રસ્તે મળી જતી આ 5 જડીબુટ્ટીથી મગજ થઈ જશે 100% પાવરફુલ, ઘડપણમાં પણ યાદશક્તિ રહેશે કોમ્પ્યુટર તેજ…

અત્યારના બાળકોને એક જ ફરિયાદ રહે છે કે વાંચેલું યાદ રહેતું નથી. તેથી પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. તો શું તમને એક્ઝામની તૈયારી કરી રહ્યા હોવ અને શું તમને કોઈ વસ્તુ યાદ રાખવામાં સમસ્યા થાય છે? શું તમે એવા લોકોમાંથી છો જેઓ સમય સમય પર વસ્તુઓને ભૂલી જાય છે? યાદશક્તિ નબળી હોવાની અને વસ્તુઓ ભૂલી જવાની મોટી સમસ્યા બની શકે છે અને ઘણા બધા લોકોને આનો સામનો કરવો પડે છે.

યાદ શક્તિ નબળી હોવાના કયા કારણો છે?:- ભૂલી જવું ક્યારેક ક્યારેક કોઈ મોટી સમસ્યા નથી હોતી અને તે કોઈની પણ સાથે થઈ શકે છે. જોકે તમને ભૂલવાની બીમારી કે યાદ કરવાની ક્ષમતામાં સતત ઘટાડો આવી રહ્યો હોય તો તમારે સતર્ક થઈ જવું જોઈએ અને આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.યાદ શક્તિ મજબૂત બનાવવા માટે ઘણી વખત હેલ્દી ડાયટની સાથે ટેન્શન ફ્રી રહીને દરરોજ એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં કેટલીક દવાઓ કામ આવી શકે છે. જોકે નબળી યાદશક્તિનો આયુર્વેદમાં સૌથી સારો ઈલાજ હાજર છે. અનેક પ્રકારના આયુર્વેદિક ઉપાયો દ્વારા મેમરીને બુસ્ટ કરવા અને મગજના કાર્યો ને વધારો કરવામાં મદદ મળે છે.

1) મગજને તેજ કરતી આ ચીજ વસ્તુઓનું કરો સેવન:- જેવી રીતે તમારા શરીરને પોષણની આવશ્યકતા હોય છે તેવી જ રીતે તમારા મગજને પણ સ્વસ્થ રહેવા અને સારી રીતે કામ કરવા માટે પણ હોય છે. ઘણા બધા ખાદ્ય પદાર્થ છે જેને તમે આજથી જ તમારા દૈનિક આહારમાં સામેલ કરવા જોઈએ. તમે ઘી, જૈતુન નું તેલ, અખરોટ, પલાળેલી બદામ, કિસમિસ, ખજૂર અને તાજા ફળ ખાઈ શકો છો. તમારા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે તેમાં દાળ, બિન્સ અને પનીર સામેલ છે. આયુર્વેદ અને એક રિપોર્ટ પ્રમાણે જીરુ મગજની નળીઓને ખોલે છે અને કાળા મરી મગજની અગ્નિને વધારે છે.2) મગજને તેજ કરતી જડીબુટ્ટીઓ:- ઘણી બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓ માનવ મગજની ત્રણેય શીખવાની ક્ષમતાઓને ટેકો આપે છે અને સુધારે છે  જેવી કે ધી, ધૃતિ અને સ્મૃતિ. આમાંની કેટલીક ખાસ ઔષધિઓ જેમ કે ગોટુ કોલા, અશ્વગંધા અને બકોપા યાદશક્તિ વધારવાનું કામ કરે છે.

3) ઓક્સિડેટીવ ડેમેજ થી બચવા માટે એન્ટિઓક્સિડન્ટ:- મગજને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરૂરત હોય છે. કેટલીક વાર મગજના કારણે શરીરના કોષોમાં ફ્રી રેડીકલ્સની વધુ માત્રા થઈ જાય છે. એક રિપોર્ટ પ્રમાણે એન્ટિઓક્સિડન્ટ ફ્રી રેડીકલ્સ ને બિનઅસર કરવાનું કામ કરે છે. ગુલાબી અને લાલ રંગના ફળ તથા શાકભાજી જેમકે તરબૂચ અને ટામેટા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.4) મગજને હાઇડ્રેટ કરવા માટે હર્બલ ચા:- જ્યારે શરીરમાં કાર્યોને ઠીક કરવા માટે પૂરતું પાણી નથી હોતું તો તમે કમજોર અને અસ્થિર મહેસૂસ કરો છો. તેને ડીહાઇડ્રેશન કહેવાય છે. આયુર્વેદિક તજજ્ઞ જણાવે છે કે વિશેષ હર્બલ ચા પીવાથી મગજને હાઇડ્રેટ કરી શકાય છે અને આપણી માનસિક શક્તિ અને યાદશક્તિ વધારી શકાય છે. હર્બલ ચાની આ વિશેષ સામગ્રીઓમાં હિંગ, હળદર અજમો અને તુલસી સામેલ છે.

5) રાત્રે સારી ઊંઘ લો:- ઊંઘ ની કમી મગજના કાર્યોમાં ઊંડાણપૂર્વક વિક્ષેપ પાડી શકે છે, જે તમારી યાદશક્તિ અને વિચાર કૌશલ્ય ને ખરાબ કરી શકે છે. તેથી જરૂરી છે કે દરરોજ રાત્રે પૂરતો આરામ કરવો જોઈએ. દરરોજ એક જ સમય પર સૂવાનો અને સવારે ઊઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના સિવાય વધુ લાભ લેવા માટે તમારા ઊંઘના ચક્રને સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમય પ્રમાણે ઢાળવાની કોશિશ કરો. ઊંઘ ન આવવાની સ્થિતિમાં આયુર્વેદિક જડીબુટ્ટી બકોપા તમારા મગજને શાંત કરીને ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment