ફાટેલી પગની એડી, વાઢીયા અને ઊંડા ચીરા મટી જશે મફતમાં જ, લગાવી દો આ એક વસ્તુ… એડી થઈ જશે એકદમ સાફ, સુંદર અને સ્મૂથ…

ઋતુ અનુસાર ત્વચા ફાટવા લાગે છે. આવી સમસ્યાઓમાં એક એડિયો પણ ફાટે છે અને તેમાં ચીરા પડી જાય છે. આમ તો એડિયો ફાટવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે પરંતુ કેટલીક વાર આના કારણે ખૂબ જ વધારે દુખાવાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને શિયાળાની ઋતુ સિવાય દરેક ઋતુમાં આ સમસ્યા હેરાન કરતી હોય છે. એડીઓ ફાટવાની આ સમસ્યા મહિલાઓ, પુરુષો અને બાળકો કોઈને પણ થઈ શકે છે. પરંતુ આ સમસ્યાનો સામનો મોટાભાગે મહિલાઓને કરવો પડતો હોય છે. એડિયો ફાટવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારના ઘરેલુ ઉપાય છે, જેનાથી આ સમસ્યા માંથી ધીરે ધીરે રાહત મેળવી શકાય છે. તો આવો જાણીએ એડી ફાટવા ના કારણો અને તેના ઘરેલુ ઉપાય.  

મોટાભાગના કિસ્સામાં એડીઓ ફાટવાની સમસ્યા વધારે ગંભીર નથી હોતી. એડિયો ફાટવા પર જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો તો વધારે સમસ્યા થાય છે. કેટલાક કિસ્સામાં પગમાં પડતા ચીરા ઘણા ઊંડા હોય છે અને તેમાંથી દુખાવો પણ વધારે થાય છે. એવામાં આજે અમે તમને એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમે ફાટેલી એડીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. તો આવો જાણીએ તે ઘરેલુ ઉપાયો વિશે.ફાટેલી એડીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય:- 

એડી નો બામ અને મોસ્ચ્યુરાઇઝર નો કરો ઉપયોગ:- ફાટેલી એડીઓની સમસ્યાથી છુટકારો મેળવવા સૌથી પહેલો ઉપાય એડીમાં બામનો ઉપયોગ કરવાનો છે. એડી બામની મદદ થી તમારી એડીને મોસ્ચ્યુરાઈઝ અને સોફ્ટ બનાવી શકો છો અને ડેડ સ્કિન બહાર નીકળી જાય છે. કોઈપણ મેડિકલની દુકાન માંથી એડીનો બામ સરળતાથી મળી જશે. કેટલાક એડીના બામથી તમને હળવી બળતરા થવાનો અહેસાસ થશે જે સંપૂર્ણ રીતે નોર્મલ છે. પરંતુ જો આ બામ લગાવ્યા બાદ પણ કોઈ રિએક્શન થાય તો તેના માટે ડોક્ટર નો સંપર્ક કરવો. જો તમારી એડીઓમાં ગંભીર તિરાડ પડી ગઈ હોય તો બામનો. ઉપયોગ કરતા પહેલા ડોક્ટરને અવશ્ય દેખાડવું.

પગને પલાળીને એક્સ્ફોલિએટ કરો:- જ્યારે તમારી એડીમાં ચીરા પડે તો તેની આસપાસની સ્કીન વધારે જ ડ્રાય થઈ જાય છે અને જાડી થઈ જાય છે. જ્યારે તમે આ સ્કીન પર દબાણ કરો છો તો આ અલગ થઈ જાય છે. એવામાં પગને પલાળીને રાખો અને મોસ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરવાથી તમને ઘણી મદદ મળી શકે છે. આવી રીતે પલાળીને રાખો તમારા પગ, હળવું નવશેકું ગરમ પાણી લો અને તેમાં થોડુંક શેમ્પુ મિક્સ કરીને પગને 20 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ ફ્રૂટ સ્ક્રબર અને પ્યુમિન સ્ટોનથી સખત ત્વચાને કાઢી લો. ત્યાર બાદ પગને સૂકા કરી લો. અસરગ્રસ્ત જગ્યામાં એડી નો બામ લગાવો. ત્યારબાદ પેટ્રોલિયમ જેલી લગાવો અને મોજા પહેરી લો. જ્યારે તમારા પગ સૂકા હોય તે દરમિયાન સ્ક્રબ ન કરવું. તેનાથી તમારી ત્વચા વધારે ઇજાગ્રસ્ત થઈ જશે.

લિકવીડ બેન્ડેડ:- ફાટેલી એડીઓની સમસ્યાથી બચવા માટે તમે લિક્વિડ પટ્ટીનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી તમે ઇન્ફેક્શનથી બચી જશો. જો તમને ચીરા વધારે જ ગંભીર હોય અને તેમાંથી લોહી પણ નીકળી રહ્યું હોય તો તેવી સ્થિતિમાં લિક્વિડ બેન્ડેડ એક સારો વિકલ્પ છે. આનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું કે તમારો પગ સંપૂર્ણ રીતે સાફ અને સૂકો હોય.મધ:- ફાટેલી એડીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મધ એક કુદરતી ઉપાયના રૂપમાં તમારી મદદ કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે મધમા એન્ટી બેકટેરિયલ અને એન્ટી માઈક્રોબીયલ ગુણ ઉપલબ્ધ હોય છે. શોધમાં એ જાણવા મળ્યું કે મધથી ફાટેલી એડીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને તેનાથી ત્વચા પણ મોસ્ચ્યુરાઈઝ બને છે.

નાળિયેર તેલ:- ડ્રાય સ્કીન માટે નાળિયેર તેલ ખૂબ જ ફાયદાકારક છે. પગને પલાળેલા રાખીને સુકવ્યા બાદ નાળિયેરના તેલનો ઉપયોગ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાળિયેર તેલમાં એન્ટી ઇમ્ફલેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ ઉપલબ્ધ હોય છે જેનાથી ફાટેલી એડીઓના કારણે થતા ઇન્ફેક્શનથી બચી શકાય છે.એડિયો ફાટવાના આ કારણો છે:- એડીયો ફાટવાનો પહેલો સંકેત તે એરિયાની ત્વચા સુકી અને જાડી થાય છે. એડીયો ફાટવાના બીજા પણ ઘણા કારણો છે જેમાં સામેલ છે, કલાકો સુધી ઉભું રહેવું, ખુલ્લા પગે ચાલવું અને પાછળથી ખુલ્લા ચંપલ પહેરવા, વધારે સમય સુધી ગરમ પાણીથી નાહવું. કઠોર સાબુનો ઉપયોગ કરવાથી, તે ત્વચાના કુદરતી તેલને ઘટાડે છે. એવા ચંપલ પહેરવા જે યોગ્ય રીતે માપના ન હોય અને તમારી એડીને સપોર્ટ ન કરતા હોય. ઋતુના કારણે ત્વચાનું શુષ્ક થવું.

એડી ફાટવાના મેડિકલ કારણો:- ડાયાબિટીસના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થવા લાગે છે, જેના કારણે હાથ પગની સ્કીન વધારે ડ્રાય થઈ જાય છે અને તેમાં ચીરા પડવા લાગે છે. એવી અનેક સ્થિતિ હોય છે જેના કારણે તમારે ફાટેલી એડીઓની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે, વિટામીન ની કમી, ફંગલ ઇન્ફેક્શન, હાયપોથાઈરોડીઝ્મ, સોરીયાસીસ, સ્થૂળતા, ગર્ભાવસ્થા, એજિંગ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment