આ 7 જડીબુટ્ટીઓ કુદરતી રીતે બ્લડ શુગરને કરશે કંટ્રોલ.. અને આપશે બીજા ઘણા ફાયદાઓ

ડાયાબિટીસ એ જીવનભરની સ્થિતિ છે જે શરીરમાં બ્લડ શુગરના લેવલ  અને ઇન્સ્યુલિનના સ્તરને અસર કરે છે. બ્લડ શુગર  લેવલ માટે અસરકારક પદ્ધતિઓ અપનાવીને ડાયાબિટીસથી રાહત મેળવી શકાય છે. એવી ઘણી ઔષધિઓ છે જેનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. બ્લડ શુગર લેવલને સારા પરિણામ, જીવનશૈલીની વ્યૂહરચનાઓ અને વજન ઘટાડવાની મદદથી અસરકારક બનાવી શકાય છે.

ડાયાબિટીસથી પીડિત લોકો કાં તો પુરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી અથવા તેઓ જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. ઘણી ઔષધિઓ એવી હોય છે જે અસરકારક ઉપાય ન હોય શકે, પરંતુ ડાયાબિટીસના લક્ષણોમાં ફાયદો કરી શકે છે, અને ડાયાબિટીસના પારંપરિક ઉપચારોની સાથે મળીને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

આ ઔષધિઓ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખશે

તજ : તજ આપણા સ્વાસ્થ્ય માટે જ નહિ, પણ શરીરના તાપમાનને બે ડિગ્રી વધારીને ઠંડક અને આરોગ્ય સુધારવામાં પણ મદદ કરે છે. તજના ઘણા ફાયદા છે. તજનો ઉપયોગ ઘણા ઘરેલું ઉપાયોમાં પણ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. તેનો એક અલગ સ્વાદ હોય છે તે ખોરાકમાં થોડી મીઠાશ પ્રદાન કરે છે. સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે તજ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

તે બ્લડ પ્રેશરને સુધારવા, પાતળા શરીરને જાડું કરવામાં, પાચનમાં સુધારો, ઇન્સુલિન  સંવેદનશીલતમા સુધારો અને શરીરને ફાયદાકારક એન્ટી ઓક્સીડેન્ટ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે તમે તમારી ચા માં પણ તજ ઉમેરી શકો છો. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે તજનું સેવન જરૂરથી કરવું જોઈએ.

કારેલા : કારેલા ભારતીય ખોરાકમાં સદીઓથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે કડવા કારેલાના બીજ ખાવાથી, મિશ્ર શાકભાજીનો રસ અથવા કડવા કારેલાનો રસ પીવાથી શુગરના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાના રસમાં એટલો જ ગાજરનો રસ ઉમેરી દરરોજ સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં થાય છે અને ધીમે ધીમે ઓછું થાય છે.

સવારના સમયે કારેલાનું જ્યુસ પીવાથી ફાયદેમંદ સાબિત થાય છે. કારેલામાં મોમશીરડીન અને ચેરેટીન જેવા એન્ટી હાઇપર ગ્લેસેમિક તત્વ મળે છે. જયારે તમે કારેલાને બીજ સહીત ખાવ છો ત્યારે તે શરીરમાં એક રીતે રફેજનું કામ કરે છે..

મેથીના દાણા : મેથીના દાણા ડાયાબિટીસમાં ફાયદાકારક છે તે શરીરના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે અને ડાયાબિટીસથી બચાવે છે. તે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. તેમાં ફાઈબર અને રસાયણો હોય છે જે કબજીયાત અને ખાંડનું પાચન ધીમું કરી શકે છે. મેથીનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગરનું પ્રમાણ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થઈ શકે છે. મેથી એક  લીલી શાકભાજી છે  જે શિયાળાની ઋતુમાં મળે છે. તમે મેથીના દાણાનું પાણી પીય શકો છો.

એલોવેરા : જો તમે એમ માનો છો કે એલોવેરા ફક્ત વાળ અને ત્વચા માટે જ ફાયદા પ્રદાન  કરી શકે છે, તો તમે ભૂલો છો. આ છોડ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે અને ડાયાબિટીસને  નિયંત્રણ કરવામાં પણ મદદ કરી શકે છે. એલોવેરામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટસ સ્વાદુપિંડમાં બીટા કોષોનું રક્ષણ અને સમારકામ કરવામાં મદદ કરી શકે છે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ડાયાબિટીસ માટે એલીવેરાનો રસ પણ પીય શકો છો.

ગિલોય : ગિલોય એક આયુર્વેદિક છોડ છે જે બ્લડ શુગર લેવલ અને ડાયાબિટીસના અન્ય લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.ઔષધી તમારી પ્રતીરક્ષાને પણ વધારી શકે છે. ગિલોયમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ શરીરમાં રક્ષણ પ્રદાન કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment