પેટની બધીજ ગંદગી નીકળી જશે મળ વાટે બહાર અને પેટમાં ગેસ બળતરા, કફ, કબજિયાત, વાત-પિત્ત જેવી સમસ્યાઓમાંથી મળી જશે છુટકારો

જાણો આ વસ્તુ કેમ ખાવાની.

મિત્રો આજકાલ આપને જોઈએ છીએ કે લોકોની જીવનશૈલી દિવસે દિવસે વધારે વ્યસ્ત થવા લાગી છે. લોકો પોતાના દરેક કામમાં એટલા વ્યસ્ત બનતા જાય છે કે પોતાના શરીરનું પણ ધ્યાન નથી રાખી શકતા. ખાવાપીવાની બાબતમાં પણ એટલા બેદરકાર હોય છે કે અવારનવાર શરીરને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આજે લોકો દ્વારા ખુબ જ બહારના ખોરાકનું સેવન કરવામાં આવે છે. જેના કારણે પેટને લગતી અનેક સમસ્યા થવા લાગે છે. જેના કારણે ઘણી વાર આપણે પરેશાન પણ થઇ જતા જોઈએ છીએ.

આવી બધી ખરાબ આદતોને કારણે પેટને લગતી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે. પેટમાં ગેસ થવો, બળતરા થવી, કફ થવો, કબજિયાત થવી, વાત્ત, પિત્ત, ખોરાક બરોબર પાચન ન થાય વગેરે જેવી ઘણી સમસ્યાઓ આજે આપણને જોવા મળે છે. પરંતુ આ સામાન્ય લાગતી સમસ્યાઓ જીવનમાં આગળ જતા ખુબ જ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જેના કારણે આપણે ગંભીર રોગોનો પણ સામનો કરવો પડે. 

તો આ બધી જ સમસ્યાથી જો છુટકારો મેળવવો હોય તો તેનો એક માત્ર ઉપાય છે પેટની રોજ બરોબર રીતે સફાઈ થઇ જાય. બહારનો ખોરાક ખાવાના કારણે આપના શરીરમાં જે કોઈ પણ ગંદકી ભેગી થઇ હોય તેને બહાર કાઢવી પડે. તો આજે અમે તમને તેનો એક સૌથી સરળ અને ઉત્તમ રસ્તો જણાવશું જે તમારા પેટની દરેક સમસ્યાનું સમાધાન કરશે. મિત્રો ઘણા લોકોને જોયા હશે કે પેટની સફાઈ માટે રોજ દવાઓ લેતા હોય છે. પરંતુ દવાઓ ક્યારેય પણ ન લેવી જોઈએ. પરંતુ આજે અમે જેવા વિશે જણાવશું તે એકદમ આયુર્વેદિક ઉપચાર જેવું છે. જે સામાન્ય છે. તો ચાલો જાણીએ શું છે વસ્તુ.

બધા જ લોકો ડ્રાયફ્રૂટ તો ખાતા જ હોય છે. તે અનેક રીતે આપણને ફાયદો કરાવે છે. પરંતુ આજે અમે તમને અંજીર વિશે જણાવશું. જે ઉપર જણાવ્યું એ પ્રમાણે બધી જ સમસ્યાઓને દુર કરે છે. અંજીરમાં ફાયબરના સારા એવા સ્ત્રોત રહેલા હોય છે, લગભગ અંજીરમાં 1.45 ગ્રામ ફાયબર પ્રાપ્ત થાય છે. અંજીરનું સેવન કબજિયાત માટે ખુબ જ મહત્વ છે. તે પાચનતંત્રમાં થતી બધી જ અડચણોને એકદમ ગાયબ કરી નાખે છે. રાત્રે સુતા પહેલા જો માત્ર ત્રણ નંગ અંજીર ખાવામાં આવે તો સવારે ઉઠાતાની સાથે પેટની સફાઈ એકદમ સરળ રીતે થઇ જશે. સામાન્ય લગતી પેટની બધી સમસ્યાઓ માટે આ ઉપાય ખુબ જ કારગર છે. 

અંજીર એક રેસા વાળું ખોરાક કહેવામાં આવે છે. અને રેસા વાળા ખોરાકનું જો સેવન કરવામાં આવે તો આપણા આંતરડાની સફાય ખુબ જ સરળ રીતે થઇ જાય છે. જે આપણી ખોરાકની નળીમાં ગંદકી ફસાયેલી હોય છે તેને સાફ કરે છે અને મળ માર્ગે તેને બહાર કાઢવામાં મદદ કરે છે. માટે જો રોજ માત્ર ત્રણ જ અન્જીરનું સેવન રાત્રે સુવા સમયે કરવામાં આવે તો સવારમાં પેટની સફાઈ એકદમ સરળ રીતે થઇ જાય છે અને પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તે ફટાફટ દુર થવા લાગે છે.

ઘણા લોકોને બહારના ખોરાકના કારણે ઝાડાની પણ સમસ્યા થતી હોય છે તો તેવામાં પણ જો અંજીરનું સેવન કરવામાં આવતું હોય તો ડાયેરિયાની સમસ્યા પણ ઓછી થવા પામે છે. અંજીરના સેવનથી પાચનતંત્રમાં ખુબ સુધારો આવવા લાગે છે અને જો પાચનતંત્રમાં સુધારો આવવા લાગે તો પેટમાં કબજિયાત, બળતરા, ગેસ, કફ જેવી સમસ્યા થવા નથી પામતી. અંજીરમાં ઘણા બધા એવા પોષકતત્વો રહેલા છે જેના કારણે ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો મળી રહે છે. 

અથવા તમે અંજીરને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે એનું સેવન કરો તેનું પાણીં પણ પીય જવાનું છે… તમે સવારે 2 અંજીર પાણીમાં પલાળી સાંજે પણ ખાઈ શકો. આમ સવાર સાંજ ફક્ત 2 અંજીર ખાઈ ને તમે પેટનો તમામ કચરો દૂર કરી શકો છો. ફક્ત 2 દિવસ આ ઉપાય કરશો તો પણ તમને સારું રિજલ્ટ મળશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment