મહિલાઓના વર્ષો જુના પીઠ અને કમરના દુખાવા ચપટીમાં જ થશે ગાયબ…અજમાવો એકવાર આ દેશી નુસ્ખા… મોંઘી દવાઓ કરતા પણ છે વધુ કારગર…

આજના સમયમાં લગભગ મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાના લીધે પરેશાન રહે છે અને અનેક દવાઓનું સેવન કરવા છતાં પણ રાહત નથી મળતી. તો આજે આ લેખમાં અમે તમને કમરના દુખાવાને ઓછો કરવા માટે એક હર્બલ બામ અને તેલના ઉપયોગ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો. જાણો ઘરગથ્થુ દેશી ઉપચાર વિશે…

મહિલાઓમાં કમરનો દુખાવો ખુબ જ સામાન્ય સમસ્યા છે. તેના કારણે મહિલાઓ રોજબરોજના કામકાજ પણ કરી શકતી નથી. ઘણી વખત તો કમરનો દુખાવો એટલો બધો વધી જાય છે કે, તેના કારણે પથારીમાંથી ઉઠી પણ શકાતું નથી. મહિલાઓમાં કમરના દુખાવાના ઘણા કારણો હોય શકે છે. પહેલું હાર્મોનલ અસંતુલનને કારણે કેલ્શિયમની ઉણપ. હાડકાં અને સાંધાનો ઘસારો, અને ત્રીજું દરરોજના કામકાજ અને આરામ ન થઈ શકવાને કારણે. તેવામાં ઘણી વખત મહિલાઓ દવાઓનું સેવન કરવા માંગતી નથી. તો આવી સ્થિતિમાં અમુક ઘરેલુ નુસ્ખા તેમની મદદ કરી શકે છે. જે કમરના દુખાવા માટે રામબાણ ઈલાજના રૂપમાં કામ કરે છે.

હર્બલ બામથી કમરની માલિશ : કમરમાં દુખાવો થાય ત્યારે ઘણી વખત તમે અમુક એવા પ્રાકૃતિક ઉપાય ચાહો છો કે, જે ઝડપથી કામ કરે અને તમારા દુખાવાને દૂર કરે. તેવામાં ઘરે બનેલ આ હર્બલ બામ તમને દુખાવો મટાડવામાં મદદ કરી શકે છે. તેને લગાડીને તમે તમારી પીઠની માલિશ કરો. તે એક પ્રકારે ગરમી ઉત્પન્ન કરે છે, જે દુખાવો દૂર કરવામાં ઝડપથી મદદગાર બને છે. તે સિવાય તેમાં રહેલ એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ સોજો મટાડે છે અને દુખાવાથી રાહત અપાવે છે.

હર્બલ બામ બનાવવાની રીત :  એક વાટકી પીપરમેન્ટનું તેલ લો, તેમાં એક ચમચી અજમો મિક્સ કરો, બંનેને એક સાથે ગરમ કરો, હવે તેમાં ઉપરથી થોડું કપૂર મિક્સ કરો, હવે જ્યારે તે સરખી રીતે ગરમ થઈને ઘટ્ટ બની જાય એટલે તેને એક ડબ્બામાં બંધ કરી લો, હવે જ્યારે પણ દુખાવો થાય ત્યારે આ બામ લગાવી દો.

મહુઆના તેલથી પીઠની માલિશ : મહુઆના તેલમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી માલિશ કરવાથી જૂનામાં જૂનો દુખાવો પણ દૂર થાય છે. જો તમને એક ધારો કમરનો દુખાવો રહેતો હોય તો, તમારે રોજ રાત્રે સૂતા પહેલા, તમારી પીઠની મહુઆના તેલથી માલિશ કરવી. તેનો એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ માંસપેશીઓમાં એક ગરમી ઉત્પન્ન કરે છે અને સોજા અને દુખાવાથી રાહત અપાવે છે. મહુઆના તેલના ઉપયોગ માટે તમારે વધારે કઈં કરવાનું પણ નથી, બસ તમારે મહુઆનું તેલ લેવાનું છે અને તેને નવશેકું ગરમ કરીને તમારી પીઠની માલિશ કરવાની છે. આમ કરવાથી તમે મહુઆના તેલની મદદથી કમરના દુખાવામાં રાહત મેળવી શકો છો.

હળદર અને ચૂનાનો લેપ : હળદરમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિ ઓક્સીડેન્ટ ગુણ હોય છે. સાથે જ તેમાં જોવા મળતું કરક્યુમીન કોઈ પણ દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે. તો ચુનામાં પણ કેલ્શિયમ કાર્બોનેટની માત્રા સારી હોય છે, જે હાડકાં માટે ફાયદાકારક છે. તમે આ બંને વસ્તુઓને મિક્સ કરીને તેનો લેપ બનાવીને તમારા હાડકાં પર લગાડી શકો છો અને દુખાવાથી રાહત મેળવી શકો છો. સાથે જ જો તમારી પાસે ચૂનો ન હોય તો, તમે હળદરમાં લવિંગ વાટીને મિક્સ કરો અને તેને તમારી કમર પર લગાડો. વાસ્તવમાં, હળદરની તાસીર ગરમ હોય છે. જે દુખાવો મટાડવામાં મદદ કરે છે. આમ, હળદર અને ચૂનો પણ મહિલાઓને થતો કમરનો દુખાવો મટાડી શકે છે.

લવિંગનું બનાવેલ બામ : જો તમને રેગ્યુલર કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, તમે લવિંગમાંથી બનેલ બામનો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં લવિંગમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. તે દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તેમજ, આ બામ ગાયના ઘીમાં બને છે, જે ઓમેગા-6 જેવી ગુડ ફૈટ્સથી ભરપૂર હોય છે. તે તમારા હાડકાં અને માંસપેશીઓમાં નમી લાવવાનું એટલે કે, લ્યુબ્રિકેંટ્સની જેમ કામ કરે છે. તે તમારા હાડકામાં લચક લાવે છે અને દુખાવો મટાડે છે.

આ બામને બનાવવા માટે તમારે બસ 2 કામ કરવાના છે, પહેલું એ કે, ગાયનું ઘી લો અને તેમાં લવિંગનો પાવડર મિક્સ કરીને ગરમ કરો, સરખી રીતે ગરમ થઈ જાય એટલે તેને એક ડબ્બીમાં બંધ કરીને ફ્રીજમાં રાખી લો. તમે ચાહો તો તેને બહાર પણ રાખી શકો છો. હવે આ બામથી કમરની માલિશ કરો.

યુકેલિપ્ટસ ઓઈલ : નવશેકા પાણીથી ભરેલી બાલ્ટીમાં યુકેલિપ્ટસ એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં નાખો. આ પાણીથી દરરોજ સ્નાન કરવું અથવા તો આ પાણીથી તમારી કમરને શેક આપવો. વાસ્તવમાં, આ પ્રકારે તેલનો ઉપયોગ કરવાથી તમારી નસો અને માંસપેશીઓને આરામ મળે છે અને કમરનો દુખાવો મટી જાય છે. આમ, આ એસેન્શિયલ ઓઈલ પણ તમને કમરનો દુખાવો મટાડવામાં મદદ કરી શકે છે.

આ પ્રકારે તમે આ 5 વસ્તુઓનો ઉપયોગ કરીને કમરના દુખાવને ઓછો કરી શકો છો. આવા ઘરેલુ નુસ્ખાના ઉપયોગથી મહિલાઓ તેમના કમરના દુખાવાથી રાહત મેળવી શકે છે. તે છતાં પણ તમને આરામ ન મળે તો, તમે તમારા ડોકટરનો સંપર્ક કરો, અને તેની તપાસ અને ઈલાજ કરાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment