અજમાવો આ 6 માંથી કોઈ પણ 1 વસ્તુ, મોં દુર્ગંધ ફક્ત 5 મિનીટમાં કરી દેશે ગાયબ અને પીળા દાંતને કરી દેશે એકદમ સફેદ મોતીના દાણા જેવા…

ઘણા લોકો મોઢાની દુર્ગંધની સમસ્યાથી પીડાય છે. અને તેમના માટે આ અત્યંત ખરાબ અનુભવ હોઈ શકે છે. મોટાભાગે એવું પણ થાય કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય પરંતુ તમને તેનો ખ્યાલ પણ ન હોય. આવી સ્થિતિમાં લોકો ધીરે ધીરે તમારાથી દૂરી બનાવી લે છે. અને તે ખૂબ જ શર્મિંદગીની વાત છે. શ્વાસની દુર્ગંધને દૂર કરવાની સૌથી શ્રેષ્ઠ રીત મોઢાની સફાઈ રાખવી છે, જો તમેં તેનાથી પણ સારું પરિણામ ન મેળવી શકો તો અહીંયા  કેટલાક ઉપચાર જણાવ્યા છે તેને આજમાવી શકો છો. 

મોઢાની દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પીડાય છે. ની:શંકપણે આ એક હળવી સમસ્યા છે પરંતુ તેનાથી તમને શરમિંદગીનો સામનો કરવો પડે છે. એક અભ્યાસ પ્રમાણે વિશ્વભરમાં 5 થી 60 ટકા લોકો શ્વાસની દુર્ગંધની સમસ્યાથી પીડાય છે.

1) મોઢામાંથી દુર્ગંધ આવવાના કયા કારણ છે?:- એક ચિંતાની વાત એ છે કે કેટલાક લોકો મોઢાની સાફ-સફાઈનું ધ્યાન રાખવા છતાં કે લસણ અને ડુંગળી જેવી વસ્તુઓનું સેવન ન કરવા છતાં તેમના મોઢામાંથી દુર્ગંધ આવે છે. એક્સપર્ટ માને છે કે કેટલીક વાર આ સમસ્યા પેટમાં કોઈ આંતરિક ઘાતક બીમારીનો પણ સંકેત હોઈ શકે છે જેને નજર અંદાજ ન કરવું જોઈએ.

2) શ્વાસની દુર્ગંધ કેવી રીતે દૂર કરવી?:- એક્સપર્ટ માને છે કે શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ રીત તમારા મોઢાની સફાઈ રાખવી જોઈએ. દરરોજ બ્રશ કરવું દરેક વાર ખાધા બાદ કોગળા કરવા વધારે સમય સુધી ભૂખ્યું ન રહેવું વારંવાર પાણી પીતા રહેવું વગેરે જેવા ઉપાય છે જેના દ્વારા તમે મહદંશે આ સમસ્યાથી બચી શકો છો. જોકે કેટલાક ઘરેલુ ઉપાય પણ છે જેના દ્વારા તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.3) મોઢામાં દુર્ગંધ આવવાના કારણ:- સલ્ફર યુક્ત ભોજનનું વધુ સેવન કરવું. ધૂમ્રપાન અને દારૂ, મોં માઇક્રોબાયોમ, પેઢા ની બીમારી, તણાવ અને ચિંતા, મૌખિક સંક્રમણ, દાંંતનો સડો.

4) પૂરતા પ્રમાણમાં પાણી પીવો:- ડેન્ટલ હેલ્થના એક રિપોર્ટ પ્રમાણે મોઢામાં બેક્ટેરિયા ખરાબ ગેસ છોડે છે અને લાળ આને રિલીઝ થતા અટકાવે છે. તમે જેટલું વધારે હાઇડ્રેટ રહેશો તમારા શ્વાસ માંથી દુર્ગંધ ઓછી આવશે. તેથી જો તમારું મોઢું સુકાઈ રહ્યું હોય તો બસ એક ગ્લાસ પાણી પી લો.5) ફુદીનો અને તુલસીના પાન ચાવો:- એનસીબીઆઈ ના એક રિપોર્ટ પ્રમાણે જો તમારાં મોઢામાંથી હંમેશા દુર્ગંધ આવતી હોય તો તમારે તમારા ખિસ્સામાં કેટલીક જડીબુટ્ટીઓ જેમકે ફુદીના અને તુલસીના પાન રાખવા જોઈએ આ નિશ્ચિત રૂપે તમારા દાંતને સાફ કરવાવાળા તો નથી પરંતુ આ તમને મોઢાની અત્યંત દુર્ગંધ  થી બચાવશે. આ અત્યંત અસરકારક છે પરંતુ આ થોડા સમય માટે જ કામ કરે છે.

6) સફરજન છે અસરકારક:- જ્યારે તમે ઘરે થી બહાર નીકળો તો તમારી સાથે એક સફરજન જરૂર રાખો. સફરજનમાં ઓક્સીડાઇઝ્ડ પોલિફેનોલ્સ હોય છે, જે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવામાં મદદરૂપ થાય છે. અને આ પોતાના ટેક્ષચરના કારણે તમારા દાંતને પણ સાફ કરે છે.7) લીંબુ ચૂસો:- લીંબુ ન માત્ર સ્વસ્થ હોય છે પરંતુ શ્વાસની દુર્ગંધ ને દૂર કરવામાં પણ ઉપયોગી છે કારણ કે આ બેક્ટેરિયા ને મારે છે જે અનિચ્છનીય ગંધ પેદા પેદા કરે છે. માત્ર લીંબુનો એક ટુકડો ચૂસો અથવા તેને એક ગ્લાસ પાણીમાં નીચવી લો. લસણ અને ડુંગળી ખાધા બાદ પણ આ ઉપાય અત્યંત અસરકારક છે.

8) તમારા ખિસ્સામાં બ્રેથ જેલ રાખો:- જો તમને સતત શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો તમે તમારા ખિસ્સામાં કે પર્સમાં થોડી બ્રેથ જેલ રાખો આ એવા લોકો માટે સારું સમાધાન છે જેમને સાંધાના કે માસ પેશીઓની સમસ્યા હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment