અનિયમિત પીરિયડ્સથી પરેશાન હો, તો ઘરે બેઠા કરો આ ઉપાય… પીરિયડ્સ થઈ જશે નિયમિત અને કોઈ આડઅસર પણ નહિ થાય…દરેક મહિલાઓ ખાસ વાંચો…

માસિક ધર્મ એ દરેક મહિલાઓના શરીરની કુદરતી ક્રિયા છે. કેટલીક વાર મહિલાઓ માસિક ધર્મમાં મોડું થવાની સમસ્યાથી પણ પસાર થવું પડે છે. પિરિયડ્સ મોડા આવવાથી કેટલીક વાર તે કષ્ટદાયક બની જાય છે, અને પાર્ટી, પૂજા કે તહેવારની બધી મજા બગાડે છે. આમ તો આજકાલ મહિલાઓ દવાઓથી પિરિયડ્સ ને જલ્દી કે મોડેથી લાવવાની કોશિશ કરે છે પરંતુ તેની  આડ અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. એવામાં મહિલાઓએ દવાઓ ની જગ્યાએ યોગ્ય સમય પર પિરિયડ લાવવા માટે કેટલાક નુસખા અજમાવવા જોઈએ. આજે આપણે આ લેખ માં પિરિયડ્સને નિયમિત લાવવાના ઉપાય વિશે જાણીશું.

પિરિયડ્સ મોડા કેમ આવે છે:- માસિક ધર્મ ન આવવું કે મોડેથી આવવાનું એકમાત્ર કારણ એ નથી કે તમે ગર્ભવતી છો, ગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણોથી માસિક ધર્મ નથી આવતું કે મોડુ આવે છે. આમાં હોર્મોન માં આવતા બદલાવથી લઈને ખરાબ દિનચર્યા સામેલ છે. જેના વિશે અમે તમને આગળ વિસ્તારથી જણાવીશું. સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી આ લેખ વાંચો.

માસિક ધર્મ મોડું આવવાનું કારણ:- માસિક ધર્મ મોડું આવવાના કારણ જાણીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેના કારણો આ પ્રકારે છે. હોર્મોનમાં બદલાવ, તણાવ, ધુમ્રપાન પીસીઓએસ પોષક તત્વની ખામી, ચિંતા અને મીરગી ના હુમલાની દવાઓ, થાઈરોઈડ, લોહીમાં પ્રોલેક્ટીન હોર્મોનનું ઉચ્ચ સ્તર, પેલ્વિક ઇનફ્લેમેટરી રોગ એટલે કે પ્રજનન અંગોનો ચેપ, પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસ, મેદસ્વિતાપણા ના કારણે બનતું એસ્ટ્રોજન હોર્મોન.લક્ષણો જાણો:- મહિલાઓ માટે પિરિયડ નો સમય સરળ નથી હોતો પરંતુ પિરિયડ આવવાના કેટલાક દિવસ પહેલા જ તેમનામાં પિરિયડ્સ ના કેટલાક લક્ષણો નજર આવે છે તે કંઈક આ પ્રમાણે છે.

ભૂખ ન લાગવી:- કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા કે પીરિયડ્સ દરમિયાન ખાવાની ઈચ્છા નથી થતી.

મૂડ સ્વિંગ થવો:- પીરિયડ્સ પહેલા મહિલાઓના વર્તનમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. ઘણી સ્ત્રીઓ ચિડાઈ જાય છે અને કેટલીક વધુ લાગણીશીલ બની જાય છે.

કળતર થવી:- પિરિયડ્સ આવવાનું એક લક્ષણ દુખાવો પણ છે. કેટલીક મહિલાઓને પિરિયડ્સ દરમિયાન પેટ, કમર અને શરીરના નીચેના ભાગમાં કળતરની સમસ્યા થાય છે.માથાનો દુખાવો કે ઉલટી થવી:- કેટલીક મહિલાઓને પિરિયડ્સ ના કેટલાક દિવસ પહેલાં માથામાં દુખાવાની ફરિયાદ રહે છે. માથાના દુખાવા સિવાય કેટલીક મહિલાઓને ઉલટી પણ થાય છે.       

શરીર વધુ સંવેદનશીલ થવું:- પિરિયડ્સ ના પહેલા હોર્મોનલ બદલાવના કારણે શરીર સંવેદનશીલ થઈ જાય છે. કેટલીક મહિલાઓને સ્તનમાં દુખાવો અને અસહજતા મહેસુસ થાય છે. હવે વાત કરીએ પિરિયડ જલ્દી લાવવાની રીતો વિશે.

મોડાથી આવતા માસિક ધર્મને જલ્દી લાવવા માટેના ઘરેલુ ઉપચાર:- આમ તો માસિક લાવવા માટે દવાઓ પણ હોય છે. પરંતુ અહીંયા અમે માસિક ધર્મના યોગ્ય સમયે લાવવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે જેની મદદ થી માસિક ધર્મ થી જોડાયેલી સમસ્યાઓ જેવી કે દુખાવો અને અનિયમિતતા વગેરેને દૂર કરી શકાય છે.1) વરીયાળી:- એક ચમચી વરિયાળી, ચાર કપ પાણી. ઉપયોગ કરવાની રીત:- એક વાસણમાં પાણી અને વરિયાળીને નાખીને તેને પાંચથી દસ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ એને ગાળીને ઠંડુ થવા દો. આ મિશ્રણને આખા દિવસ દરમિયાન થોડા થોડા સમય પિતા રહો.

કેવી રીતે લાભદાયક છે:- વરીયાળી ખાવાના ફાયદા વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ શું તમને ખબર છે કે પિરિયડ્સ સમય પર લાવવા માટે પણ વરીયાળી મદદરૂપ થાય છે. વળી વરિયાળી એસ્ટ્રોજેનિક એજન્ટની જેમ કામ કરે છે, જેનાથી માસિક ધર્મને જલ્દી લાવવામાં મદદ મળે છે.

ઉપરાંત, વરિયાળીમાં એમેનાગોગ અસર હોય છે, જે રક્ત પ્રવાહમાં વધારો કરે છે. આ અસરના કારણે પિરિયડ્સ સમય પર આવી જાય છે. આ ગર્ભાશયને પેદા થતા સંકોચનને પણ દૂર કરે છે. જેનાથી માસિક ધર્મ દરમ્યાન થતા દુખાવાથી પણ રાહત મળે છે. આ આધાર પર વરિયાળીને પીરિયડ્સ લાવવાનો ઉપાય માની શકાય છે.2) પપૈયું:- એક વાડકી કાચું પપૈયું. ઉપયોગ કરવાની રીત:- માસિક ધર્મની તારીખથી 1 – 2 અઠવાડિયા પહેલા પપૈયું ખાવાનું શરૂ કરી દો, જ્યાં સુધી પિરિયડ્સ ન આવે ત્યાં સુધી આને ખાઈ શકો છો.

કેવી રીતે લાભદાયક છે:- પપૈયા માં માસ પેશીઓનું સંકોચન અને નિયંત્રિત કરવાનો ગુણ હોય છે. તેનાથી માસિક ધર્મ સમય પર આવી શકે છે.સાથે જ જો કોઈનો માસિક ધર્મચક્ર તણાવના કારણે રોકાઈ ગયું હોય ત્યારે પણ કાચું પપૈયું પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે.

3) હળદર:- એક ચમચી હળદર પાવડર, એક ગ્લાસ ગરમ પાણી. ઉપયોગ કરવાની રીત:- એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર પાવડર નાખો. હવે આ બંનેને સરસ રીતે મેળવી લો. પિરિયડ્સ ની તારીખ થી 10 થી 15 દિવસ પહેલા દરરોજ તેને પીવો.કેવી રીતે છે લાભદાયક:- માસિક ધર્મ આવવામાં હળદર નો ઉપયોગ પણ કરી શકાય છે હળદર વર્ષોથી આયુર્વેદિક ઔષધી રૂપે માસિક ધર્મ નિયમિત કરવા માટે ઉપયોગી રહી છે. વળી હળદરમાં એમ્મેનાગોગ પ્રભાવ હોય છે, જે લોહીના પ્રવાહને વધારે છે. તેના સિવાય આ હોર્મોન ના બેલેન્સ કરવામાં અને પિરિયડ્સ ના દુખાવાને દુર કરવામાં સહાયક છે.

4) આદુ:- અડધી ચમચી આદુનો રસ, એક ચતુર્થાંશ ચમચી મધ. ઉપયોગ કરવાની રીત:- પહેલા આદુના ટુકડા નો રસ કાઢી લો, તેમાં મધ મેળવી લો. આ મિશ્રણને માસિક ધર્મ ની તારીખથી એક અઠવાડિયા પહેલા ખાવાનું શરૂ કરો.કેવી રીતે છે લાભદાયક:- આદુનો ઉપયોગ અનેક રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઘરેલુ ઉપચાર ના રૂપે કરી શકાય છે. એવામાં અનિયમિત કે મોડા આવતા માસિકની સમસ્યામાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. એક સંશોધન પેપરમાં એવું જાણવા મળ્યું કે આયુર્વેદમાં ઘણા સમયથી આદુનો ઉપયોગ મોડાથી આવતા માસિક ધર્મની સમસ્યાને દૂર કરવામાં કરી શકાય છે.

5) તજ:- અડધી ચમચી તજ પાવડર, એક ગ્લાસ દૂધ. ઉપયોગ કરવાની રીત:- બંને સામગ્રીને મેળવી લો, હવે તેને દરરોજ પીવો. વિકલ્પના રૂપમાં પિરિયડ્સ આવતા પહેલા તજની ચા પણ પી શકાય છે. 

કેવી રીતે છે લાભદાયક:- તજ શરીરના તાપમાનને વધારે છે.જેનાથી પિરિયડ નો સમય ફરીથી જલ્દી આવવાની સંભાવના વધી જાય છે સાથે જ તેમાં હાઈડ્રોક્સીચૈલ્કોન કમ્પાઉન્ડ હોય છે. જે પિરિયડ્સને નિયમિત કરવામાં મદદરૂપ થાય છે.તજ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એટલે કે પીસીઓએસ ના કારણે અનિયમિત થતા માસિક ચક્ર ને પણ ઠીક કરી શકે છે. ત્યાં સુધી કે તજના ઉપયોગથી માસિક ધર્મમાં થતા દુખાવાને પણ દૂર કરી શકાય છે. વધારે પડતા રક્તસ્ત્રાવને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. આ રીતે તજને પિરિયડ્સ લાવવાના ઉપાયમાં સામેલ કરી શકાય છે.

6) ગાજર:- બે ગાજર. ઉપયોગ કરવાની રીત:- ગાજરને કાપીને તેને પીસી લો, હવે તેને ગાળીને જ્યુસ કાઢી લો. દરરોજ આ રીતે જ્યુસ ગાળી ને પીવો, વૈકલ્પિક રૂપે દરરોજ ગાજરને કાપીને પણ ખાઈ શકો છો.

કેવી રીતે છે લાભદાયક:- ગાજરમાં બીટા કેરોટીન જેવા તત્વો હોય છે. તેની કમી ના કારણે માસિક ધર્મ અનિયમિત થાય છે. આ કારણે જ ગાજર પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. તેના સિવાય ગાજરના બીજ પણ પિરિયડ્સ ને સમય પર લાવવામાં મદદ કરે છે. આજ કારણ છે કે ગાજરને રોકાયેલા પિરિયડ્સ ને લાવવાની દવા માનવામાં આવે છે.7) તલના બીજ:- 60 ગ્રામ તલના બીજનો પાવડર, એક નાની ચમચી મધ. ઉપયોગ કરવાની રીત:- બંને સામગ્રીઓને સરસ રીતે મેળવી લો હવે દરરોજ દિવસમાં એકવાર અને નાસ્તાથી પહેલા ખાઓ.

કેવી રીતે છે લાભદાયક:- તલના બીજના પાવડરનું સેવન કરવાથી માસિક ચક્ર સમય પર આવી શકે છે. સંશોધન પેપરના પ્રમાણે આ ઓલિગોમેનોરિયા એટલે કે અનિયમિત માસિક ધર્મને લાવવામાં મદદ કરે છે. જણાવવામાં આવે છે કે આ પિરિયડ સંબંધિત હોર્મોન પર સકારાત્મક પ્રભાવ પાડે છે. આ માસિક ધર્મ ન આવતું હોય તેવી મહિલાઓમાં રક્તસ્ત્રાવને પ્રેરિત કરીને ને નિયમિત બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી માસિક ધર્મને ઠીક કરવાના ઉપાયમાં તલના બીજને શામેલ કરી શકાય છે.

8) અજમાના પાન:- 6 ગ્રામ સૂકા અજમાના પાન, ઉકાળેલું પીવાનું પાણી. ઉપયોગ કરવાની રીત:- સૂકા અજમાના પાનને ઉકાળેલા ગરમ પાણીમાં નાખી દો અને આ પાણીને ગાળીને દિવસ દરમિયાન ત્રણવાર પીવું. આને માસિક ધર્મની તારીખથી દસ દિવસ પહેલા પીવાનું શરૂ કરી દેવું.કેવી રીતે છે લાભદાયક:- અજમાનો ઉપયોગ એમેનોરિયાથી રાહત મેળવવા માટે કરી શકાય છે. માસિક ધર્મ આવવાનું જ્યારે અચાનક બંધ થઈ જાય છે તો તેને એમોનોરિયા કહેવાય છે. એક રિસર્ચ પેપર પ્રમાણે આ સમસ્યાને અજમાનું સેવન કરીને દૂર કરી શકાય છે. સાથે જ આ માસિક ધર્મમાં થતા દુખાવો એટલે કે ડિસમેનોરિયા ને પણ દૂર કરવામાં ફાયદાકારક છે. રિસર્ચમાં અજમાનો કયો ગુણ આમાં મદદ કરે છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

9) અનાનસ:- એક છોલેલું અનાનસ. ઉપયોગ કરવાની રીત:- અનાનસને ઝીણું કાપીને તેનું જ્યુસ કરી લો. વૈકલ્પિક રૂપે દરરોજ એક વાટકી કાપેલું અનાનસ ખાઈ શકો છો. પિરિયડ્સ આવવાના કેટલાક દિવસો પહેલા દરરોજ બપોરમાં અનાનસ ખાઓ કે જ્યુસ પીવો.

કેવી રીતે છે લાભદાયક:- સ્વાસ્થ્ય માટે અનાનસ ના ફાયદા ઘણા બધા છે. તેમાં જ પિરિયડ્સ ની સમસ્યાને દૂર કરવા માટે પણ સામેલ છે. આના ઉપયોગથી માસિક ધર્મ મોડું આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. સાથે જ અનાનસ નો રસ માસિક દરમિયાન થતા દુખાવાથી પણ રાહત આપે છે. રિસર્ચ પ્રમાણે આ ફાયદાકારક તો છે પરંતુ તેના કયા તત્વોના કારણે ફાયદાકારક છે તેનો કોઈ ઉલ્લેખ નથી.10) એલોવેરા:- અડધો ગ્લાસ એલોવેરા જ્યુસ, માસિક ધર્મની તારીખના 1 થી 2 અઠવાડિયા પહેલા આને પીવો. પિરિયડ ન આવવા સુધી આને પી શકાય છે

કેવી રીતે છે લાભદાયક:- એલોવેરા નું જ્યુસ કે એલોવેરા ના ફાયદા સ્વાસ્થ્ય માટે ઘણા બધા છે તેમાંથી જ એક ફાયદો છે, અનિયમિત પિરિયડ્સની સ્થિતિમાં સુધાર. એક રિસર્ચ પેપરમાં એલોવેરા ને એમેનોરીયા એટલે પિરિયડ્સ ન આવવાની સમસ્યામાં ઉપયોગી માનવામાં આવે છે. વળી આ હોર્મોનને રેગ્યુલર કરવામાં ફાયદો પહોંચાડે છે. એવામાં જો માસિક ધર્મમાં વિલંબ થવાથી પરેશાન હોવ તો એલોવેરા ને એક ઔષધી રૂપે સેવન કરીને તેનું પરિણામ નો અનુભવ કરી શકો છો. જો કોઈને એલોવેરાથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાથી બચવું.

11) દાડમ:- એક વાટકી છોલેલા દાડમના દાણા. ઉપયોગ કરવાની રીત:- દૈનિક આહારમાં દાડમને શામેલ કરો.

કેવી રીતે છે લાભદાયક:- દાડમ એક પૌષ્ટિક ફળ છે જેનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કરી શકાય છે એવામાં માસિક ધર્મ મોડેથી આવવાની સમસ્યાનમાં પણ આ ઉપયોગી થઈ શકે છે. એમેનોરિયાના દર્દીઓને આ સમસ્યાથી રાહત મેળવવા માટે દાડમનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં એવું માની શકાય છે કે પિરિયડ્સ યોગ્ય સમય પર લાવવા માટે દાડમ ફાયદાકારક છે.  વળી આ કેવી રીતે આમાં ફાયદો કરે છે તેની પર વધુ શોધની જરૂરિયાત છે.

12) પોષક તત્વ:- જેવી રીતે આપણે પહેલા પણ જાણકારી આપી છે કે પોષક તત્વોની કમી થી પણ પિરિયડ્સ વિલંબથી કે અનિયમિત પિરિયટ્સ નું કારણ બની શકે છે. એવામાં પૌષ્ટિક આહારને ડાયટમાં સામેલ કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેના સિવાય પિરિયડ્સ આવવાના પહેલા જોવા મળતા લક્ષણો માટે પણ પોષક તત્વ ઉપયોગી બની શકે છે. એવામાં તમે ડાયટમાં વધુને વધુ ફળ અને લીલા શાકભાજીને સામેલ કરી શકો છો.13) ગરમ પાણીનો શેક:- પિરિયડ્સ ના બે અઠવાડિયા પહેલાં પેટના નીચેના ભાગમાં ગરમ પાણીનો શેક લેવો પણ ઉપયોગી બને છે. એવું માનવામાં આવે છે કે ગરમ પાણીનો શેક લેવાથી પિરિયડ જલ્દી આવી શકે છે. તેના સિવાય આ સ્થિતિમાં ગરમ પાણીનું સેવન પણ લાભદાયક છે. એટલું જ નહીં લોકોનું એવું પણ માનવું છે કે આનાથી પિરિયડ્સ ના દુખાવાથી પણ ઘણા અંશે આરામ મળે છે. પરંતુ અત્યાર સુધીમાં આ વિષય પર વૈજ્ઞાનિક શોધ નથી થઈ. પિરિયડ્સ લેટ થવા પર ઘરેલુ ઉપાયથી પણ સમસ્યા હલ ન થાય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?:- સામાન્ય ચક્ર થયા બાદ જો અનિયમિત પિરિયડ શરૂ થાય ત્યારે, માસિક ધર્મની સીમા 24 દિવસની તુલના એ વધારે કે 38 દિવસની તુલનામાં ઓછી થઈ જાય. જો ઘણા મહિનાથી પિરિયડ્સ ન આવી રહ્યા હોય તો અને ગર્ભવતી પણ ન હોવ તો. એક થી વધારે પિરિયડ્સ મિસ થવા પર. જો કોઈ ગંભીર દુખાવો કે સમસ્યા હોય  તો સ્ત્રી રોગ નિષ્ણાત ને મળવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment