લટકતી મોટી ફાંદ થઇ જશે એકદમ સ્લિમ, ફિટ અને આકર્ષક… જાણો વગર મહેનતે પાતળા થવાનો આ ફોર્મ્યુલા… આજીવન રહેશો એકદમ ફિટ અને હીટ…

મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકો પેટની ચરબી વધારાની તકલીફથી પરેશાન રહે છે. તેઓ પોતાના પેટ પરની ચરબી ઓછી કરવા માટે ઘણા ઉપાયો કરે છે. આથી જ આજે અમે એક્સપર્ટ પાસેથી જ એવી ખાસ 5 ડાયટ ટીપ્સ લઈને આવ્યા છીએ. જે તમારા પેટ પરની વધારાની ચરબીને ઓછી કરીને તેને એકદમ ટાઈટ અને સ્લિમ કરવામાં મદદ કરે છે. જો તમે આ ખાસ ડાયટ ટીપ્સ વિશે જાણવા માંગતા હો તો તમે આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

બોડીમાં સૌથી પહેલા પેટની આસપાસ ચરબી જમા થાય છે. એટલું જ નહીં તેનાથી છુટકારો મેળવવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પેટમાં જામેલ ફૈટ માત્ર દેખાવમાં જ ખરાબ નથી હોતું પરંતુ, ઘણી મેટાબોલીજ્મ સંબંધી મુશ્કેલીઓ જેમકે, ટાઈપ 2 ડાયાબિટીસ અને હાર્ટ ડીસીઝના જોખમને વધારે છે. એવામાં તરત જ બેલી ફૈટના નિવારણની જરૂરિયાત રહે છે. તે માટે નિયમિત એકસરસાઈઝ સાથે જ પોતાની ઇટિંગ હેબિટમાં પણ સુધારો કરવાની જરૂર હોય છે.ન્યુટ્રિશનિસ્ટ હાલમાં જ બેલી ફૈટ ઘટાડવા માટે ડાયેટ ટિપ્સ શેર કરી છે. તેને નિયમિત ફોલો કરીને જિદ્દી પેટની ચરબીથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે. તે જણાવે છે કે, પેટની ચરબી ઘટાડવી, વજન ઘટાડવાનું સામાન્ય લક્ષણ છે. મોટા ભાગે લોકો આ વસાને ઘટાડવા માટે બધા પ્રકારના આહાર અને વ્યાયામને ટ્રાઈ કરવાનો પ્રયત્ન કરે છે. તમારામાંથી અમુક લોકોએ થોડા સમય માટે આમ-તેમ થોડા ઇંચ પણ ઘટાડયું હશે- પરંતુ તમારું મોટા ભાગનું વજન હજુ એમ જ હશે જો તમે ડાયેટમાં આ સુધારા નહીં કર્યા હોય. 

ઘરે બેઠા આમ કરો બેલી ફૈટ ઓછી:- ફાઈબરમાં વસા બાળવાનું કોઈ જાદુઇ ગુણ હોતું નથી. તે બસ તમારા આહારમાં ખૂબ વધારે કેલોરી સમાવિષ્ટ કર્યા વગર તમને ભરાયેલ અનુભવ કરવવામાં મદદ કરે છે. જેનાથી તમે ઓવરઇટિંગથી થતી સ્થૂળતાથી બચી શકો છો. માટે એક્સપર્ટ પણ હાઇ ફાઈબર ફૂડના ઉપયોગની સલાહ આપે છે. ઘઉંની રોટલી, જુવાર વગેરે બહેતરીન હાઇ ફાઈબર ફૂડ છે. રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડથી દૂર રહો:- રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડમાં ફાઈબર, વિટામિન અને ખનીજ ઓછું હોય છે. જેનાથી તે બોડીને લગભગ કોઈ લાભ આપતા નથી. પરંતુ તેના સેવનથી હાર્મોન અસંતુલન, સ્થૂળતા અને ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. એવામાં ન્યુટ્રિશનિસ્ટ સફેદ ચોખા, સફેદ બ્રેડ, કેક અને પિઝ્ઝા જેવા રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડથી દૂર રહેવાની સલાહ આપે છે. 

ઓછી માત્રામાં કરવું કાર્બ્સનું સેવન:- એક્સપર્ટની માનો તો, 40 વર્ષની ઉંમર પછી તમારા કાર્બ્સનું સેવન 40% સુધી ઘટાડવું ફાયદાકારક હોય છે. કારણ કે, જેમ જેમ ઉંમર વધે છે, બોડીની કાર્બ્સ બર્ન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેનાથી પેટની આસપાસ વધારાની ચરબી એકત્રિત થવા લાગે છે. માયો ક્લિનિક મુજબ, તમારી બોડીને દરરોજ 225 થી 325 ગ્રામ કાર્બ્સની જરૂરિયાત રહે છે.મિનિ મિલ્સ ખાઓ:- સ્થૂળતા ઘટાડવા માટે એક ટાઈમ ખાવાને બદલે ઓછી માત્રામાં વારંવાર ખાવું વધારે ફાયદાકારક રહે છે. એક મિનિ મિલ તમારા નિયમિત ભોજનના અડધા આકારનું હોય છે. તે પાચનમાં સુવિધાજનક હોવાની સાથે સાથે બ્લોટિંગને પણ ઘટાડે છે. સાથે જ પેટની આસપાસ જામેલી ફૈટને પણ ઘટાડે છે. 

ભોજન વચ્ચે રાખો આટલા સમયનો ગેપ:- પેટને વધતું અટકાવવા માટે ભોજનથી દૂર રહેવાની જગ્યાએ એક નિશ્ચિત સમય અંતરાલમાં ભોજન કરવું અસરકારક રહે છે. એક્સપર્ટ બેલી ફૈટ ઘટાડવા માટે દર 4 કલાકના ગેપમાં ખાવાની સલાહ આપે છે. આમ આ ડાયટ ને ફોલો કરીને તમે પોતાના પેટ પરની વધારાની ચરબીને ઓછી કરી શકો છો. અને એક તંદુરસ્ત જીવન જીવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment