જામફળીના છોડમાં ઉમેરી દો આ એક વસ્તુ, ખાતા નહિ ખૂટે એટલા આવશે જામફળ, જાણો જામફળી માટેની બેસ્ટ ટીપ્સ..

મિત્રો ઘણા લોકોને જામફળ ખુબ જ ભાવતા હોય છે, તેથી લોકો તેનું વૃક્ષ ઘરે જ વાવી દે છે. પણ ઘણીવખત કોઈક કારણસર તેમાં વધુ ફળ નથી આવતા હોતા. જો તમારે પણ આવું થાય છે તો તમે તેમાં વધુ ફળ લાવવા માટે થોડી ટીપ્સ જરૂર અપનાવવી જોઈએ. 

ઘણા એવા ફળ છે જેના ઝાડ ઘરે આસાનીથી ઉગાડી શકાય છે. તેમાં જામફળના ઝાડનો પણ સમાવેશ થાય છે, જેને તમે કુંડામાં પણ લગાડી શકો છો. પાકેલાં જામફળ ખાવાનો આનંદ લેતા માણસોને તમે જોયા હશે, પરંતુ જો તે આપણાં જ ગાર્ડનનું હોય તો આનંદ બમણો થઈ જાય છે. જામફળનું ઝાડ આસાનીથી ઉગાડી તો શકાય છે, પરંતુ બીજા વૃક્ષ-છોડની જેમ તેની સરખી સારસંભાળ લેવામાં ન આવે તો જલ્દી જ કરમાઈ પણ જાય છે. જોકે મોટા ભાગની સ્ત્રીઓની ચાહત હોય છે કે, ગાર્ડનમાં રહેલ જામફળનું ઝાડ વધારે ફળ આપે માટે જુદા જુદા પ્રકારની રીતો અપનાવ્યા કરે છે.

આથી જ ઘણી વાર જામફળના ઝાડ પર ફૂલ તો આવે છે પરંતુ તેમાં ફળ આવે તે પહેલા જ તે ખરી જાય છે. જેનાથી તમે દુઃખી થઇ જાવ છો, આ પ્રકારની સમસ્યા જામફળના ઝાડમાં મોટાભાગે જોવા મળતી હોય છે. એવામાં આજે અમે તમને જણાવીશું એવા કેટલાક ઉપાયો, જેને તમે અજમાવી શકો છો. આવો જાણીએ તમારે તેના માટે શું શું કરવું જોઈએ. આ ટીપ્સ અપનાવ્યા પછી તમે જોઈ શકશો કે જામફળના વૃક્ષમાં સારા એવા ફળ આવવા લાગશે. 

1) સિંચાઇ અને માટીને ખોદવી બંને જરૂરી છે : કોઈપણ વૃક્ષ વાવતા પહેલા તમારે તે વૃક્ષ માટેની માટી ખોદવી તેમજ તેની સિંચાઈ કરવી ખુબ જ જરૂરી છે. જામફળના ઝાડમાં વધારે સિંચાઇ કરવાની જરૂર રહેતી નથી. જો કે તેનો મતલબ એવો નથી કે તમે તેને મહિનાઓ સુધી પાણી ન આપો. અઠવાડિયામાં 2 કે 3 વાર જામફળના ઝાડની આસપાસ સરખી રીતે પાણી નાખવું. આ સિવાય 2 કે 3 દિવસે ઝાડની આસપાસની માટી સરખી રીતે ખોદી લેવી. ધ્યાન રહે કે જામફળના ઝાડની આસપાસની માટી ભેજ વાળી રહેવી જોઈએ. 

2) જામફળના ઝાડને રોજ તડકો દેખાડવો : એક વાત યાદ રાખવી કે જામફળના વૃક્ષને પુરતો તડકો આપવો ખુબ જરૂરી છે. જો તમે જામફળનું ઝાડ કુંડામાં લગાડેલું છે તો તેને દરરોજ ઓછામાં ઓછું 6 થી 7 કલાક તડકામાં રાખવું. કારણ કે તેને છાંયડામાં રાખવાથી તેનો ગ્રોથ પણ ઓછો થઈ જાય છે માટે તેને તડકામાં રાખવું ખૂબ જરૂરી છે.

3) ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો : જામફળનો છોડ લગાવ્યો હોય તો પહેલા તેને થોડો મોટો થવા દેવો. થોડું મોટું થઈ જાય પછી તેમાં ફ્રેશ માટીનું લેયર બનાવીને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો. પછી ફરી તેના પર માટીનું લેયર પાથરવું. ઓર્ગેનિક ખાતરમાં તમે ગોબર, વધેલા ચાના કુચા, ઇંડાની છાલ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

4) ચુનાનું મિશ્રણ બનાવીને સ્પ્રે કરવું : જામફળના ઝાડમાં મોટા ભાગે કીડીઓનો આતંક જોવા મળે છે. ફળ આવે એટ્લે કીડી તેને ખાવા માંડે છે. આવી સ્થિતિમાં ચૂનાનું મિશ્રણ લઈ અને તેને સ્પ્રે બોટલમાં ભરી લેવું. હવે તેને ઝાડના મૂળની આસપાસ છાંટવું. અઠવાડિયામાં 2 વખત આ જરૂરથી કરવું. 

5) જામફળના ફૂલને ખરતા રોકવા : ઘણી વખત જામફળના ફૂલ તો આવે છે પરંતુ તેમાં ફળ આવ્યા પહેલા જ તે ખરી જાય છે. તેના પાછળ ઘણા કારણો રહેલા હોય છે, સરખી દેખરેખ કે તડકો ન દેખાડવાને કારણે પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. જો ફૂલ ખરતા હોય તો રાખનો ઉપયોગ કરવો. તે ખાતરની જેમ કામ કરશે અને ફૂલને ખરતા પણ રોકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment