ગેસ અને કબજીયાતથી પરેશાન છો | તરત જ અપનાવો આ આ દેશી ઉપાય | કાયમ માટે મળી જશે છુટકારો….

ગેસ અને કબજીયાતથી પરેશાન છો | તરત જ અપનાવો આ આ દેશી ઉપાય | કાયમ માટે મળી જશે છુટકારો….

શું તમે પણ ગેસ અને કબજીયાતથી છો પરેશાન…. તરત જ અપનાવો આ આ દેશી ઉપાય… કાયમ માટે મળી જશે છુટકારો….

મિત્રો આજના સમયમાં લોકો ખાનપાન અને જીવનશૈલીમાં ધ્યાન ન દેતા હોવાથી ગેસ, કબજીયાત, અપચો જેવી સસ્યાથી પરેશાન રહેતા હોય છે. મિત્રો જે લોકો ચા કોફીનું સેવન વધારે કરે છે, ધુમ્રપાન કરે છે, ઝડપથી ભોજન કરે છે, વધારે મસાલેદાર અને તળેલા ખાદ્ય પદાર્થનું સેવન કરતા હોય અને વધારે પડતું કોલ્ડ્રીંકનું સેવન કરતા હોય અને જેમનું જીવન બેઠાડું હોય.  આ દરેક બાબતો વારંવાર ગેસ થવાનું કારણ છે.

img source

આ ઉપરાંત આ લોકોને પેટમાં ગેસ થવાની સાથે સાથે ઓડકાર આવવા, પેટ ભારે રહેવું, ભૂખ ન લાગવી, કબજીયાત રહેવા વગેરે  જેવી સમસ્યા પણ જોવા મળે છે. તો મિત્રો સૌથી પહેલા એક ખાસ વાત જણાવી દઈએ કે જો તમને વારંવાર ગેસ થવાની સમસ્યા રહે છે તો તમારે ચા, કોફી, કોલ્ડ્રીંક, તીખું તળેલું અને બહારના જંક ફૂડનું સેવન સાવ ઓછું કરી દેવું જોઈએ. આ ઉપરાંત કોબી, શિમલા મિર્ચ, રાજમાં, અડદની દાળ, માંસ વગેરેનું સેવન પણ ટાળવું જોઈએ. જો તમને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તો.મિત્રો આ તો હતી સામાન્ય બાબતો કે ગેસની સમસ્યા વારંવાર થતી હોય તો કંઈ વસ્તુનું સેવન ન કરવું.

img source

પરંતુ આજે અમે તમને અમુક ખાસ દેશી ઉપચારો જણાવવા જઈ રહ્યા છીએ જે ગેસની સમસ્યા માટે અને પેટની અન્ય સમસ્યાઓ માટેનો રામબાણ ઈલાજ છે. તો ચાલો જાણીએ તે દેશી ઉપચાર. મિત્રો ઉપચાર જણાવતા પહેલા જણાવી દઈએ કે આ ઉપચાર કરવા માટે દરેક સામગ્રી ખુબ જ સરળતાથી તમારા ઘરમાંથી જ મળી રહેશે. માટે આ ઉપચાર એકદમ સરળ, સસ્તા અને 100 % અસરકારક રહેશે.

img source

સૌથી પહેલા ઉપચાર માટે આપણે 50 ગ્રામ આખું જીરું અને 50 ગ્રામ અજમો આ બે જ સામગ્રી જોઇશે. સૌથી પહેલા જીરું અને અજમો તડકામાં સુકવી દો. તમારે બંનેને બે દિવસ તડકામા સુકવવાના છે. ત્યાર બાદ બંનેને પીસીને તેનું ચૂરણ બનાવી લેવું. હવે તે ચૂરણનો ઉપયોગ કંઈ રીતે કરવો તે પણ જણાવી દઈએ. આ ચૂરણનું સેવન સવારે નાસ્તો કર્યા બાદ, બપોરનું ભોજન કર્યા બાદ અને રાત્રે જમ્યા બાદ ત્રણેય ટાઈમ એક ચમચી ચૂરણ ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાનું છે. પરંતુ યાદ રહે કે જમ્યાના પંદર મિનીટ બાદ લેવાનું છે.

img source

ત્યાર બાદ બીજો ઉપચાર તો ખુબ જ સરળ છે અને તેના માટે માત્ર લસણની બે કળી જ કાફી છે. જો તમને ગેસ અને કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તમારે રોજ સવારે ઉઠ્યા બાદ વાસી મોંએ પહેલા બે કળી લસણની ચાવવી અને ત્યાર બાદ ગરમ પાણી પીય જવું. આ ઉપચાર કરવાથી પણ ગેસની સમસ્યા છુમંતર થઇ જશે.

img source

ત્યાર બાદ ત્રીજો સરળ અને સસ્તો ઉપાય છે એલચી અને વરીયાળીનો. આ ઉપચાર માટે 50 ગ્રામ વરીયાળી લેવાની છે અને 10 ગ્રામ નાની એલચી લેવાની છે. ત્યાર બાદ વરીયાળી અને એલચીને પીસીને એક ચૂરણ બનાવી લેવાનું છે. હવે તમારે આ ચૂરણમાંથી એક ચમચી સેવન દિવસ દરમિયાન બે વખત કરવાનું છે. તેનાથી હંમેશા માટે ગેસની સમસ્યા દુર થઇ જશે.

img source

તો મિત્રો આ સરળ અને એકદમ સસ્તા ઉપાયથી તમે ગેસની તેમજ પેટની અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો પેટની સમસ્યા થાય ત્યારે સીધા ડોક્ટરને બતાવીને પૈસા ખર્ચવા કરતા આ અસરકારક દેશી ઉપચાર અપનાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment