માત્ર 1 જ દિવસમાં શરદી ઉધરસ કરી દેશે ગાયબ. અજમાવો આ ઘરેલું ઉપાયો, કફને પણ ઓગાળીને બહાર કાઢી નાખશે….

શરદી અને ઉધરસ સૌથી કોમન છે. ઉધરસ ખાતા લોકો તમને લગભગ દરેક જગ્યા પર મળી જાય છે. ઘણી વાર કફ સિરપ પીવા છતાં પણ શરદી-ઉધરસમાં આરામ કે રાહત નથી મળતી. તેથી અમે તમને એવી ટિપ્સ જણાવશું કે, જેને અપનાવીને તમે જલ્દી ઉધરસ અને શરદીથી રાહત મેળવી શકશો. કફ એ શરીરને અંદરથી ભરી દે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આ સમયે દવાઓનું સેવન કરવાને બદલે થોડી ઘરેલું ટીપ્સ અપનાવીને શરદી અને ઉધરસમાં આરામ મેળવી શકો છો. તો ચાલો જાણીએ મફત અને ઘરેલું સરળ ટીપ્સ વિશે.

1) આમળા ઉધરસ માટે ખુબ જ અસરકારક છે. તેમાં વિટામિન-સી હોય છે. જે બ્લડ સર્ક્યુલેશનને ઠીક કરે છે અને ઇમ્યુનિટી વધારે છે.
2) ઉધરસની સમસ્યાથી હેરાન છો, તો ગરમ પાણીનું સેવન કરો.
3) અડધી ચમચી મધની અંદર 1 ચપટી એલચી અને લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણનું દિવસમાં 2 થી 3 વાર સેવન કરો. આ ઘરેલુ ટિપ્સ ઉધરસ માટે રામબાણ છે.

4) હળદળ વાળું દૂધ પીવો. આ દૂધમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે અને સાથે જ હળદરમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે ચેપથી બચવામાં મદદ કરે છે.
5) લસણને ઘી માં સેકીને ગરમ-ગરમ ખાવ.
6) આદુનું જ્યુસ પીવો. તેમાં તમે મધ નાખીને પણ સેવન કરી શકો છો.

7) આદુના ટુકડામાં થોડું મીઠું નાખીને પણ સેવન કરી શકાય છે.
8) ઉધરસની સાથે વધારે બલગમ હોય, તો કાળા મરીને દેશી ઘીમાં નાખીને સેવન કરો.9) રાત્રે નાસ લઈને સૂવો, આમ કરવાથી શરદી અને ઉધરસમાં રાહત મળશે.
10) રાત્રે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટી માં એન્ટિ-ઓક્સીડેન્ટ હોય છે. જે બેક્ટેરિયલ ઇન્ફેકશનને દૂર કરવામા મદદ કરે છે.

આમ તમે અન્ય દેશી ઉપચારોમાં ડુંગળીનો ખરડ કરી શકો છો. તેમજ ગરમ પાણીનો શેક કરી શકો છો. તેનાથી છાતીમાં જામેલ કફ બહાર આવવામાં સરળતા રહે છે અને તમને જલ્દી કફ અને ઉધરસ તેમજ શરદીથી રાહત મળે છે. આમ ઘણા દેશી ઉપચાર કરીને તમને કફની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment