લીખ, ટોલા, ખોડો, ખંજવાળ રાતોરાત થઈ જશે ગાયબ. માથામાં લગાવી દો આ એક વસ્તુ, વાળ અને માથું થઈ જશે એકદમ ચોખ્ખું..

મિત્રો આપણા વાળમાં અનેક સમસ્યાઓ માની એક સમસ્યા છે માથામાં જૂ થવા. મિત્રો તમને જણાવી દઈએ કે જૂ એટલે કે, લીખ અથવા ટોલા કહેવાય છે. લીખ અને ટોલા વાળની સમસ્યાનું એક મોટું કારણ બની શકે છે. જેને કારણે વાળને પણ નુકશાન થાય છે અને તમે આ જૂ ને દુર કરવા માટે અનેક ઉપચારો કરો છો. પરંતુ કોઈ ફાયદો નથી થતો તો આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવશું, જે તમને લીખ અને ટોલાથી છુટકારો મેળવવામાં ખુબ જ મદદરૂપ થશે.

જો તમારા માથામાં ખંજવાળ આવે છે તો એની પાછળનુ કારણ લીખ અથવા ટોલા હોય શકે છે. જો એક વાર માથામાં જૂ થઈ જાય છે તો એનાથી છુટકારો મેળવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ આર્ટીકલમાં તમને જૂ નો એવો ઈલાજ બતાવવામાં આવ્યો છે જે તમારી પરેશાની રાતો રાત દુર કરી દેશે.

માથામાં જૂ થવાના લક્ષણો : માથામાં ખુબ ખંજવાળ આવી. વાળમાં કંઈક ચાલતું હોય તેવો અનુભવ થવો. ડોક, ખંભાને ખોપડીની આસપાસ લાલ નીશાન હોવા.

માથામાં જૂ નો ઈલાજ : માથામાં લીખ અને ટોલાને મારવા માટે વર્ષોથી લીમડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક કપ લીમડાના પાનને ઉકાળીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા વાળમા લગાડી ને 2 કલાક રાહ જોવો. 2 કલાક પછી થોડા નવશેકા ગરમ પાણીથી માથાને ધોઈ લો. જેનાથી ઘણી રાહત મળશે.

સફરજનનું વિનેગર : માથામાં લીખ અને ટોલાના ઈલાજ માટે સફરજનનું વિનેગર પણ મદદગાર સાબિત થાય છે. તમે સફરજનના પલ્પમાં 1 ચમચી નારીયેલ તેલ મિક્સ કરો અને પછી વાળમાં લગાડી દો. આખી રાત એમ જ રહેવા દો અને સવારે નવશેકા ગરમ પાણીથી ઘોઈ લો. પહેલી વખતના ઉપયોગથી જ અસર દેખાવા લાગશે. એક મહિના સુઘી આ ઉપાય દર અઠવાડિયે કરો.

માથામાં જૂ ને મારવા માટે જૈતુનનું તેલ : માથામાં જૂ મારવા માટે જૈતુનનું તેલ લગાવો. જૈતુનનું તેલ આખી રાત માથામાં લગાવી રાખો અને શાવર કેપ પહેરી લો. તેનાથી જૂ ને શ્વાસ નથી મળતો અને તે મરવા લાગે છે. બીજા દીવસે નવશેકા ગરમ પાણીથી માથાને ધોઈ લો અને કાસકાથી જૂ ને નીકાળી દો. 

નોટ : આ સીવાય તમે માથાની જૂ ને નીકાળવા માટે મેડીકલ સ્ટોરમાંથી શેમ્પુ પણ લગાવી શકો છો. આ ઓટીસી શેમ્પુ પણ જૂ ને નીકાળવા નો સારો ઈલાજ છે. આમ તમે માથાની જૂ ને દુર કરવા માટે ઉપચાર તરીકે જેતુનનું તેલ, લીમડો તેમજ સફરજનનું વિનેગર તેમજ શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. તે તમને માથાની જૂ કાઢવામાં મદદ કરે  છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment