મહેંદી લગાવતા સમયે ઉમેરીદો એમાં આ એક વસ્તુ, વાળ સૂકા અને રફ પણ નહીં લાગે બની જશે એકદમ સિલ્કી…

વાળને કલર કરવો અથવા કંડીશનિંગ કરવા માટે ઘણા લોકો કલાકો સુધી વાળ પર મહેંદી લગાવીને રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ રીત ખુબ જ નુકશાનકારક છે. જે વાળને ખરાબ પણ કરી શકે છે.

ઘણા લોકો વાળ પર મહેંદી લગાવવાનું પસંદ કરે છે. અમુક લોકો મહેંદીને વાળના કંડીશનિંગ માટે પણ ઉપયોગમાં લે છે. તો અમુક લોકો વાળમાં રંગ લાવવા માટે માથામાં મહેંદી લગાવે છે. બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટ્સના મુકાબલે મહેંદી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. કેમ કે તેમાં હાનિકારક કેમિકલ નથી હોતા. પરંતુ કોઈ પણ વસ્તુનો અતિશય ઉપયોગ નુકશાનકારક સાબિત થાય છે.

અમુક લોકો કલાકો સુધી માથામાં મહેંદી લગાવીને રહેવા દે છે. તેને એવું લાગે છે કે આવું કરવાથી વધુ ફાયદો થાય. પરંતુ ફાયદાના બદલે ઉલટું નુકશાન થાય છે. જરૂરિયાત કરતા વધારે મહેંદી લગાવવા પર વાળને નુકશાન થાય છે. તો ચાલો જાણીએ કે વાળ પર કેટલા સમય સુધી મહેંદી લગાવીને રાખવી જોઈએ.

જો તમે પણ વાળ પર મહેંદી લગાવીને 4 થી 5 કલાક સુધી માથામાં રહેવા દો છો, તો આજથી જ આ આદતને બદલી નાખો. કેમ કે તેનાથી તમારા વાળ ડ્રાય થઈ શકે છે, સાથે જ તેનું ટેક્શયર પણ ખરાબ થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર વાળના કલર કરવા માટે દોઢ કલાક કરતા વધુ સમય સુધી વાળમાં મહેંદી લગાવી ન રાખો. તેમજ વાળને કંડીશનિંગ કરવા માટે ફક્ત 45 મિનીટ બાદ જ વાળ ધોઈ નાખવા જોઈએ.

માથા પર મહેંદી લગાવ્યા બાદ જરૂર કરો આ કામ : માથા પર મહેંદી લગાવ્યા બાદ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે વાળ પર મહેંદી લગાવ્યા બાદ શેમ્પુથી સારી રીતે વાળ ધોઈ લો. ત્યારબાદ વાળ કોરા કરતા સમયે ભીના રહી જાય તો કોઈ પણ તેલ લગાવી શકો છો.

મહેંદી વાળને ડ્રાય બનાવી શકે છે, એટલા માટે મહેંદી ધોતા સમયે તેમાં કોઈ પણ મનપસંદ તેલ મિક્સ કરી શકાય છે. આ સિવાય મહેંદીમાં દહીં મિક્સ કરીને પણ વાળને કંડીશનિંગ કરી શકાય છે.

બજારમાંથી મહેંદી પાવડર ખરીદતા સમયે ધ્યાન રાખો, કેમ કે આજકાલ તેમાં પણ કેમિકલની મિલાવટ આવી રહી છે. માટે મહેંદી ખરીદવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

તો આ હતી મહેંદી લગાવવાની અને કેટલા સમય સુધી માથા પર લગાવી રાખવી તેની ટીપ્સ. આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment