વર્ષ 2023 સુધીમાં ભારતમાં હાર્ટએટેકના કારણે જઈ શકે વધુ લોકોના જીવ, એક્સપર્ટે આપી ગંભીર ચેતવણી અને તેના કારણો… જાણીને રહી જશો દંગ…

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકોનું નાની ઉંમરે હાર્ટ એટેક ને કારણે મૃત્યુ થાય છે. ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે આ પાછળનું કારણ શું છે. તો કદાચ તેનું કારણ આપણે એ માની શકીએ છીએ કે આપણી જીવનશૈલી, ખાનપાન વગેરે ખુબ જ બદલાય ગયા છે. જેને કારણે શરીરને હેલ્દી રાખે એવો આહાર પેટમાં નથી જતો અને અનહેલ્દી ખોરાક શરીરને નુકશાન પહોંચાડે છે. આથી જ એક્સપર્ટ ભારતીયોને લઈને ચેતવણી આપે છે કે 2030 સુધીમાં મોટાભાગના લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામશે. 

દુનિયા આખીમાં હ્રદયથી જોડાયેલી બીમારીને કારણે થતાં મૃત્યુની સંખ્યા એકધારી વધી રહી છે. વિતેલા 5 વર્ષોમાં હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટના કારણે થતાં મૃત્યુમાં ઘણો વધારો જોવા મળ્યો છે. હ્રદયથી જોડાયેલી બીમારીઓ અને તેના કારણે થતા મૃત્યુના આંકડા ખૂબ જ ચોકાવનારા છે. ભારતીય લોકો માટે તે ખૂબ જ ચિંતાની ખબર છે. દુનિયા આખીમાં હ્રદયથી જોડાયેલ બીમારીઓથી થતાં મૃત્યુના આંકડા જોઈએ તો તેમાં ભારતનું સ્થાન પ્રમુખ છે. તે સિવાય હાલમાં જ ઘણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, વર્ષ 2030 સુધી ભારતમાં હાર્ટ ડીસીઝના કારણે થતાં મૃત્યુના આંકડા દુનિયા આખીમાં સૌથી વધારે હશે. ભારતીય લોકોમાં હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનું જોખમ અન્ય દેશોની તુલનાએ ખૂબ જ વધારે છે. એનસીબીઆઇ પર પ્રકાશિત એક શોધ મુજબ, આવનારા અમુક વર્ષોમાં ભારતનો દરેક ચોથો વ્યક્તિ હ્રદયથી જોડાયેલી બીમારીઓનો શિકાર થશે. 

ભારતમાં હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટથી મૃત્યુનું જોખમ સૌથી વધારે છે:- એક્સપર્ટની ચેતવણી મુજબ, ભારતમાં વર્ષ 2030 સુધી હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટના કારણે થતી મૃત્યુની સંખ્યા દુનિયામાં સૌથી વધારે હશે. તેનું પ્રમુખ કારણ ભારતીય લોકોમાં ઝડપથી વધી રહેલ તણાવની સમસ્યા અને અસંતુલિત ખાણીપીણી છે. દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં લોકો ઓછી ઉંમરમાં જ હાર્ટ ડીસીઝનો શિકાર થઈ રહ્યા છે, જેને જોતાં એ કહી શકાય છે કે, ભારતમાં હાર્ટ ડીસીઝથી પીડિત લોકોની સંખ્યા પણ સૌથી વધારે હશે. અમુક શોધ અને અધ્યયનમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ભારતમાં હાર્ટ ડીસીઝનું જોખમ પશ્ચિમી દેશોની તુલનાએ વધારે છે.પુરુષોની સરખામણી મહિલાઓને વધારે જોખમ:- એક રિપોર્ટ મુજબ, પુરુષોની સરખામણીએ મહિલાઓને હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધારે હોય છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, રાત્રે સૂતા સમયે મહિલાઓમાં કાર્ડિયક અરેસ્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે. તે સિવાય બીજા એક રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે, કોરોના વાઇરસ સંક્રમણ દરમિયાન પણ હાર્ટ એટેકના કારણે મહિલાઓનું મૃત્યુ વધારે થયું છે. એવામાં એ કહેવામા આવી રહ્યું છે કે, આવનારા સમયમાં તેનું જોખમ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળી શકે છે. 

કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકના કારણ:- હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ હ્રદયથી જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ સ્થિતિમાં દર્દીના હ્રદયમાં રહેલ બ્લડ અને ઑક્સીજનની સપ્લાઈ કરનાર ધમનીઓ બ્લોક થઈ જાય છે. હાઇ કોલેસ્ટ્રોલ અને બ્લોકેજના કારણે આ જોખમ ખૂબ જ વધારે થઈ જાય છે. ભારતીય લોકોમાં કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકના જોખમના અમુક પ્રમુખ કારણ આવા છે. વધતો તણાવ અને પ્રેશર, આર્થિક સ્થિતિ, ખાણીપીણીમાં ગડબડી, ભાગાદૌડી ભર્યું જીવન, પોસ્ટ કોવિડ ઇફેક્ટ્સ, આનુવંશિક કારણ. 

હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ જેવી ગંભીર બીમારીઓના જોખમને ઓછું કરવા માટે ખાણીપીણી અને જીવનશૈલીમાં સુધારો ખૂબ જરૂરી છે. હાર્ટ એટેક અને હ્રદયની બીમારીની શરૂઆત થતાં પહેલા ઘણા લક્ષણ દેખાય છે. આ લક્ષણોને સમયસર ઓળખીને તેનો ઈલાજ કરવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment