દવાઓ ખાદ્યે પણ નહીં મટે આવો હઠીલો દુખાવો.. માટે ઘરે બેઠા કરો આ આયુર્વેદિક ઉપયોગ.. ઘરમાંજ મળી રહેશે બધી વસ્તુઓ

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે, ઘણા લોકોને નસની અંદર અસહ્ય દુઃખાવો થાય છે. જેને કારણે તેઓ શારીરિક રીતે ખુબ કમજોરી અનુભવે છે. પણ તેઓ અનેક દવાઓ કરવા છતાં પણ આ દુઃખાવાથી રાહત નથી મેળવી શકતા. પણ આજે અમે તમને ઘણા એવા ઘરેલું નુસ્ખાઓ વિશે જણાવીશું જેનો પ્રયોગ કરી તમે નસમાં થતા દુઃખાવાથી રાહત મેળવી શકશો.

જો કે નસમાં થતો દુઃખાવો એ સામાન્ય બાબત છે. આજકાલની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે લોકો આખો દિવસ એક જ પોઝીશનમાં બેઠા રહે છે. તો તેમને આ સમસ્યા થવી સામાન્ય વાત છે. નસમાં દુઃખાવો એ સામાન્ય વાત છે પણ જો તમને દુઃખાવો વધુ થાય તો તમારી તકલીફમાં વધારો કરે છે. માટે તે પહેલા તેનો ઉલાજ કરી લેવો જોઈએ અને ડોક્ટરને એક વખત જરૂર બતાવવું જોઈએ. જો તમને હળવો દુઃખાવો થઈ રહ્યો છે તો તમે ઘરેલું ઉપચારથી છુટકારો મેળવી શકો છો. પહેલા તો નસમાં થતા દુઃખાવાનું કારણ જાણી લઈએ.

નસમાં થતા દુઃખાવાનું કારણ : શરીરના કોઈક ભાગમાં વાગવું, લોહીનો સંચાર બરોબર ન થવો, સાઈટીકા, વિટામીન બી 12 અથવા વિટામીન બી 1 ની ઉણપ. આ કારણોથી પણ નસમાં દુઃખાવો થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે.

સફરજનની છાલનો ઉપયોગ : જો તમને સતત નસમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તમે સફરજનની છાલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે. એ એટલા માટે કે તેમાં ઘણા પ્રકારના તત્વ મળે છે. જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ, જે આપણા દુઃખાવાને ઓછો કરે છે.

આ રીતે કરો પ્રયોગ : એક ગ્લાસ પાણી લો, તેમાં એક ચમચી સફરજનની છાલ મિક્સ કરો, તેને તમે દરરોજ પીવો, તેનાથી નસમાં થતો દુઃખાવો અને સોજો દૂર થઈ જશે.

હળદરથી કરો નસનો ઈલાજ : હળદર એ દરેક બીમારી માટેનો અચૂક ઈલાજ છે. જો તમને વાગ્યુ છે અથવા તો તમારો ઘાવ ઊંડો છે તો તમે હળદરનું સેવન કરી શકો છો. હળદરમાં રહેલ સુજનરોધી ગુણ મળે છે. જેનાથી નસમાં થતો દુઃખાવો અને સોજા ઓછા થઈ જાય છે. જો તમને સખ્ત દુઃખાવો થઈ રહ્યો હોય તો પણ તમે હળદરનું સેવન કરી શકો છો.

આ રીતે કરો પ્રયોગ : હળદર વાળું દૂધ પીવો, હળદરનો લેપ પણ લગાવી શકો છો. તમને નસમાં જે જગ્યાએ દુઃખાવો થઈ રહ્યો છે ત્યાં તમે હળદર લગાવો તેનાથી ઘણી રાહત મળશે.

સિંધાલૂણ મીઠાનો પ્રયોગ કરો : સિંધાલૂણ મીઠું એ દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. નસમાં થતા દુઃખાવાનો ઈલાજ સિંધાલૂણ મીઠાથી થઈ શકે છે. તેમાં રહેલ તત્વ સાઈટીકાના કારણે થતા દુઃખાવામાં રાહત આપે છે. નસમાં થતા દુઃખાવા માટે તે બેસ્ટ ઉપાય છે.

આ રીતે કરો પ્રયોગ : એક કપડું લો, તેમાં સિંધાલૂણ મીઠું નાખો, હવે તમે પાણી ગરમ કરવા માટે મૂકી દો, તેમાં સિંધાલૂણ મીઠાની પોટલી મૂકી દો, થોડીવાર માટે એમ જ રહેવા દો, પછી આ પાણીથી સ્નાન કરી લો. આમ કરવાથી તમને દર્દમાં ઘણી રાહત મળશે.

મૂળાનો કરો ઉપયોગ : ખોરાકમાં ઉપયોગમાં લેવાતો મૂળો નસમાં થતા દુઃખાવામાં ઘણી રાહત આપે છે. તેમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, જેવા ગુણ હોય છે, જેનાથી નસમાં દુઃખાવો દૂર થાય છે.

આ રીતે કરો પ્રયોગ : મૂળો લો, તેને સારી રીતે ધોઈ નાખો, હવે તેની પેસ્ટ બનાવી લો, જે જગ્યાએ દર્દ હોય ત્યાં તેને લગાવો, થોડીવાર રહેવા દો, હવે તેને ગરમ પાણીથી ધોઈ નાખો.

મેથીના દાણાનો કરો પ્રયોગ : નસમાં થતા દુઃખાવાને તમે મેથીના દાણાથી ઓછું કરી શકો છો. મેથીના દાણા તો આપણી ઘણી સમસ્યાઓને ઓછી કરે છે. સાથે નસમાં થતો દુઃખાવો અને સોજાને ઓછા કરે છે.

આ રીતે કરો પ્રયોગ : સૌથી પહેલા તો તમે મેથીના દાણાને પાણીમાં પલાળી દો, હવે તેને મિક્સરમાં પીસી નાખો. તેની પેસ્ટ બનાવી લો, હવે તેને જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં લગાવો.

આ નાના ઉપાયો પણ રાહત આપે છે : જો તમે ઠંડા પાણીથી સ્નાન કરતા હો, તો તે બંધ કરી દો અને ગરમ પાણીથી સ્નાન કરવા લાગો.

> દિવસમાં એક વખત જરૂર મેડીટેશન કરો.    > જો તમે શરાબ પીતા હો તો તે આદતને ઓછી કરી દો.

> સારી ડાયટ કરો, તેમાં પાલક, નટ્સ, ફળો ખાવ.  > પ્રભાવિત સ્થળની સફાઈ કરો.

> રાત્રે 8 થી 10 કિશમિશ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટ ખાઈ લો.

> અલસીના બીજનું સેવન કરો. તેમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment