કરો મફતમાં મળતા આ પાનના રસનું સેવન, ગમે તેવી પથરી વગર ઓપરેશને પેશાબ વાટે નીકળી જશે બહાર..જાણી લો સેવન કરવાની રીત અને અઢળક ફાયદાઓ… 

મિત્રો જયારે પણ કોઈને કિડનીમાં પથરીની તકલીફ થાય છે ત્યારે તે વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમયે તમે દવાનું સેવન કરીને રાહત મેળવો છો અથવા તો અન્ય કોઈ ઈલાજ કરો છો. પણ જો તમે કોઈ દેશી ઉપાય કરીને કિડનીની પથરીને દુર કરવા માંગતા હો તો તમે તુલસીનું જ્યુસનું સેવન કરી શકો છો. તેનાથી તમારી કિડનીમાં પથરીની સમસ્યા દુર થાય છે. 

અનિયમિત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકોમાં ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે. આજ જ સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે કિડનીમાં પથરી. કિડનીમાં સ્ટોનની સમસ્યા હોવી ખુબ જ ખરાબ માનવામાં આવે છે. તેમાં થતો દુખાવો ખુબ  અસહ્ય હોય છે. જો સમય રહેતા કીડની સ્ટોનનો ઈલાજ ન કરવામાં આવે તો તેના કારણે મૂત્રાશયમાં ગડબડી સહીત ઘણી સમસ્યાઓ થઇ શકે છે.કીડની સ્ટોનની સમસ્યાથી રાહત મેળવવા માટે ઘણા લોકો ઘણી દવાઓ, આયુર્વેદિક ઉપાય અને ઇન્જેક્શન લગાવે છે. પણ કીડની સ્ટોન દુર કરવા માટે ઘણા ઘરેલું ઉપાય પણ ટ્રાઈ કરી શકાય છે. ઘરેલું ઉપાયની ખાસ વાત એ છે કે તેના કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. જો તમે કીડની સ્ટોનની સમસ્યાથી પીડિત છો તો તુલસીનું જ્યુસનું સેવન કરી શકો છો. 

તુલસીના જ્યુસના પોષણ તત્વો:- તુલસીના જ્યુસમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી, કેલ્શિયમ, જીંક, આયરન અને ક્લોરોફીલ રહેલા છે. આ સિવાય તુલસીમાં સીટ્રીક, ટાર્ટરીક નો પણ સારો સોર્સ રહેલો છે. ભારતીય ઘરમાં સદીઓથી ઈજા, સોજા, શરદી, ઉધરસ અને પેટ સંબંધી સમસ્યાઓ થી રાહત મેળવવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.કીડની સ્ટોન માટે તુલસીનું જ્યુસ:- તુલસીના જ્યુસમાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી ઇન્ફલેમેટરી એજેન્ટસ રહેલા છે. જે કીડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. રીપોર્ટ અનુસાર તુલસીના પાનના જ્યુસમાં રહેલા ઘણા યોગિક શરીરમાં યુરિક એસીડને સ્થિર કરે છે. જેનાથી કીડની સ્ટોનની સમસ્યાને રાહત મળી શકે છે. તુલસીના પોષક તત્વો કિડનીમાં થતા સ્ટોન ને ઓગાળવાનું કામ કરે છે. જો કે તુલસીનું જ્યુસ કીડની સ્ટોનને ખત્મ કરી શકે છે. તેની પર્યાપ્ત રીસર્ચ હાલ ઉપલબ્ધ નથી. 

કીડની સ્ટોન માટે તુલસીના જ્યુસનું સેવન કેવી રીતે કરવું:- કીડની સ્ટોનની સમસ્યાથી રાહત મેળવવા માટે નિયમિત રૂપે તમે સવારે ખાલી પેટ તુલસીના જ્યુસનું સેવન કરી શકો છો, તે કીડની સ્ટોન માટે ખુબ જ ફાયદાકારક છે. તુલસીના જ્યુસ નો સ્વાદ થોડો તૂરો હોય છે. આથી ઘણા લોકોને તેનો સ્વાદ પસંદ નથી આવતો. આ સ્થિતિમાં તમે તુલસીના પાનનું સેવન પણ કરી શકો છો.

તમે દરરોજ તુલસીના પાનથી બનેલી ચા નું સેવન પણ કરી શકો છો. તમે ઈચ્છો તો તુલસીના પાનનો ઉકાળો પણ સેવન કરી શકો છો. કીડની સ્ટોન અથવા કોઈપણ પ્રકારની અન્ય સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય ખુબ જ ફાયદાકારક હોય છે. પણ તેનું સેવન હંમેશા ડોક્ટર અને એક્સપર્ટ સલાહ અનુસાર જ કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment