આ છે પ્રેગ્નેન્સી અને વજન ઘટાડ્યા બાદ શરીર પર દેખાતા સ્ટ્રેચમાર્કને મફત દુર કરવાના 100% કારગર ઉપાય… ત્વચા બની જશે પહેલા જેવી જ સુંદર અને આકર્ષક…

આ છે પ્રેગ્નેન્સી અને વજન ઘટાડ્યા બાદ શરીર પર દેખાતા સ્ટ્રેચમાર્કને મફત દુર કરવાના 100% કારગર ઉપાય… ત્વચા બની જશે પહેલા જેવી જ સુંદર અને આકર્ષક…

ગર્ભાવસ્થા પછી જયારે મહિલાને તેના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ રહી જાય છે. ત્યારે તેને દુર કરવા માટે તેઓ અનેક દવાઓ, અથવા તો ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઘરે પણ ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરીને આ માર્ક્સને દુર કરી શકો છો. આ માટે તમે અમુક તેલનો ઉપયોગ કરીને ઘરે જ સરળતાથી આ નિશાન દુર કરી શકો છો. બસ તે માટે તેનો નિયમિત ઉપયોગ કરવો જરૂરી બની જાય છે.

સામાન્ય રીતે પ્રેગ્નેન્સી પછી અથવા વજન ઘટાડ્યા બાદ શરીરના અમુક ભાગ પર સ્ટ્રેચ માર્ક્સ જોવા મળતા હોય છે. હળવા રીંગણી કલરની નસો જેમ દેખાતા આ સ્ટ્રેચ માર્ક્સ મહિલાઓ અને પુરુષો બંનેને થઈ શકે છે. જો કે, સ્ટ્રેચ માર્ક્સ કોઈ બીમારી અથવા કોઈ પણ પ્રકારની કોઈ નુકશાનદાયક વસ્તુ નથી. પરંતુ દેખાવમાં ખરાબ લાગવાને કારણે લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી. આવો અહીં અમે તમને જણાવી કે તમે ઘરેલુ ઉપાયોની મદદથી કંઈ રીતે આ સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવી શકો છો.

એલોવેરા : મિત્રો એલોવેરા એ એક એવો કુદરતી ઈલાજ છે જેની મદદથી તમે શરીરની ઘણી બીમારીઓથી લઈને શરીર પરના અમુક નિશાન દુર કરી શકો છો. એલોવેરામાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે, જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થઈ શકે છે. જો તમે દરરોજ પ્રભાવિત જગ્યાએ એલોવેરા જેલ લગાડો છો તો જલ્દી જ તેની અસર દેખાવા લાગે છે. તમે નાહ્યા પછી અને સૂતા પહેલા તેનો પ્રયોગ કરી શકો છો.

ઈંડા અને વિટામિન ઈ કેપ્સુલ : વિટામીન ઈ ની કેપ્સુલ અને ઈંડા પણ શરીર પરના કોઈ પણ નિશાન દુર કરવામાં ખુબ જ અસરકારક નીવડે છે. સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે તમે ઈંડા અને વિટામીન ઈ કેપ્સુલનો ઉપયોગ કરો. ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે અને તે સ્કીન સરખી કરવામાં મદદ કરે છે. જ્યારે વિટામિન ઈ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે વિટામિન ઈ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં ફાયદાકારક છે. તમે એક વાટકામાં 2 ઈંડાનો સફેદ ભાગ અને 2 વિટામિન ઈ કેપ્સુલને સરખી રીતે મિક્સ કરી લો. અને બ્રશની મદદથી અસરકારક જગ્યા પર લગાડો સુકાઈ જાય એટલે ધોઈ લેવું.

નારિયેળ અને બદામનું તેલ : શરીર પરના નિશાન દુર કરવા માટે નારિયેળ અને બદામનું તેલ ખુબ જ અસરકારક રીતે કામ કરે છે. તેમજ આ તેલ તમારી સ્કીનને કોઈ નુકશાન પણ નથી કરતું. નારિયેળ અને બદામનું તેલ તમારી સ્કીનના સ્ટ્રેચ માર્ક્સને દૂર કરી શકે છે. તે માટે બંને તેલને બરાબર માત્રામાં મિક્સ કરો અને અસરકારક જગ્યાએ નિયમિત લગાડો.

કાકડી અને લીંબુના રસનો પ્રયોગ : લીંબુના રસમાં નેચરલ એસિડ હોય છે. જે નિશાન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે કાકડીનો રસ સ્કિનને ફ્રેશ કરવામાં મદદ કરે છે. તમે આ બંનેને બરાબર માત્રામાં અસરકારક જગ્યાએ લગાડો અને લગભગ 10 મિનિટ પછી ધોઈ લો. લીંબુ એ વિટામીન સી થી ભરપુર હોય છે. તેમજ વિટામીન સી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જયારે કાકડી અને લીંબુને મિક્સ કરીને તે મિશ્રણને સ્ટ્રેચ માર્ક પર લગાવવામાં આવે તો તેનાથી તમારા શરીર પરના નિશાન દુર થઈ જાય છે.

આમ, ઉપર જણાવેલ ઉપાયોની મદદથી તમને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ મળી શકે છે. તમે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કર્યા વગર ઘરેલું ઉપાયથી જ તેને દૂર કરી શકો છો. આમ સ્ટ્રેચ માર્કને દુર કરવા માટે કુદરતી રીતે તમે આ ઉપાયો અપનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!