પનીર અને હેલ્ધી દૂધ લો. તમે દિવસે મિક્સ ફ્રૂટ બાઉલ અને હળદર વાળું દૂધ લઈ શકો છો.3) મિડ મોર્નિંગ, સૂરજમુખીના બીજ અને નાળિયેર પાણી, 11 વાગ્યાની વચ્ચે:- સુરજમુખીના બીજમાં ફાઇબરની સારી માત્રા હોય છે અને આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી 11 વાગ્યાની વચ્ચે તમે એક મુઠ્ઠી બીજની સાથે નાળિયેર પાણી લેવું જોઈએ. નાળિયેર પાણી તમને હાઇડ્રેટ રાખે છે.

4) લંચ-બ્રાઉન રાઈસ પુલાવ અને દાળ:- 1 વાગ્યાની વચ્ચે:- દિવસમાં બ્રાઉન રાઈસ પુલાવની સાથે પીળી દાળ લો અને તેની સાથે સલાડ અવશ્ય લેવું. તમે તેના સિવાય બીજા અન્ય દિવસોમાં પનીર ભુરજી સાથે એક રોટલી લો. બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા જેવા રિફાઇન્ડ અનાજની તુલનામાં વધારે ફાઇબર હોય છે. બ્રાઉન રાઈસ જેવા ફાઇબર યુક્ત આખા અનાજનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.5) પોસ્ટ લંચ- છાસ, 4 વાગ્યાની વચ્ચે:- છાસ પ્રોટીન, વિટામિન અને અનેક ખનીજતત્વોથી સમૃદ્ધ હોય છે અને તેમાં કેલેરી અને ચરબીની માત્રા અત્યંત ઓછી હોય છે. છાશ તમને હાઇડ્રેટ અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. આ એ લોકો માટે ખુબ જ સારું પીણું છે, જે પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે દરરોજ છાશની થોડી માત્રામાં ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તર વાળા લોકોમા કોલેસ્ટ્રોલ અને ટ્રાયગલીસાઈડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

6) ડિનર-વેજિટેબલ સૂપ, 7 થી 7:30 ની વચ્ચે:- જો તમે સૂપ ઘરે બનાવી રહ્યા હોય તો તે પૂરી રીતે સ્વસ્થ છે અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે. તમે વેજીટેબલ સૂપ સાથે ક્લિયર સૂપ, ચિકન સૂપ વગેરે પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો. શાકભાજી વાળું સૂપ તમારા ડાઇજેશનને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ત્યારબાદ રાત્રે સુતા પહેલા તમારે સ્પાઇસ ટી કે ગ્રીન-ટી નું સેવન કરવું જોઈએ.

આ ડાયટ પ્લાન નિયમિત રૂપે ફોલો કરવાથી તમને તમારું વજન ઘટતું જરૂર નજર આવશે. જો કે આની સાથે દરરોજ વોક પણ કરવું જોઈએ અને એક્સરસાઇઝને પણ તમારા જીવનનો એક ભાગ બનાવવો જટપટ ઘટવા લાગશે તમારું વજન.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment