માર્કેટમાં મળતું નકલી પનીર ખાવાથી શરીર બની શકે છે બીમાર, જાણો શુદ્ધ અને તાજું પનીર ઓળખવાની 4 સરળ ટીપ્સ… ક્યારેય નહિ છેતરાવ…

આજકાલ બજારમાં અસલી અને નકલી સામાન દરેક જગ્યાએ વેચાઈ રહ્યા છે. એવી પરિસ્થિતિમાં સાચી વસ્તુની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલી ભરી રહે છે. દરેક ઘરમાં પનીરનું સેવન કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે અસલી પનીરની ઓળખ કઈ રીતે કરવી ? પનીરને ઓળખવા માટે અમુક સામાન્ય તપાસની જરૂર હોય છે જેને તમે તમારા ઘરે પણ કરી શકો છો. 

અસલી પનીરની ઓળખ કરીને તમે તમારા સ્વાસ્થ્યને ખરાબ થતાં બચાવી શકો છો. જો તમે નકલી પનીરનું સેવન કરશો તો તમને પેટમાં દુખાવો, માથામાં દુખાવો, કમળો, ડાયેરિયા, ટાઈફોડ જેવી બીમારી થઇ શકે છે. આ લેખમાં અમે અસલી અને નકલી પનીરની વચ્ચેના અંતર અને પનીરથી જોડાયેલી જરૂરી વાતો ઉપર ચર્ચા કરીશું.

અસલી પનીર ની ઓળખ કેવી રીતે કરવી? : આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ કરવામાં આવે છે મીઠાઈ, માવો દૂધ, દહી અને પનીર દરેક વસ્તુ આપણે ઘરમાં ખાઈએ છીએ ભેળસેળ વાળું પનીર ખાવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે પનીરને કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે અને ઘણી બધી વાનગી બનાવવા માટે તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે પરંતુ તેના ઉપયોગ કરતા પહેલા આપણે તેને ચેક કરવાની રીત જાણવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપણે અસલી અને નકલી પનીર વચ્ચેનું અંતર સમજી શકીએ

1)  અસલી પનીર મસળવા છતાં છૂટું નહીં પડે : જો તમે અસલી પનીરનું સેવન કરી રહ્યા છો તો તે મસળવા છતાં છુંટું પડશે નહીં, પનીર વધુ દબાવવાના કારણે છૂટું પડી જાય છે. તેની તપાસ કરવા માટે પનીરને હાથમાં લો અને તેને મસળો જો પનીર છૂટું પડી જાય છે તેનો અર્થ એ છે કે તે નકલી પનીર છે અને તે પનીર સ્કીમ મિલ્ક પાવડરથી બનાવેલું છે જે તૂટીને છુંટું પડી જાય છે.

2) અસલી પનીર આયોડિન કેમિકલના સંપર્કમાં આવવા છતાં રિએક્ટ કરશે નહીં : પનીરને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કરો હવે તેમાં આયોડિન ટીંચરના અમુક ટીપાં નાખો. આયોડિન ટીંચર એક પ્રકારનું કેમિકલ છે. જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે જો તેનો રંગ ભુરો થઈ જાય છે તો પનીર ભેળસેળ વાળું છે.

3) અસલી પનીર મુલાયમ અને નરમ હોય છે : અસલી પનીર બિલકુલ કડક થતું નથી. જ્યારે નકલી પનીર કડક તો હોય જ છે તેની સાથે તે રબરની જેમ ખેંચાઈ છે કારણ કે તેમાં ડિટર્જન્ટ અને યુરિયા જેવા કેમિકલ નાખેલા હોય છે.

4) અસલી પનીરનો રંગ તપાસ કરવા છતાં બદલાશે નહીં : તમે પનીરના રંગથી તેના અસલી અથવા નકલીની તપાસ કરી શકો છો. તેની તપાસ કરવા માટે તમારે માત્ર 10 મીનિટ લાગશે. જો આ તપાસમાં પનીરનો રંગ લાલ થઈ જાય છે તેનો અર્થ છે કે પનીર નકલી છે.

તેની તપાસ કરવાની રીત જાણો : પનીરને ઉકાળીને તેને ઠંડુ કરો. હવે પનીરમાં અડદની દાળનો પાઉડર ઉમેરો. તમે પનીરમાં સોયાબીન પણ ઉમેરી શકો છો. હવે દસ મિનિટ માટે પનીરને રહેવા દો. અસલી અને નકલી પનીર વચ્ચેના અંતરને તમે સમજી જ ગયા હશો બસ હવે તમે આસાનીથી અસલી પનીરને ઓળખ કરી શકશો.

પનીરને ખાવાનો યોગ્ય સમય કયો હોય છે ? : આમ તો પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે તેમાં પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો ઉપસ્થિત હોય છે પરંતુ ખોટા સમય પર તેનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર બગડી શકે છે, જો તમે કાચા પનીરનું સેવન કરી રહ્યા છો તો તેને સાંજ સુધી ખાઈ શકો છો રાત્રિના સમયે વધુ પનીરનું સેવન ન કરો. કારણ કે ઘણા લોકોને પનીરથી ગેસ અથવા પાચનથી જોડાયેલી તકલીફ થઈ જાય છે તમે રાત્રે ડિનરના એક કલાક પહેલા પનીર ખાઈ શકો છો પરંતુ સીમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઇએ. દિવસભરમાં બીજા કોઈપણ સમયે તમે તેનું સેવન કરી શકો છો, તમારે દિવસમાં 50 થી 60 ગ્રામ પનીરથી વધુ પનીરનું સેવન ન કરવું. પનીરમાં સૈચૂરેટેડ ફેટ ઉપસ્થિત હોય છે અને તેથી તેના વધુ સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

પનીરને મુલાયમ રાખવા માટે શું કરવું જોઈએ ? : પનીરને ખરાબ થતુ અટકાવવા માટે તેને સ્ટોર કરવું એક મોટી તકલીફ થઈ જાય છે. પનીર બેથી ત્રણ દિવસમાં ખરાબ થઈ જાય છે જો તમે પનીરને સારી રીતે સ્ટોર કરશો તો એ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને તે મુલાયમ અને નરમ પણ રહેશે. જો તમે પનીરને લાંબા સમય સુધી મુલાયમ રાખવા માંગો છો તો પનીરને કોટન નાસ્તા અને ભીના કપડામાં લપેટીને રાખવું જોઈએ. તમે પનીરને ચારે તરફથી ઢાંકશો તો તે મુલાયમ અને નરમ રહેશે તથા આ રીતથી તમે પનીરને ફ્રિજમાં પણ મૂકી શકો છો જ્યારે કપડું સુકાઈ જાય ત્યારે તેને ફરીથી થોડું ભીનું કરો. આ પ્રકારે પનીર ડ્રાય થશે નહીં અને તમે તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકશો.

પનીરને ખરાબ થતું કેવી રીતે બચાવવું? : 1) જો તમે પનીરને ખરાબ થતું અટકાવવા માંગો છો તો પનીરને ચોખ્ખી થેલીમાં મૂકો.
2) તમે ઝીપ બેગનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તે બેગ ચોખ્ખી હોય.
3) હવે તમે તેમાં એક મોટી ચમચી વિનેગર નાખો અને થેલીમાં યોગ્ય રીતે વિનેગરને ફેલાવો.
4) તમારે એ વાતનો ખાસ ધ્યાન રાખવું પડશે કે થેલીની અંદર હવા બિલકુલ રાખવી નહીં.
5) હવે તમે તેને ફ્રીજ અથવા ફ્રીજરમાં મૂકીને સ્ટોર કરી શકો છો.

6) તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેગમાંથી બહાર કાઢીને પનીરને સામાન્ય ગરમ પાણીમાં નાખવું.
7) તેનાથી પનીર ખાવાલાયક રહેશે અને મુલાયમ પણ થશે.
8) સ્ટોર કરવા માટે તમે તેને એરટાઇટ કન્ટેનરમાં અથવા બોક્સમાં પણ મૂકી શકો છો.
9) કન્ટેનરમાં પાણી ભરીને બોક્સને બંધ કરીને તેને ફ્રિજમાં મુકશો તો પનીર ખૂબ જ ફ્રેશ રહેશે.
10) તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનુ છે કે પનીરનું પાણી દર બીજા દિવસે બદલી નાખવાનું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment