માત્ર 1 રૂપિયાનો જ ખર્ચો અને પાર્લર જેવી ચમક ! આ ઉપાયથી ઘરે બેઠા તમારો ચહેરો બની જશે આબેહુબ… સુંદર અને મુલાયમ

મિત્રો ઘણી વખત આપણે ચહેરા પર ચમક લાવવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટનો, તેમજ પાર્લરમાં જઈને ખર્ચા કરીને છીએ. તેમ છતાં પણ આપણને કુદરતી ચમક નથી મળતી અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને તમારા જ રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને ખુબ જ સહેલાઈથી પોતાના ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે એવી ચોંકાવનારી વસ્તુ વિશે જણાવશું. ચાલો તો આ સરળ રીત અંગે વિસ્તારથી માહિતી વિશે વિસ્તારથી જાણીએ.

તમે તમારા રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ખુબ જ સરળ રીતે પોતાની ખોવાયેલી ચમક પાછી મેળવી શકશો. આ વસ્તુઓ દ્વારા જ તમારે ફેસિયલ કરવાનું છે અને આ ફેસિયલ તમને પાર્લર કરતા પણ વધુ ચમક આપશે. તેમજ આ વસ્તુઓનો ઉપયોગ તમારી સ્કીનને સુંદર તેમજ મુલાયમ બનાવશે.

હાલની પરિસ્થિતિ તમે જાણો છો. કોરોના કારણે બહાર જવું એ સલામતી નથી. તેથી સ્ત્રીઓ ઘરે જ ફેસિયલ કે વેક્સ કરવાનું પસંદ કરે છે. તેથી જો તમે ઘરે બેઠા જ એકદમ નેચરલ ચમક મેળવવા માંગો છો તો આ ફેસિયલની ટ્રીટમેન્ટ તમે ઘરે જ અજમાવી શકો છો. આ ઉપાય તમને પાર્લર જેવી જ ચમક આપશે.1 ) આ ફેસિયલ કરવા માટે પહેલા તો તમારો ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. પોતાના વાળ બાંધી દો. હવે થોડું કાચું દૂધ લઈ તેને બ્રશ વડે ચહેરા પર લગાવો. ત્યાર બાદ આ કાચું દૂધ સુકાઈ જાય એટલે 5 થી 10 મિનીટ પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ચહેરા પરનો બધો જ મેલ દુર થઈ જશે.

2 ) ત્યાર બાદ ઘણા લોકોના ચહેરા પણ બ્લેક હેડ્સ જોવા મળે છે. આથી તેને દુર કરવા માટે નાક, દાઢી, અને કપાળના ભાગે મીઠું અને નારિયેળનું તેલ લગાવો. એક ચમચી મીઠામાં 3 થી 4 ટીપા નારિયેળનું તેલ નાખો. અને તેનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. આમ કરવાથી બ્લેક હેડ્સ દુર થઈ જશે.3 ) ત્યાર બાદ તમારા ઘરમાં કેળા તો હશે, તેને ક્રશ કરીને ચહેરા પર લગાવો. પછી તેને 10 મિનીટ સુધી સુકાવા દો. 2 થી 3 મિનીટ હળવા હાથે મસાજ કરો અને ચેહરાને પાણીથી બરાબર સાફ કરી નાખો.

4 ) હવે બટેટા લો. આ બટેટાને ક્રશ કરીને તેનો રસ કાઢો નાખો. આ બટેટાના રસમાં એલોવેરાની  નાની ચમચી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો. 10 મિનીટ પછી સુકાઈ એટલે તેને પાણીથી સાફ કરી નાખો. આમ પાણીથી મોઢું ધોઈ નાખ્યા પછી તમે જોશો કે તમારા ચહેરા પર બજારના મોંઘા ફેસિયલ જેવી જ ચમક આવી ગઈ હશે.નોંધ : તમને જણાવી દઈએ કે, આ પ્રકારના બીજનું સેવન કરતા પહેલા કોઈ પણ સ્કિન સ્પેશીયાલીસ્ટની સલાહ લઈ શકો છો. કોઈ પણ આડઅસર જેવું જણાય તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આપવામાં આવેલ જાણકારી કોઈ પણ વિશેષજ્ઞ અથવા ડોક્ટરની સલાહ લઈને જ કરવી જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment