ઘરમાં વાવી દો આ આયુર્વેદિક જડીબુટ્ટી, બીમારીઓ અને દવાખાનાથી આજીવન રહેશો દુર. જાણો ઉપયોગની રીત અને ફાયદા…

મિત્રો થાઈમનો (Thyme) છોડ ફુદીના પરિવાર સાથે સંબંધ ધરાવતી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. જે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે ઉપયોગી છે. તેમાં અમુક ઔષધીય ગુણ હોય છે, જે ઘણી બીમારી ઠીક કરવામાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે લોકો તેને પોતાના  ઘરની બાલ્કનીમાં કુંડામાં રાખવાનું પસંદ કરે છે અને તેના ફુલો અને પાનના ઘણા સ્વાસ્થ્ય  લાભ છે. તો ચાલો જાણીએ આ છોડથી આપણને થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

ઈમ્યુન સિસ્ટમ : થાઈમ છોડ વીટામીન સી અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે શરીરમાં મુક્ત કણોથી થતા નુકશાનથી લડવામાં મદદ કરે છે. તેમાં રહેલ વિટામીન સી તમારી ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાની સાથે કોઈ પણ પ્રકારની બીમારી સામે રક્ષણ આપે છે.

જો તમે તેનું સારું પરિણામ મેળવવા માંંગો છો તો પોતાની દિનચર્યામાંં એક વખત થાઈમ યુક્ત ભોજન કરવું જોઈએ. જો તમે સામાન્ય શરદીથી પરેશાન છો તો ચા માં નિયમિત અજમો નાખીને લેવાથી ફાયદો થાય છે.

પેટ સંબંધી સમસ્યાઓ : થાઈમની ચા ને એન્ટી બેકટેરીયલ એટલે કે જીવાણુરોધી ગુણ પાચનમાં મદદ કરે છે. પેટને લગતી કોઈ પણ સમસ્યા સામે લડવામાં તે મદદ કરે છે. તે આંતરડાના પરજીવીઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે એક સ્વસ્થ પાચન આપે છે. જો તમે પાચનથી પરેશાન છો તો દરરોજ એક કપ અથવા બે કપ અજમાની ચા પીવો. તેનાથી જરૂર ફાયદો થશે. 

આંખ માટે : થાઈમની ચામાંં એન્ટી ફંગલ અને જીવાણુરોધી ગુણ હોય છે જે નેત્રરોગ અને ગુલાબી આંખ સહીત ઘણા પ્રકારના સંક્રમણથી લડી શકે છે. જો તમે તમારી આંખોને સ્વસ્થ રાખવા માંંગતા હોવ તો એક કપ થાઈમની ચા બનાવો અને એને ઠંડી થવા દો અને પછી તેમા એક કોટનને પલાળી ને તમારી આંખોની પાંપણ ઉપર રાખો. આ તમારી આંખોને સંક્રમણથી સુરક્ષીત રાખવામાં મદદ કરે છે.

બ્લડ શુગર : ડોક્ટરનું માંનવુ છે કે, થાઈમને કાયમી આહારમાં લેવાથી બ્લડપ્રેશરના સ્તરને ઓછું કરવામાં મદદ મળે છે. તેની સાથે અજમો હૃદયની ગતી અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવાની સાથે હેલ્ધી બ્લડ શુગર લેવલને બનાવી રાખવામાં મદદ કરી શકે છે. સારા પરીણામો માટે થાઈમના પાનનો પાડર તમારા ભોજનમાં શામેલ કરો અથવા ચા માં અજમાના પાનનું સેવન કરો. 

હાડકા : એક્સપર્ટના મત અનુસાર થાઈમ વીટામીન, કેલ્શિયમ અને મેગેનીઝનો એક મોટો સ્ત્રોત છે, એટલા માંટે આ હાડકા માટે ફાયદાકારક છે. જો તમને હાડકા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા આહારમાં અજમાના મીલને જરૂર રાખવું જોઈએ. આ હાડકા સંબંધિત બીમારીઓના જોખમને ઓછું કરી દે છે. 

મુડ : જો તમે આખા દિવસના થાકને કારણે તણાવ અનુભવો છો તો થાઈમના થોડા પાનને પાણીમાં નાખીને પીવો. તે તમારા તણાવને દુર કરે છે. થાઈમની ચા પીવા સિવાય તમે તેની સુગંધ પણ લઈ શકો છો. તેનાથી તમને સારો અનુભવ થશે. આમ તમે તણાવને ઠીક કરી શકો છો.

વાયુમાર્ગ : થાઈમ તમારા શરીરના વાયુમાર્ગને સાફ રાખે છે. આ કોઈ પણ પ્રકારના શ્વસન રોગના જોખમને ઓછું કરે છે. કારણ કે આ એક એક્સ્પેટોરંટના રૂપમાં કાર્ય કરે છે. તમે આના સેવનથી સોજા, કફ અને વાયુમાર્ગમાં આવતા અવરોધોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment