એસીડીટીમાં મોંઘી દવા ખાવાથી શરીરના અંગોને થાય છે નુકશાન, અપનાવો આ ઘરેલું ઉપાય કાયમી મળી જશે રાહત…

એસીડીટીની સમસ્યા સૌથી સામાન્ય સમસ્યાઓ માંથી એક છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા પેટ માટે એ ઘણી બીમારીઓની જડ પણ બની શકે છે. જ્યારે એસીડીટીને અમુક પેટને લાગતી સમસ્યાઓની શરૂઆત પણ માનવામાં આવે છે. એક રીતે જોવામાં આવે છે કે, એસીડીટીને દૂર કરવા માટે ઘણી દવાઓ છે, પણ દર વખતે એસીડીટી થવા પર એલોપેથીક દવા ખાવી ઠીક નથી. આ દવાઓ આપણા ઘણા અંગોને નુકસાન કરે છે.

જો તમને એસીડીટીની તકલીફ છે તો અમે તમને ઘણા એવા ઉપાયો વિશે આજે  આ લેખમાં જણાવશું. જે તમને ફાયદો કરશે. આ ઉપાયોથી તમે પેટની દરેક સમસ્યાથી છુટકારો અપાવે છે. ચાલો તો જાણીએ તેના વિશે વધુ માહિતી…એસીડીટી માટે ડીટોક્સ પાણી : તમે 300 મિલી પાણીમાં 2 ગ્રામ વરીયાળી, 2 ગ્રામ જીરું, 2 ગ્રામ કોથમીરના બીજ, મિક્સ કરીને ઉકાળી લો, પછી તેને ગાળીને દિવસમાં બે વખત પીવો. ધ્યાન રાખો કે તેને તમે ભોજન કર્યા પછી 30 મિનીટ પછી જ પીવું જોઈએ. આ ડીટોક્સ પાણી પેટની એસીડીટીને શાંત કરવા માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

દરરોજ પાણી ઉકાળવા નથી માંગતા તો : ઉપર જણાવ્યું એ પાણી તમે દરરોજ ઉકાળવા નથી માંગતા તો એક મસાલો બનાવીને પણ રાખી શકો છો. તમે આ ત્રણેય મસાલાને એક સાથે મિક્સ કરો, પછી તેને સ્ટોર કરવા માટે એક ડબ્બામાં ભરીને મૂકી દો. હવે દરરોજ આ મિશ્રણને ગરમ પાણીમાં નાખીને પીય શકો છો. આ રીત ખુબ જ સરળ છે. પણ યાદ રાખો કે તેને કોઈ એર ટાઈટ ડબ્બામાં જ સ્ટોર કરો.નિંદર પણ પુરતી કરવી જોઈએ : આપણું મગજ આપણા આંતરડા સાથે જોડાયલ હોય છે. આથી 7 થી 8 કલાકની નિંદર ખુબ જ જરૂરી છે. જ્યારે આપણે બરાબર નિંદર નથી કરતા ત્યારે એસીડીટી અને માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. ઘણા લોકોને સ્ટ્રેસને કારણે એસીડીટી થતી હોય છે. આ ખુબ જ મોટી સમસ્યા છે. આથી નિંદર કરવી ખુબ જરૂરી છે.

વરીયાળીનું પાણી : એસીડીટી ઓછી કરવા માટે વરીયાળી ખુબ જ ઉપયોગી છે, અને વરીયાળીનું પાણી ખુબ જ અસરકારક છે. 1 ચમચી વરિયાળીના બીજને 300 મિલી પાણીમાં આખી રાત પલાળીને રાખો અને આ પાણી દરરોજ ખાલી પેટ પીવું જોઈએ. તે એસીડીટી ઓછી કરવામાં ખુબ મદદ કરે છે.યોગ્ય તેલનો ઉપયોગ કરો : એસીડીટી ઓછી કરવા માટે તેલ ખુબ જ ઉપયોગી છે. તમે કોઈ સારું ઓર્ગેનિક અથવા કોલ્ડ પ્રેસ્ડ ઓઈલ ઉપયોગ કરો. જેમ કે તલનું તેલ, એક્સ્ટ્રા વર્જિન ઓલીવ તેલ, ઘી અથવા સરસોનું તેલ વગેરે. તમે પ્રોસેસ્ડ વેજીટેબલ ઓઈલનો ઉપયોગ ન કરો. જ્યારે પણ આપણે આ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ તે આપણી ગટ હેલ્થ માટે સારું નથી, તે એસિડ બનાવે છે અને હાર્ટબર્ન કરે છે.

ઠંડુ દૂધ : તમે દુધને ઉકાળો અને તેને ઠંડુ થવા દો. કાચું દૂધ ન પીવો. આ દુધમાં 4 થી 5 મખના નાખો અને તેને પીવો. આ તમારા માટે ચમત્કારી ઉપાય સાબિત થશે. તેનાથી જલ્દી એસીડીટી ઓછી થાય છે.કેળાની મદદથી એસીડીટી દુર કરો : કેળા પણ એસીડીટીમાં મદદ કરે છે. પણ તમારે તેને યોગ્ય સમયે પીવું જોઈએ. તમે પહેલા 1 ગ્લાસ વરીયાળીનું પાણી પીવો અને ત્યાર પછી ખાલી પેટ કેળું ખાવ. આ ઉપાય એસીડીટી માટે ખુબ જ અસરકારક છે.

ત્રિફળાથી એસીડીટી દૂર કરો : એસીડીટીને ઓછી કરવામાં ત્રિફળા પણ મદદ કરે છે. તમે નવશેકા ગરમ પાણીમાં ½ ચમચી ત્રિફલા પલાળો, અને 5-10 મિનીટ રહેવા દો. તમે તેને સૂતા પહેલા જ પીવો. આ ઉપાય ખુબ જ અસરકારક છે.ચાર્કોલ ટેબ્લેટ્સ : ચાર્કોલ ટેબ્લેટ્સથી પણ ગેસ ઓછી કરી શકાય છે. જો તમે ભોજન અને ડીનર પછી 1-1 ટેબ્લેટ ખાવ છો તો તે તમારા માટે ખુબ ફાયદાકારક છે. આ ટેબ્લેટને તમે શુદ્ધ ફાર્મસીમાંથી જ લો. ધ્યાન રાખો કે બ્યુટી વાળી ચાર્કોલ ટેબ્લેટ્સ નહિ પણ ફાર્મસીમાં મળતી વાળી કન્ઝ્યુમેબલ ટેબ્લેટ્સ જ ખાવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “એસીડીટીમાં મોંઘી દવા ખાવાથી શરીરના અંગોને થાય છે નુકશાન, અપનાવો આ ઘરેલું ઉપાય કાયમી મળી જશે રાહત…”

Leave a Comment