પેટમાં જમા ગંદકી આપશે અનેક બીમારીઓને નિમંત્રણ, બચવા માટે આવી રીતે કરો પેટ આંતરડાને સાફ… નહિ આજીવન એકપણ રોગ…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે પેટમાં કોઈપણ પ્રકારની ગડબડ થાય છે ત્યારે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમજ તમને જણાવી દઈએ કે જો પેટમાં જામેલી ગંદકી વધી જાય તો અનેક પ્રકારની બીમારીઓ પણ જન્મી શકે છે. આથી આપણે પેટને સાફ લાવવા માટે હંમેશા જાગ્રત રહેવું પડે છે. અને એવી જ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું પેટ તંદુરસ્ત રહે. 

આપણે જે ભોજન લઈએ છીએ તે જ્યારે મળાશય માંથી બહાર નીકળી શકતું નથી, તો કોલનમાં જ જમા થઈ જાય છે. જો તમારું પેટ સરખી રીતે સાફ થતું નથી તો, તમને કોલન ઇન્ફેક્શન થવાનું જોખમ પણ થઈ શકે છે. આ વેસ્ટ મટિરિયલ જો લાંબા સમય સુધી તમારા પેટમાં પડ્યું રહે તો ટોક્સીક થઈ શકે છે અને તમારી હેલ્થને નુકસાન પહોંચી શકે છે. માટે આ ટોક્સીક પદાર્થોને બહાર કાઢવા ખૂબ જ જરૂરી છે.જો તમે તેને બહાર કાઢો છો તો, તમારું મેટાબોલીજ્મ વધે છે અને તમે અંદરથી સ્વસ્થ અને સુંદર બની રહેશો. ઘણા લોકોને પેટ સાફ ન થવાને કારણે ખીલ વગેરે થાય છે, જે તેનાથી મટી શકે છે. આજે અમે તમને અમુક એવા સરળ ઘરેલુ ટિપ્સ જણાવીશું જેનાથી તમે તમારી સિસ્ટમને સાફ કરી શકશો. 

કોલનની સફાઈ રાખવાથી થતાં ફાયદાઓ:- વજન ઘટાડવામાં મદદ મળે છે. તમારા સમગ્ર માનસિક અને શારીરક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પ્રતિરક્ષા પ્રણાલીના કામકાજમાં સુધારો થાય છે. પેટના કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. 

કોલનની સફાઈના ઘરેલુ ઉપચારો:- 

1) ગાર્સીનિયા કંબોગીયા:- ગાર્સીનિયા કંબોગીયા તમારી ભૂખને દબાવે છે અને તમારા ચયાપચયને વધારે છે. તે માત્ર શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં જ મદદ નથી કરતું પરંતુ શરીરના વજનને પણ નિયંત્રણમાં રાખે છે. તેને 1-2 વખત દરરોજ લેવાથી પેટ સાફ થાય છે.2) સફરજનનું જ્યુસ:- સફરજનમાં ફાઈબરના ઘૂલનશીલ અને અઘુલનશીલ ગુણ હોય છે. તે તમારા મળને ભારે બનાવવામાં મદદ કરે છે અને તેને પાસ કરવાનું સરળ બનાવે છે. તે તમારા વજન ઘટાડવાના પ્રયત્નોમાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક સફરજન લો અને તેને એક કપ પાણી સાથે બ્લેન્ડ કરી લો. પછી તેને ગાળીને કે એમ જ પી લો. આવું તમારે દરરોજ કરવાનું છે. 

3) લેમન ડિટોક્સ ડ્રિંક:- લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે. જે ચયાપચયને વધારે છે અને શરીર માંથી ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે. લીંબુ એક પ્રાકૃતિક એંટીઓક્સિડેંટ છ, જે તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં ½ લીંબુ અને 1-2 ચમચી મધ મિક્સ કરો અને તેને દરરોજ પીઓ.

4) દહીં:- દહીં એક પ્રાકૃતિક પ્રોબાયોટીક છે, જે આંતરડાના હેલ્થી બેક્ટેરિયાન ધ્યાન રાખે છે. તેનાથી પાચનની સમસ્યા તંદુરસ્ત બને છે. દરરોજ 1 થી 2 વખત ખાંડ વગર કે ફળ વગરનું સાદું દહીં લેવું.5) કાચા શાકભાજીનું જ્યુસ:- કાચા શાકભાજીનું જ્યુસ પીવાથી તમારા કોલનને સાફ કરવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં ઘણી મદદ મળે છે. દિવસમાં ઘણી વખત તમારે તમારી ડાયેટમાં પાલક, બીટ, ગાજર, ટામેટાં અને કાકડીનો રસ પીવો જોઈએ. 

6) એપ્પલ સાઇડર વિનેગર:- એપ્પલ સાઇડર વિનેગરમાં એંટીઓક્સિડેંટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે આંતરડા અને મળાશય માટે ફાયદાકારક હોય છે. તે પેટમાં એસિડ બનવા દેતું નથી અને વજન ઘટાડવામાં મદદ કરે છે. 

આ જરૂરી વાતોનુ પણ રાખવું ધ્યાન:- જેટલું થઈ શકે તરલ પદાર્થોનું સેવન વધારવું, તંબાકુના સેવનથી બચવું, દારૂનું સેવન ઓછું કરવું, 50 વર્ષ પછી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, ખાસ કરીને કોલન કેન્સર માટે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment