શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી નખ અને હાથમાં દેખાય છે આ લક્ષણો, હળવાશમાં લેવાની ભૂલથી આવી શકે છે આવું ગંભીર પરિણામ. જાણી લો સમય પહેલા બચી જશે જીવ….

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી નખ અને હાથમાં દેખાય છે આ લક્ષણો, હળવાશમાં લેવાની ભૂલથી આવી શકે છે આવું ગંભીર પરિણામ. જાણી લો સમય પહેલા બચી જશે જીવ….

જયારે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તમારા હૃદયને લગતી સમસ્યાઓ વધી શકે છે. પણ શરીરમાં આ ખરાબ કોલેસ્ટ્રોલ ક્યારે વધે અને તેના લક્ષણ કેવા હોય છે તેના વિશે જો તમે જાણતા ન હો તો તમે આ લેખ વાંચી શકો છો. 

આજની દિનચર્યા માં ઓફીસ, સ્કૂલ ઓનલાઈન અભ્યાસ અને ભાગમભાગ માં આપણી જીવનશૈલી ખુબ જ ખરાબ થઇ ગઈ છે. આખો દિવસ તનાવને કારણે લોકોને પોતાના માટે સ્વસ્થ ભોજન બનાવવાનો સમય પણ નથી મળતો. ઘણી વખત આપણે બહારથી ઓર્ડર આપીને ખાઈએ છીએ. આ ખાદ્ય પદાર્થમાં ચરબી અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે. જે તમારા શરીરને અનેક રીતે બીમાર કરે છે. તેમાં ખાંડ, સંતૃપ્ત ચરબી અને પ્રીજર્વટીવ નો ઉપયોગ કરવામાં આવે છે.

જે શરીરમાં જઈ હાનીકારક પદાર્થનું નિર્માણ કરે છે. તેનાથી તમને કોલેસ્ટ્રોલ સહીત હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી લોકોમાં વજન વધારો અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. ચરબીનું જાડું પડ તમારી ધમનીઓ માં થતા રક્ત પ્રવાહ ને અવરોધિત કરે છે. જેના કારણે અન્ય અંગો સુધી ઓક્સીજન નથી પહોચતું અને સમસ્યા થાય છે.

કોલેસ્ટ્રોલ વધવા પર નખ અને હાથમાં દેખાતા લક્ષણ :- નખનો રંગ પીળો થવો : શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી નખનો રંગ પીળો થઇ જાય છે. આ શરીરમાં ખરાબ બ્લડ સર્ક્યુલેશન ને દર્શાવે છે. તમારી ધમનીઓ માં જયારે પ્લાક જમા થવા લાગે છે તો તમારી ધમનીઓ સંકીર્ણ થઇ જાય છે અને રક્ત નો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો. આવું શરીરના અનેક ભાગમાં થાય છે, જેમાં તમારા નખ પણ સામેલ છે. તેના કારણે તમારા નખનો રંગ પીળો થવા લાગે છે. અને નખમાં તિરાડ બનવા લાગે છે. એટલું જ નહિ તમારા નખનો ગ્રોથ પણ અટકી જાય છે.

હાથ, કોણી અને પગમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ ના લક્ષણ:- ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર, જો સમય પર પ્રતિબંધિત ન કરવામાં આવે તો ધમનીઓમાં રુકાવટ પેદા થાય છે. જેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક નું જોખમ થઇ શકે છે. આ સ્થિતિમાં તમારા શરીરના અનેક ભાગ માં પીળાશ આવવા લાગે છે. શરીરમાં પીળા ડાઘ અથવા નખ પીળા થવા એ કોલેસ્ટ્રોલ લેવલને કારણે થઇ શકે છે. તેનાથી શરીરમાં દુખાવો અને પરેશાની વધે છે.

 હાથમાં દુખાવો થવો:- જયારે પ્લાક શરીરમાં જમા થાય છે તો આ ધમનીઓને બંધ કરી દે છે. જેનાથી એથોસ્કલેરોસીસ કહેવાય છે. આ જમા કોલેસ્ટ્રોલ, વસાયુક્ત પદાર્થ, સેલુલર અપશિષ્ટ ઉત્પાદ, કેલ્શિયમ અને ફાઈબ્રીન થી બનેલા હોય છે. જેમ જેમ શરીરમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ થાય છે, આ હાથ ની રક્ત વાહિકાઓ ને બંધ કરી દે છે.

કોલેસ્ટ્રોલનું આ નિર્માણ સતત થાય છે અને હાથ નો દુખાવો વધે છે. હાથમાં ખાલી ચડવી શરીરના ઘણા ભાગમાં રક્ત પ્રવાહ માં રુકાવટ ના કારણે હાથમાં ખાલી જેવો અનુભવ થાય છે. હાઈ કોલેસ્ટ્રોલ અને ચરબીને કારણે બ્લડનું ભ્રમણ યોગ્ય રીતે નથી થતું. તેનાથી હાથમાં ખાલી ચડે છે. આ ઉપાયો ને અપનાવો :-

1 ) કોલેસ્ટ્રોલ ના સ્તર ને સંતુલિત કરવા માટે લીલા શાકભાજી અને ફળ વધુ પ્રમાણમાં સેવન કરો.
2)
સાથે જ ઓઈલી અને વસાયુક્ત ભોજનનું સેવન બિલકુલ ન કરો. તેનાથી સમસ્યા વધી શકે છે.
3) આ સિવાય જો તમે સ્મોકિંગ અથવા શરાબ પીવો છો તો તેની આદત પણ છોડી દો.

4) વધુ પ્રમાણમાં શારીરિક ગતિવિધિઓ કરવાના પ્રયાસ કરો જેથી શરીરમાં વસાની માત્રા વધે નહિ.
5 ) ભરપુર પ્રમાણમાં પાણી પીવો જેથી શરીરના અપશિષ્ટ પદાર્થ બહાર નીકળી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment

error: Content is protected !!